જેતપુરથી ખોળામાં રાખી 3 દિવસની કોરોનાગ્રસ્ત દીકરીને સર્જરી માટે અમદાવાદ સિવિલમાં લાવ્યા; ઓક્સિજન ઓછો મળતાં વેન્ટિલેટર પર રાખી

સિવિલમાં એક ત્રણ દિવસની અને એક બે વર્ષની બાળકી પર સફળતાપૂર્વક જટિલ સર્જરી કરવામાં આવી છે. જેતપુરની ત્રણ દિવસની બાળકીની શ્વાસનળી અને અન્નનળી જોડાયેલા હતા. આ ઉપરાંત બાળકી અને તેની માતા પણ કોરોના પોઝિટિવ હતા. ત્રણ દિવસની બાળકીની માતા પોઝિટિવ હોવાથી કોવિડમાંથી પિતા ખોળામાં રાખી એમ્બ્લ્યુલન્સમાં બેસી ગયા હતા અને ત્યાંથી બંનેને સિવિલના સર્જરી વિભાગમાં […]

દર્દનાક કિસ્સો: જાપાનમાં ગંભીર બીમારીથી હોસ્પિટલમાં દાખલ મહેસાણાના ભેંસાણા ગામના પટેલ યુવકને ભારત પરત લાવવા 1.25 કરોડની જરૂર, પત્ની-બે દીકરીની આજીજી

જોટાણા તાલુકાના ભેસાણા ગામનો જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલો જયેશ પટેલ નામનો યુવાન ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ છે. ખર્ચાળ સારવાર અને બીમારીની હાલતમાં તેને ભારત લાવવા રૂ.1.25 કરોડનો ખર્ચ થાય તેમ છે, જે પરિવાર ઉઠાવી શકે તેમ ન હોઇ યુવાનના ભાઇએ […]

ગુજરાતમાં કોરોનાનો વિસ્ફોટ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11,403 કેસો નોંધાયા, 117 લોકોના કોરોનાથી મોત, 4179 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં કોરોનાનો મોટો વિસ્ફોટ થયો છે. અને હવે કોરોના કેસોનો આંક 11 હજારથી પણ વધારે કેસો નોંધાઈ રહ્યા છે. આજે ગુજરાતમાં 11403 નવા કેસો નોંધાયા છે. જ્યારે 117 દર્દીઓનાં મોત નિપજ્યા છે. જ્યારે 4179 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે આજે 1,51,192 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં સૌથી ભયંકર સ્થિતિ અમદાવાદ શહેરની છે. […]

કોરોનાને પછાડવા કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, 1લી મેથી 18 વર્ષથી વધુની ઉંમરના તમામ લોકોને કોરોનાની વેક્સિન અપાશે

કોરોના સામેની લડાઈમાં કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે 1 ‘મ’થી 18 વર્ષથી ઉપરના તમામ લોકો માટે વેક્સિનેશન કરવાનો નિર્ણય કર્યો છે. પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠક બાદ આ મહત્વનો નિર્ણય લીધો છે. પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા એક વર્ષથી સરકાર સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે કે દેશમાં વધારેથી વધારે લોકોને વેક્સિનના ડોઝ […]

દરરોજ 5 મિનિટ સુધી 2 થી 3 વખત નાસ લેવાથી કોરોનાની ફેફસાં પર અસર નહીં થાય, જાણો સાચી રીત અને શેર કરો

કોરોના રોગચાળાને કારણે દેશ ત્રિહિમામ કરી રહ્યો છે. રોગચાળાની પ્રકૃતિ એટલી મોટી થઈ ગઈ છે કે સરકારોના તમામ પ્રયત્નો અપૂરતા સાબિત થઈ રહ્યા છે. દરેક વ્યક્તિ પોતાને બચાવવા માંગે છે. દરેક પદ્ધતિ અપનાવવા માટે તૈયાર છે. દરરોજ નાસ લઈને ફેફસાં એટલા મજબૂત બનાવી શકાય છે કે તેઓ સફળતાપૂર્વક કોરોના રોગચાળાનો સામનો કરી શકે છે. કોરોનાથી […]

કોરોનાના ડરથી કોઈ આગળ ના આવતા મહિલા કોન્સ્ટેબલે આપ્યો મૃતકને અગ્નિદાહ

કોરોનાએ ફેલાવેલા ખૌફને કારણે બિનવારસી મૃતદેહના અંતિમ સંસ્કાર કરવામાં કોઈ આગળ ના આવતા એક મહિલા કોન્સ્ટેબલે જાતે જ તેને અગ્નિદાહ આપ્યો હતો. આ ઘટના યુપીના કોસી કલાન પોલીસ સ્ટેશનની છે, જે મથુરામાં આવેલું છે. જેમાં ફરજ બજાવતાં 25 વર્ષીય મહિલા કોન્સ્ટેબલ શાલિની વર્માએ કેનાલમાંથી મળેલી એક મહિલાની બિનવારસી લાશને અગ્નિદાહ આપ્યો હતો. અત્યારસુધી કોઈ મહિલા […]

રાજકોટમાં સર્જાયા કરૂણાસભર દ્રશ્યો: પાંચ વર્ષ પછી દીકરો માતાને વૃદ્ધાશ્રમમાંથી લાવ્યો પરત, આશ્રમવાસીઓની આંખમાં પણ હર્ષાસુ ઉમટી પડ્યા

સંજોગો વિપરીત હોય ત્યારે સામાં પુરે તરવા જેવી સ્થિતિ હોય છતાં ધીરજ, ધૈર્ય અને હકારાત્મક અભિગમથી નૈયાને પાર કરી શકાય છે. તેનું સચોટ ઉદાહરણ એટલે રાજકોટના કુંવરબા. જેમના પતિનું અચાનક અવસાન થતાં અન્ય કોઇ આધાર ન હોય કુંવરબા વૃદ્ધાશ્રમનો આશ્રય લીધો હતો. અત્યાર સુધી આપણે પરિવાર અથવા તો પુત્ર, પુત્રવધૂ, માતા કે પિતાને વૃદ્ધાશ્રમમાં અલગ […]

35 વર્ષની મહિલા સાથે 11 લોકોએ કર્યો ગેગંરેપ, ઘટના બાદ મહિલા 2 દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી, 11 માથી 8 આરોપીઓ કોરોના પોઝિટિવ

ઝારખંડના પાકુડથી એક સણસણતા સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક 35 વર્ષની મહિલાની સાથે 11 લોકોએ ગેગંરેપ કર્યો. ઘટના બાદ મહિલા 2 દિવસ સુધી બેભાન અવસ્થામાં રહી. મહિલાએ પરિવાર સાથે મુફસ્સિલ પોલીસ સ્ટેશન જઇને તેની સાથે થયેલી હિચકારી ઘટનાની ફરિયાદ નોંધાવી. એસપી મણિલાલ મંડલે આ સંબંધમાં જણાવ્યું કે ટીમ બનાવીને તમામ 11 આરોપીઓની ધરપકડ […]

નંદુરબાર રેલ્વે સ્ટેશને આવી ‘કોરોના એક્સપ્રેસ’: ટ્રેનના 31 કોચમાં 400 દર્દી સારવાર લેશે; ઓક્સિજન, કુલર અને પાણી વ્યવસ્થા કરવામાં આવી

મહારાષ્ટ્રમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે ગુજરાતને અડીને આવેલા નંદુરબાર રેલવે સ્ટેશન પર કોરોના એક્સપ્રેસ ટ્રેન આવી પહોંચી છે. ટ્રેનના 31 કોચમાં 400થી વધુ કોરોનાગ્રસ્ત દર્દી અને એક બોગીમાં ટોટલ 16-20 પેશન્ટ માટે સ્વચ્છતાગૃહ, ઓક્સિજન, કુલર, પાણી વ્યવસ્થા કરાઇ છે. સાંસદ ડૉ. હિના ગાવિતે રેલવે વિભાગના અધિકારીઓ સાથે વાત કરતાં કોરોના એક્સપ્રેસ નંદુરબાર રેલ્વે સ્ટેશને […]

હવે કોરોનાના ગરીબ દર્દી પણ આયુષ્માન અને માં કાર્ડ દ્વારા પ્રાઈવેટ હોસ્પિટલમાં ફ્રી સારવાર કરાવી શકશે

કોરોનાના વધી રહેલા કેસો મામલે હાઈકોર્ટ સરકારની કામગીરીથી નારાજ છે. આ અંગે સુઓમોટો નોંધ લેતાં હાઈકોર્ટે “કોવિડ નિયંત્રણમાં અનિયંત્રિત ઉછાળો અને સંચાલનના ગંભીર મુદ્દાઓ” શીર્ષક હેઠળ નવેસરથી જાહેરહિતની અરજી (PIL) નોંધીને 12 એપ્રિલથી સુનાવણી હાથ ધરી છે. હાઈકોર્ટની સુઓમોટો પિટિશનમાં સરકારે 15 એપ્રિલે આપેલા સોગંદનામામાં જણાવ્યું હતું કે, માં વાત્સલ્ય કાર્ડ અને આયુષ્યમાન ભારત કાર્ડમાં […]