દર્દનાક કિસ્સો: જાપાનમાં ગંભીર બીમારીથી હોસ્પિટલમાં દાખલ મહેસાણાના ભેંસાણા ગામના પટેલ યુવકને ભારત પરત લાવવા 1.25 કરોડની જરૂર, પત્ની-બે દીકરીની આજીજી

જોટાણા તાલુકાના ભેસાણા ગામનો જાપાનમાં 3 વર્ષ પહેલાં વર્ક પરમિટ પર નોકરી અર્થે ગયેલો જયેશ પટેલ નામનો યુવાન ટીબી અને બ્રેનસ્ટ્રોક (ટ્યુબરકોલોસીસ)ની અતિ ગંભીર બીમારીમાં સપડાતાં હોસ્પિટલમાં છેલ્લા સાત મહિનાથી દાખલ છે. ખર્ચાળ સારવાર અને બીમારીની હાલતમાં તેને ભારત લાવવા રૂ.1.25 કરોડનો ખર્ચ થાય તેમ છે, જે પરિવાર ઉઠાવી શકે તેમ ન હોઇ યુવાનના ભાઇએ મદદ માટે અપીલ કરી છે. સરદાર ધામના પ્રમુખ સેવક ગગજી સુતરીયાએ પણ યથાશક્તિ મદદની અપીલ કરી છે.

જયેશ હરિભાઇ પટેલના ગુજરાતમાં વસતા પરિવારે ભારતીય એમ્બેસી સુધી મદદ માગી છે. જયેશ 2018માં નોકરી કરવા જાપાન ગયો હતો. જયેશની પત્ની પ્રેગ્નન્સી હોઇ હાલ ભારત આવેલી છે. જયેશને ટીબીના નિદાન બાદ બ્રેનસ્ટ્રોક આવતાં દાખલ કરાયો હતો. જયેશના પિતા નિવૃત્ત શિક્ષક હરિભાઇ 20 દિવસથી જાપાનમાં છે. જાપાની હોસ્પિટલે તેને ભારત લાઇ જવા અને ટ્રીટમેન્ટ ખર્ચ રૂ.1.25 કરોડ સુચવ્યો છે. જે પરિવાર માટે અશક્ય હોઇ જયેશના મોટા ભાઇ હાર્દિકે મદદ માટે અપીલ કરી છે. હાર્દિક હરિભાઇ પટેલને પેટીએમથી 99980 88824 નંબર ઉપર મદદ કરી શકાય છે. સાયન્સ સિટી અમદાવાદ બ્રાન્ચ, સેવિંગ એકાઉન્ટ IFSC : YESB0000650, A/C 06509020 0000018 ઉપર મદદ કરવા અપીલ કરી છે.

ખાનગી એર એમ્બ્યુલન્સમાં પરત લાવવો પડે તેમ છે: પરિવાર

જયેશની તબિયત બગડતાં 5/10/2021એ હોસ્પિટલમાં દાખલ કરાતાં ટીબીનું નિદાન થયું હતું. જાન્યુઆરીમાં બ્રેઇન સ્ટ્રોક આવતાં તબિયત વધારે બગડી હતી. પરિવારે તેને ભારત લાવવા હોસ્પિટલનો સંપર્ક સાધતાં હોસ્પિટલે ફિટ ટૂ ફલાઇનું સર્ટિફિકેટ આપવાની મનાઈ કરી દેતાં તેને પ્રાઇવેટ એર એમ્બ્યુલન્સમાં પરત લાવવો પડે તેમ છે. જેમાં દોઢ કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ હોઇ પરિવારજનોએ સરકાર અને લોકો પાસે આર્થિક મદદ માગી છે.

બે દીકરીઓ પિતાની અને પત્ની પતિની મદદ માટે આજીજી કરે છે

33 વર્ષિય જયેશ પટેલની જાપાનમાં હાલત બગડતાં વતનમાં રહેલી તેની પત્ની જલ્પા પટેલ તેમજ બે દીકરીઓ વૃત્તિ 7 વર્ષ અને હેત્વી 6 માસની આંખો વાત સાંભળતાં જ છલકાઇ જાય છે અને કુટુંબીજનોને તેના પતિને પરત લાવવા આજીજી કરી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો