દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માત: બસ અને બાઇક ધડાકાભેર અથડાતાં એક જ ગામનાં ત્રણ યુવકોના મોત થતાં શોકનો માહોલ છવાયો

દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના આમલી મેનપુર ગામમાં બસ અને મોટરસાયકલ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં મોટરસાયકલ પર સવાર ગામના ત્રણ યુવાનોના કમકમાટી ભર્યાં મોત નીપજતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે. ગામમાં ત્રણ યુવાનોની એકસાથે અર્થી ઉઠતા પરિવાર અને ગામ લોકોએ હૈયાફાટ રૂદન કર્યું હતું. હાલ ધાનપુર પોલીસે અક્સમાત સંબધી ગુનો દાખલ કરી આગળની […]

બનાસકાંઠાથી હચમચાવી દેતી તસવીર સામે આવી: ડીસામાં એક પરિવારે વૃદ્ધાને કચરાના ઢગલામાં રઝળતા મૂકી દીધા, કળિયુગમાં માની મમતા લજવાઈ!

કહેવાય છે ‘મા તે મા બીજા વગડાના વા’ આ કહેવત હવે ઘોર કળિયુગમાં ખોટી સાબિત થઈ રહી છે. આજકાલની પેઢી પોતાના માતા-પિતાને સાચાવવામાં ઉણી ઉતરી છે તેની અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે, ત્યારે બનાસકાંઠાના ડીસામાં એક દર્દનાક અને મનને વિચલિત કરી નાંખે તેવી એક તસવીર સામે આવી છે. આ તસવીર ઘણું બધુ કહી જાય […]

અરવલ્લીમાં શરમજનક ઘટના સામે આવી: મેઘરજમાં પૂજારીએ મિત્રો સાથે મળીને યુવતીનું અપહરણ કરતા ચકચાર મચી

અરવલ્લીના મેઘરજમાં મંદિરના પૂજારી પર અપહરણનો આક્ષેપ લાગ્યો છે. અરવલ્લીના મેઘરજના રાયાવાડા મંદિરના પૂજારી સામે યુવતીના અપહરણનો આક્ષેપ લાગ્યો છે. યુવતીના પિતાએ મેઘરજ પોલીસ મથકે આ અંગે ફરિયાદ નોંધાવી છે. પૂજારી અને તેના મિત્રો યુવતીને લઈ ગયા હોવાનો યુવતીના પિતાએ આરોપ લગાવ્યો છે. ફરિયાદના પગલે પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતીમાન કર્યા છે. અરવલ્લીમાં મુખમાં રામ […]

રાજકોટમાં કલેક્ટર હસ્તકની સરકારી જમીનમાં દેશીદારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાનો વીડિયો સામે આવ્યો, બુટલેગરે કહ્યું- પોલીસને મોટા હપ્તા આપીએ છીએ!

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂબંધીનાં લીરેલીરા ઉડાવતી અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે રાજકોટમાં કાલાવડ રોડ ઉપર ખુદ કલેક્ટર હસ્તકની સરકારી જગ્યાને જ બુટલેગરોએ પોતાનો અડ્ડો બનાવી દીધો છે. અહીં સરાજાહેર દારૂ બનાવવામાં અને વેચવામાં આવતો હોવાનો લાઇવ વીડિયો સામે આવ્યો છે. જેમાં બુટલેગર બોલે છે કે, પોલીસને મોટા હપ્તા આપીએ છીએ. એટલું […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 405 કેસો નોંધાયા, 6 લોકોના કોરોનાથી મોત, 1106 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારી બીજી લહેરનો અંત આવી રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 97.62 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત કોરોનાના 500થી પણ ઓછા કેસ નોંધાઇ રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે ગઇ કાલ કરતા 50 કેસ ઓછા નોઁધાયા છે. આજે કોરોનાનાં નવા 405 કેસ […]

ઉનાળામાં સત્તુનું સેવન કરવાથી મળશે જબરદસ્ત ફાયદા, બીમારીઓથી બચાવવાથી લઈ અનેક સમસ્યાની છે બેસ્ટ દવા, જાણો અને શેર કરો

સત્તુને ઘઉં, ચણાનો અને જવનો લોટ મિક્ષ કરીને બનાવવામાં આવે છે. આ ગરમીમાં એનર્જેટિક રહેવાનો બેસ્ટ સોર્સ છે. જાણો તેના ગજબ ફાયદા. સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે સત્તુ આને ખાલી પેટ લેવું વધુ ફાયદાકારક છે. ગરમીમાં લોકો એનર્જી ડ્રિંક તરીકે પણ આનું સેવન કરે છે. સાથે જ સત્તુ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે લડવામાં પણ […]

લોકડાઉનના કારણે તરબૂચ વેચી ન શકતા ખેડૂતે સૈનિકોને ફ્રીમાં 5 ટન તરબૂચ આપવાની કરી રજૂઆત, પણ સેનાએ તેમની પાસેથી બજાર ભાવે જ ખરીદી લીધા

રાંચી વિશ્વવિદ્યાલયના ગ્રેજ્યુએટ 25 વર્ષીય રંજન કુમાર મહતો કોરોના વાયરસ સંક્રમણના લીધે લાગૂ પ્રતિબંધોના કારણે પોતાના ખેતરમાં ઉગાડેલા તરબૂચ જ્યારે ન વેચી શક્યા તો તેમણે રામગઢ છાવણીના સિખ રેજિમેન્ટ સેન્ટરના સૈનિકોને પાંચ ટન તરબૂચ ફ્રીમાં આપવાની રજૂઆત કરી, પણ સેનાએ તરબૂચ બજારના ભાવે ખરીદી લીધા. રામગઢ સ્થિત સિખ રેજિમેન્ટલ સેન્ટરના કમાન્ડર બ્રિગેડિયર એમ શ્રીકુમાર સહિત […]

ગુજરાતની આ બે મહિલાઓએ રાજસ્થાનમાં પતિ-પત્ની બનીને કર્યા જોરદાર ‘કાંડ’, આવી રીતે ફૂટ્યો ભાંડો

રાજસ્થાનના (Rajasthan) સીકરના દાતારામગઢ પોલીસ સ્ટેશનમાં (Police station) બે મહિલાઓને છેતરપિંડીના (woman accused fraud case) આરોપ હેઠળ પકડવામાં આવી હતી. આ બંને મહિલાઓ પર આરોપ છે કે અનેક લોકો સાથે લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. સૌથી ખાસ બાબત તો એ છે બંને મહિલાઓ હોવાની જાણકારી તેમની ધરપકડ થયા પહેલા કોઈને ન હતી. બંને અહીં ભાડુઆતના […]

રાજકોટમાં વ્યાજખોરના ત્રાસથી પત્ર લખીને પરિવાર ગાયબ થયો, ’13 તારીખ સુધી અમારી ભાળ ન મળે તો મરેલા સમજજો’

રાજકોટ શહેરમાં પ્રદ્યુમન બિલ્ડર ગ્રુપ ફરી એક વખત વિવાદમાં સપડાયો હોવાનું સામે આવ્યું છે. વિજય મકવાણા નામના યુવાન દ્વારા પ્રદ્યુમન બિલ્ડર ગ્રૂપના જે.પી. જાડેજા વિરુદ્ધ પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. પત્રમાં વિજય મકવાણાએ લખ્યું છે કે, અઢી કરોડ તેણે વ્યાજે લીધા હતા. તેના બદલામાં તેને જે પી જાડેજાના નામે પ્રદ્યુમન વિલામાં […]

માતૃભૂમિની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, બનાસકાંઠાના મેમદપુરા ગામમાં શોકનો માહોલ સર્જાયો

મા ભોમની રક્ષા કરતા ગુજરાતનો વધુ સપૂત શહીદ થયો છે. બનાસકાંઠાનો આર્મી જવાન શહીદ થયો હોવાના અહેવાલ મળ્યા છે, જેના કારણે પરિવારજનોમાં કરૂણ આક્રંદ છવાયો છે. બનાસકાંઠાના વડગામના મેમદપુરા ગામમાં હાલ શોકનો માહોલ સર્જાયો છે. ઈન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા વડગામના મેમદપુરનો જવાન જશવંતસિંહ જવાનજી રાઠોડ ફરજ દરમ્યાન જમ્મુ કાશ્મીરમાં શહીદ થયા છે. ઇન્ડિયન આર્મીમાં ફરજ […]