રાજકોટમાં અકડાયેલા વેપારીઓએ કહ્યું હવે 18 મે પછી ફરીથી મિની લોકડાઉન આવશે તો અમે અમારી દુકાન ખોલી વેપાર શરૂ કરી દઇશું

રાજકોટ શહેરમાં કોરોના સંક્રમણ અત્યંત ગંભીર હતું તે વખતે વેપારીઓ સામેથી લોકડાઉનની માંગણી કરતા હતા. તે જ વેપારીઓ હવે આ મિની લોકડાઉનથી અકડાયા છે. સરકારે 18 મી મે સુધી લોકડાઉન લંબાવ્યું છે તેમાં સંપૂર્ણ સહયોગ આપવાની ખાત્રી શહેરના ગુંદાવાડી ઓલ મરચન્ટ એસોસિયેશને આપી છે. સાથે સાથે એમ પણ જાહેર કર્યું છે કે હવે આ લોકડાઉનની […]

રાજકોટમાં માતાપિતાનું બારમું કરે તે પહેલા કાળમુખો કોરોના પુત્રને પણ ભરખી ગયો, ભાલાળા પરિવારમાં 12 દિવસમાં ત્રણ લોકોના મોત

કાળમુખા કોરોના (Coronavirus)ને કારણે વધુ એક પરિવારનો માળો પીંખાયો છે. માત્ર 12 દિવસના સમયગાળામાં વૃદ્ધ માતાપિતા અને ત્યારબાદ ઘરના આધારસ્તંભ એવા પુત્ર (Son)નું પણ કોરોનાથી નિધન થયું છે. 12 દિવસમાં ત્રણ ત્રણ મોતથી ભાલાળા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. કોરોના મહામારીની સાથે સાથે કુદરત પણ ક્રૂર અને દયાહીન બનતો હોઈ એવું લાગી રહ્યો છે. […]

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે જંગ જેવી સ્થિતિ: 40 કલાકમાં ગાઝાથી ઇઝરાયેલ ઉપર હજારથી વધુ રોકેટ છોડવામાં આવ્યા, આયરન ડોમે ઇઝરાયેલને આ હુમલાઓથી બચાવ્યા

ઇઝરાયેલમાં જંગ જેવી સ્થિતિ વચ્ચે જોરદાર હવાઈ હુમલાઓ થઈ રહ્યાં છે. ઇઝરાયેલ વિરોધી સંગઠન હમાસના કબજાવાળા ગાઝાથી સોમવારેથી બુધવાર વચ્ચેના 40 કલાકમાં 1000થી વધુ રોકેટ છોડવામાં આવ્યા છે. ઇઝરાયેલના આયરન ડોમ ડિફેન્સ સિસ્ટમના કારણે તેઓ પોતાની મોટા ભાગની વસ્તીને આ હુમલાઓથી બચાવી રાખવામાં સફળ રહ્યાં છે. જાણો, હમાસ અને ઇઝરાયેલ કઈ રીતે જંગ લડી રહ્યાં […]

અમેરિકામાં વસતા સૌરાષ્ટ્ર પટેલ સમાજનો વતન પ્રેમ, ગામડામાં 5 કરોડના ઓક્સિજન મશીન મોકલશે

ગુજરાત સહિત દેશમાં કોરોના મહામારીએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. હાલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કોરોના બેડ, ઓક્સિજનની તીવ્ર અછત, ઈન્જેક્શનની લાઈનો ઠેર ઠેર જોવા મળી રહ્યું છે. પરંતુ વિદેશોમાં વસતા શૂરા વિદેશીઓના દેશપ્રેમ હાલના તબક્કે જોવા મળી રહ્યો છે. ભારતને અન્ય દેશોએ તો મદદ કરી જ છે, પરંતુ વિદેશોમાં વસતા ભારતીયોનો પણ પોતાના વતન […]

ગંગા નદીમાં મૃતદેહો તણાઈ આવતા શવોનો ઢગલો, 80 શવોને JCB દ્વારા દફનાવાયા

બિહાર અને ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે રહસ્યમય રીતે મોટી સંખ્યામાં શવો સામે આવી રહ્યા છે. બિહારના બક્સરમાં મળેલા શવોને એક સાથે દફન કરી દેવામાં આવ્યા. ચૌસાના BDO અને અધિકારીઓને દેખરેખમાં શવોને JCB દ્વારા દફન કરવામાં આવ્યા. બક્સરમાં શવોને દફન કરનારા વ્યક્તિએ જણાવ્યું કે લગભગ શવોને દફન કરવામાં આવ્યા છે અને લગભગ એટલા જ શવો હજુ […]

સુરતમાં લેણદારોની પઠાણી ઉઘરાણીથી ત્રાસી યુવકનો આપઘાત, ‘મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું’

સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં યુવાને ધંધામાં નુકસાન થતાં દેવું ન ચૂકવવાની સ્થિતિમાં ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.સુસાઇડ નોટમાં પૈસાની ઉઘરાણી કરીને માનસિક ત્રાસ ગુજારનાર ઈસમોના નામ લખ્યા છે. આ સાથે લખ્યું છે કે, મરવું નથી પણ મને કોઈ જીવવા નથી દેવાનું, આજે ખબર પડી કે પૈસાથી મોટું બીજું કંઈ નથી. પાલનપુર પાટિયા રાધાકૃષ્ણ સોસાયટીમાં […]

સોશિયલ મીડિયા પર PM મોદી અને પાટીલના ફોટો સાથે પોસ્ટ વાઈરલ, ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથી

સોશિયલ મીડિયા ઉપર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના ફોટો સાથેની પોસ્ટ સોશિયલ મીડિયામાં ફરતી થઇ છે. જેમાં ભાજપ ઉપર કટાક્ષ કરવામાં આવતી હોય તે પ્રકારે ગુજરાત એવું એકમાત્ર રાજ્ય છે જ્યાં ઓક્સિજનના અભાવે એક પણ નાગરિકનું મૃત્યુ થયું નથીના લખાણ લખી સોશિયલ મીડિયામાં વાઈરલ કરાયા છે. જેની સામે FIR દાખલ કરવામાં […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં રાહત: છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 11017 કેસો નોંધાયા, 102 લોકોના કોરોનાથી મોત, 15,264 દર્દીઓએ કોરોનાને માત આપી

છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના દૈનિક કેસને લઇ રાહતના સમાચાર આવી રહ્યા છે. કોરોના મહામારી ગુજરાતમાં ધીરે-ધીરે હાંફી રહી હોય તેમ લાગી રહ્યું છે. જોકે આજે એક જ દિવસમાં રાજ્યના દૈનિક કેસમાં 27 કેસનો સામાન્ય વધારો નોંધાયો છે. વિતેલા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના નવા 11017 કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોના ના કારણે વધુ 102 […]

છુહારાવાળું દૂધ પીવાથી કેન્સર, હાર્ટ પ્રોબ્લેમ, કબજિયાત, શરદી-ખાંસીમાં થશે ગજબ લાભ, શરીર બનશે મજબૂત, જાણો અને શેર કરો

છુહારા (ખારેક) ખાવાથી ઘણાં બધાં સ્વાસ્થ્ય લાભ મળે છે. પણ શું તમે જાણો છો કે ખારેક ખાવા કરતાં તેને દૂધમાં નાખીને પીવાથી વધુ ફાયદા મળે છે. ત્યારે કોરોનાના સમયમાં હેલ્ધી રહેવા પીવો આવું દૂધ અને ખાઓ ખારેક. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો છુહારાવાળું દૂધ પીવાથી અનેક […]

ભારતમાં કોરોનાના કારણે થતા મોતનો આંકડો ચિંતાજનક, સરકાર નથી જણાવી રહી સાચા આંકડા: WHOના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથન

ભારતમાં કોરોના વાયરસની બીજી લહેરની તબાહી વચ્ચે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથને દેશમાં સંક્રમણના દર અને મોતોના આંકડાઓને ચિંતાજનક દરજ્જો આપ્યો છે. તેમણે સરકારને આહ્વાન કર્યું છે કે, કોરોના વાયરસથી થઈ રહેલા મોતો અને સંક્રમણના સાચા આંકડા જાહેર કરે. તેમણે કહ્યું કે, ઓગસ્ટ સુધી ભારતમાં 10 લાખ મોત કોરોના સંક્રમણથી થવાનું અનુમાન […]