ગુજરાતમાં કોરોનાનો હાહાકાર: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13,804 કેસો નોંધાયા, 142 લોકોના કોરોનાથી મોત, 5,618 દર્દીઓ સ્વસ્થ થયાં

કોરોના સંક્રમણના ગુજરાતમાં દિવસેને દિવસે વધી રહેલા આંકડા ચિંતા વધારનારા છે, દરરોજ કોરોના જૂના રૅકોર્ડ તોડી રહ્યો છે. તો મોતના આંકડા પણ ડરાવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં આજે 13,804 નવા કેસ નોંધાયા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 13,804 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 142 […]

કોરોનાના કહેરમાં ખાંસી અને ગળામાં થતા દર્દથી રાહત મેળવવા કરો આ ઘરેલૂ ઉપાય, ઝડપથી મળશે રાહત, જાણો અને શેર કરો

દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે ગળાની નાની મોટી તકલીફો અને ખાંસીમાં ઘરેલૂ ઉકાળા તમારી મદદ કરે છે. જો તમે પણ ઓફિસ કે અન્ય કોઈ કામે ઘરની બહાર જાઓ છો અને તમને પણ એક-બે દિવસથી ગળામાં દર્દ, ખારાશ કે ખાંસીની ફરિયાદ રહે છે તો તમે ઘરે બનાવેલા ખાસ ઉકાળાની મદદ લઈ શકો છો. આ […]

કોરોના મહામારીની બીજી લહેરમાં AMCએ RT-PCR, HRCT ફ્રી ટેસ્ટ બંધ કર્યા, કોવિડ સેન્ટરોમાં દર્દીઓ પાસેથી લૂંટ, ગરીબ દર્દીઓની કોઈ ચિંતા નથી 

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના મહામારીની બીજી લહેરમાં રેકર્ડબ્રેક કેસ છતાં પોતાની જવાબદારીમાંથી હાથ ઊંચા કરી લીધા હોય તેવો ઘાટ જોવા મળી રહ્યો છે. કોરોનાની પ્રથમ લહેર વખતે મ્યુનિ. દ્વારા ૪૮ સિવિક સેન્ટરો ઉપર વિનામૂલ્યે RT-PCR ટેસ્ટ કરાતા હતા. પાલડી ખાતે RT-PCR ટેસ્ટ માટે ખાસ વ્યવસ્થા કરી હતી. શહેરની ત્રણ ખાનગી લેબોરેટરી ખાતે ગરીબ દર્દીઓ […]

કચ્છથી ઓડિશા જતા સમયે કોરોનાગ્રસ્ત પતિનું થયું મોત, સસરાએ મોં ફેરવી લીધું, પત્નીએ અંતિમવિધિ પહેલાં દાગીના વેચી એમ્બ્યુલન્સનું ભાડું ચૂકવ્યું

વૈશ્વિક મહામારી કોરોના હવે માનવતાની સાથે સંબંધોની પણ પરીક્ષાઓ લઈ રહ્યો છે. કચ્છમાં કામ કરતા અને મૂળ ઓડિશાના વતની એક યુવકનું ઓડિશા જતી સમયે કોરોનાને કારણે નિધન થતાં તેનાં પત્ની અને પુત્રીઓએ સપનેય ના વિચારી હોય એવી સ્થિતિમાંથી પસાર થવાનો વારો આવ્યો છે. પતિના મોત બાદ પત્નીએ સસરા પક્ષનો સંપર્ક કર્યો તો તેને ગામમાં આવવાનો […]

ભાવનગરના 94 વર્ષના દાદાએ ‘100 વર્ષ જીવવું છે’ તેવું કહેતા કોરોનાને હરાવ્યો; હોસ્પિટલમાં દાખલ દર્દીઓને પણ પ્રોત્સાહન આપતા

કહેવાય છે કે, મન હોય તો માળવે જવાય. હાલ કોવિડની સ્થિતિ જોતા લોકોમાં નકારાત્મક વિચારો સતત વધી રહ્યા છે અને લોકો પોતાનો જીવ પણ ગુમાવે છે. આ તકે 94 વર્ષીય માવજીભાઈનો આત્મવિશ્વાસ અત્યંત મજબૂત છે, તેઓએ કોવિડને પણ માત આપી છે અને એક સકારાત્મક ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેઓને કોવિડ હોવા છતાં તેમને વેન્ટિલેટર પર […]

ગુજરાતમાં હવે લગ્ન માટે પોલીસ પરવાનગી લેવી ફરજિયાત: 50 મહેમાનોના નિયંત્રણમાં લગ્ન યોજવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું પડશે, DGPએ કરી જાહેરાત

રાજ્ય સરકારે હાઈકોર્ટના કડક વલણને પગલે કોરોના મહામારીમાં લગ્ન પ્રસંગ યોજવા પર નિયંત્રણ લાદીને આવા પ્રસંગોમાં માત્ર 50 મહેમાનોની જ હાજરી રાખવા નિર્ણય કર્યો હતો. ત્યારે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ જણાવ્યું હતું કે, રાજ્યના 20 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ દરમિયાન લગ્ન યોજવા નહીં. એટલું જ નહીં લગ્ન કરવા માટે રાજ્યમાં રજિસ્ટ્રેશન ફરજિયાત કરી દેવામાં આવ્યું […]

અમદાવાદમાં માનવતા મરી પરવારી હોય તેવી ઘટના સામે આવી: સરસપુરમાં હોસ્પિટલ સામે રોડ પર કોરોના પોઝિટિવ દીકરા સાથે ‘મા’ બેસી રહી, સ્ટાફ દરવાજો બંધ કરી તમાશો જોતો રહ્યો

કોરોનાએ સામાન્ય લોકોની જિંદગીમાં ભયંકર દિવસો દેખાડ્યા છે. જ્યારે એક દીકરો માની મદદ માટે દરેક સામે લડી લે છે, પરંતુ એક મા આજે લાચાર બની છે. તેના દીકરાની સારવાર માટે ‘મા’ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલના બહાર બેઠી છે. જાહેર રસ્તા પર બેઠેલી ‘મા’ તેના દીકરાને થોડી સારવાર મળી જાય એ માટે વલખાં મારે છે. એવા […]

અમદાવાદમાં વેન્ટિલેટર ન મળતાં 52 વર્ષીય કનૈયાલાલનું તરફડિયા મારીને મોત, દર્દીના મામાએ કહ્યું, અમે આ દેશના નાગરિક છીએ, પાકિસ્તાનથી નથી આવ્યા

અમદાવાદ શહેરના નરોડા ખાતે રહેતાં ૫૨ વર્ષીય કનૈયાલાલ કિશનચંદ તેજવાનીનું વેન્ટિલેટરના અભાવે તરફડિયા મારીને મોત થયું છે. ૨૧મી એપ્રિલના વહેલી સવારે ૪થી ૪.૩૦ વાગ્યાના અરસામાં સાબરમતી નજીકની મેડિલિંક હોસ્પિટલ ખાતે આ દર્દીનું મોત થયું છે. મૃતકના મામા કનૈયાલાલ પાગરાનીએ રડમસ આંખે એવો વસવસો વ્યક્ત કર્યો હતો કે, આ હોસ્પિટલમાં વેન્ટિલેટર બેડ ન હતો, શહેરની બીજી […]

ગુજરાતમાં કોરોના બેકાબૂ: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 13,105 કેસો નોંધાયા, 137 લોકોના કોરોનાથી મોત, 5,010 દર્દીઓ સ્વસ્થ થયાં

ગુજરાતમાં સતત કોરોનાને હાહાકાર મચાવ્યો હતો. અને દિવસે ને દિવસે કોરોનાનાં રેકોર્ડબ્રેક કેસો નોંધાઈ રહ્યા હતા. અને દૈનિક 1000ની ગતિએથી કોરોનાનાં કેસો વધતાં હતા. તેવામાં ગઈ કાલે માત્ર 300નો વધારો થયો હતો અને આજે પણ 500નો વધારો નોંધાયો છે. આજે રાજ્યમાં કોરોનાનાં 13105 કેસો નોંધાયા હતા. જ્યારે 137 દર્દીનાં મોત નિપજ્યા હતા. અને 5010 દર્દીઓ […]

આ છે મુંબઈનો ‘ઑક્સીજન મેન’: કોરોનાના દર્દીઓને ઑક્સીજન સિલિન્ડર આપવા માટે 22 લાખની SUV કાર વેચી દીધી!

કોરોના વાયરસની બીજી લહેર (Coronavirus second wave)માં મહારાષ્ટ્ર (Maharashtra)ની હાલત ખૂબ જ ખરાબ થઈ છે. અહીં બેડ, સારવાર અને ઑક્સીજન (Oxygen) વગર લોકો મરી રહ્યા છે. હાલત એવી ઊભી થઈ છે કે સરકારે નાછૂટકે લૉકડાઉન (Maharashtra lockdown)ની જાહેરાત કરવી પડી છે. મુંબઈમાં ઑક્સીજનની અછતના ન્યૂઝ વચ્ચે એક વ્યક્તિ નિસ્વાર્થ ભાવ દર્દીઓને ઑક્સીજન પહોંચાડી રહ્યો છે. […]