બાળકોમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે આટલું કરો, ડૉ.પવિત્રા વેંકટગોપાલન જણાવ્યા સાવચેતીના પગલાં

કોરોના વાયરસની બીજી લહેરે ખતરનાક રૂપ ધારણ કર્યું છે. એવામાં બાળકોમાં પણ ઇન્ફેકશનના કેસો સામે આવી રહ્યા છે. પહેલી લહેરની સરખામણીએ બાળકોમાં સંક્રમણની સંખ્યા વધી છે. આ બાબતે એરિજોના સ્ટેટ યુનિવર્સિટીમાંથી માઇક્રોબાયોલોજી અને કોરોના વાયરસ પર પીએચ.ડી કરનાર ડો. પવિત્રા વેંકટગોપાલને બાળકોમાં સંક્રમણ કેવી રીતે રોકી શકાય તે બાબતે એક અખબાર સાથે વાત કરી હતી. […]

બનાસકાંઠાના આ વેપારી શરૂ કર્યો ઓક્સિજનનો સેવા યજ્ઞ: ઓક્સિજનની અછત કોઈનું મોત ન થાય તે માટે આપી રહ્યા છે ફ્રીમાં સિલેન્ડર

હાલમાં સમગ્ર દેશમાં કોરોનાની મહામારીના કારણે લોકો ઓક્સિજનની કમીના કારણે મોતને ભેટી રહ્યા છે. લોકો એક એક ઓક્સિજનની બોટલ માટે રજળી રહ્યા છે. ઘણા લોકોને સમયસર ઓક્સિજન ન મળતા જીવ ગુમાવવો પડે છે. આવા સમયે ગુજરાતના એક વેપારી લોકોને ફ્રીમાં ઓક્સિજન આપી ખરા અર્થમાં સેવાકીય કાર્ય કરી રહ્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી […]

કોરોનાના દર્દીઓ સાજા થયા બાદ કેમ મોતને ભેટે છે? સામે આવી કોરોના દર્દીના શરીરમાં થયેલા બ્લડ ક્લોટની ભયાનક તસવીર

હાલમાં કોરોના વાયરસની બીજી લહેર યુવાનો માટે જીવલેણ સાબીત થઇ રહી છે. યુવાનોમાં કોરોના વાયરસના કારણે બ્લડ ક્લોટિંગ અને કાર્ડિયાક અરેસ્ટની સમસ્યાઓ વધી છે. બીજી લહેરમાં દર્દીઓના શરીરમાં થતાં બ્લડ ક્લોટિંગના કારણે હાઇ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક અને બ્રેઇન સ્ટ્રોકની સમસ્યામાં વધારો જોવા મળ્યો છે. દેશના પ્રખ્યાત વેસ્ક્યુલર સર્જન અંબરિશ સાત્વીકે કોરોનાના દર્દીમાંથી કાઢવામાં આવેલા […]

ભાવનગર જિલ્લાના ચોગઠ ગામમાં હૃદય કંપી ઉઠે તેવી સ્થિતિ, 20 દિવસમાં કોરોનાથી 90 લોકોના મોતથી લોકોમાં ફફડાટ

13 હજારની વસ્તી ધરાવતા ભાવનગર જિલ્લાનાં ચોગઠ ગામમાં કોરોનોએ હાહાકાર મચાવ્યો છે. છેલ્લા 20 દિવસમાં લગભગ 90 થી વધુ લોકો કોરોના સામેની લડાઈમાં જિંદગી હારી ગયા અને મોતને ભેટયા છે. છેલ્લા 20 દિવસથી સ્મશાનની આગ ઓલાય નથી અને યુવાનો અકાળે મોતના ખપ્પરમાં હોમાય રહ્યા છે. સરકારી તંત્ર કોઈપણ સુવિધા પુરી પાડવામાં ઉણું ઉતર્યું છે. કોરોના […]

રાજકોટમાં સિવિલે 103 વેન્ટિલેટર 38 ખાનગી હોસ્પિટલને મફતમાં આપ્યા હતાં, ખાનગી હોસ્પિટલે દર્દીઓ પાસેથી 21500 રૂપિયા પ્રતિ દિવસ લેખે ચાર્જ વસૂલી 54 કરોડની કમાણી કરી

રાજકોટમાં છેલ્લા 20 દિવસથી લોકો વેન્ટિલેટર બેડની અછતથી પરેશાન છે. સિવિલ હોસ્પિટલમાં એવા 650થી વધુ દર્દીઓ એવા હતા કે જેઓની હાલત ગંભીર હતી પણ વેન્ટિલેટર ખાલી ન હોવાથી મોતને ભેટ્યા હતા. એક મહિનામાં 4000થી વધુ દર્દીઓ દાખલ થયા પણ આટલા દર્દી વચ્ચે 201 જ વેન્ટિલેટર હતા. આવી કપરી સ્થિતિમાં સિવિલ હોસ્પિટલમાં નવા 40 વેન્ટિલેટર ખરીદ […]

આંશિક લૉકડાઉનમાં પોલીસ અધિકારીએ પંક્ચરની દુકાનવાળાને ડંડા મારીને પોતાનો ‘પાવર’ બતાવ્યો! બે બાઇક પણ તોડી, CCTV ફૂટેજ વાયરલ

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં કોરોના મહામારી (Corona pandemic)નો કહેર વર્તાઇ રહ્યો છે. જેના કારણે ગુજરાતના 36 શહેરોમાં આંશિક લોકડાઉન (Lockdown) જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હાલ આવશ્યક ચીજવસ્તુઓ સિવાયના તમામ વેપાર ધંધા ઉદ્યોગો બંધ રાખવામાં આવ્યા છે. કોરોના સંક્રમણ ફેલાઈ નહીં તે માટેની જવાબદારી રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ (Gujarat police) સહિત અન્ય વિભાગોને સોંપવામાં […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ યથાવત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 12,545 કેસો નોંધાયા, 123 લોકોના કોરોનાથી મોત, 13,021 દર્દીઓ સ્વસ્થ થયાં

રાજ્યમાં કોરોનાની બીજી લહેર ઘાતક સાબિત થયેલી છે. પેટાચૂંટણી બાદ કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો ત્યારબાદ હવે ધીમે-ધીમે કેસમાં ઘટાડો થઇ રહ્યો છે. જો કે,ગઇકાલના ઉછાળા બાદ આજે ફરી ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડા પ્રમાણે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 12,545 નવા કેસ નોંધાયા છે તો સંક્રમણના કારણે 123 લોકોના મોત […]

કોરોના કાળમાં મધનું પાણી પીવાથી વધશે રોગ પ્રતિકારક શક્તિ અને ગળાનું ઇન્ફેક્શન થાય છે દૂર, અન્ય ફાયદાઓ વિશે જાણો અને શેર કરો

હુંફાળુ પાણી સ્વાસ્થ્ય (hot water) માટે ખૂબ જ લાભકારી છે, કોરોના કાળમાં (coronavirus) દરેક વ્યક્તિને ગરમ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ગરમ પાણીમાં જો મધ મિક્સ કરીને પીવામાં (hot water with honey) આવે તો તે સ્વાસ્થ્યને (health) અધિક લાભ પ્રદાન કરે છે. કોરોના (covid-19) સામે રક્ષણ મેળવવા માટે રોગ પ્રતિકારક (Immunity) શક્તિ મજબૂત કરવાની […]

આગામી સમયમાં આટલા મહિનાની અંદર આવી શકે છે કોરોનાની ત્રીજી લહેર, બચવા માટે નિષ્ણાતોએ આપ્યા આ ઉપાય

અત્યારે ભારત કોરોના વાયરસની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે, પરંતુ નિષ્ણાતો હવે ત્રીજી લહેરના આવવાની શક્યતા પણ વ્યક્ત કરવા લાગ્યા છે. ત્રીજી લહેર આવશે એ વાતને અત્યારે તમામ નિષ્ણાતો માનીને ચાલી રહ્યા છે, પરંતુ ક્યાં સુધી તે વિશે અત્યારે કંઇ પણ ના કહી શકાય. કેન્દ્ર સરકારના પ્રિન્સિપલ સાયન્ટિફિક એડવાઇઝર પ્રોફેસર વિજય રાઘવને બુધવારના કહ્યું […]

અડધી રાત્રે કોલ આવ્યો અને આખી રાત જાગી અને દોડીને ટીમ સાથે કામ કરી સોનુ સૂદે 22 લોકોના જીવ બચાવી લીધા

કોરોના વાયરસની બીજી લહેરના કારણે દેશમાં ભયંકર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. લોકો દેશના દરેક ખુણેથી મદદ માટે હાથ લંબાવી રહ્યા છે. દેશભરની હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન, દવાઓ અને ઇન્જેક્શનની તીવ્ર તંગીના અહેવાલો આવી રહ્યા છે. ઘણા લોકો હોસ્પિટલમાં તેમના સંબંધીઓને બેડ અને આવશ્યક દવાઓ પ્રદાન કરી રહ્યાં છે. આવી ભયંકર પરિસ્થિતિમાં જ્યારે લોકો ચારે બાજુથી […]