ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 69 કેસો નોંધાયા, 1 લોકોના કોરોનાથી મોત, 208 દર્દીઓએ કોરોનાને માત આપી

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી વેવમાં સતત નવમા દિવસે 100થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 69 નવા કેસ નોંધાયા છે. જે ગઈકાલ કરતાં 7 વધારે છે. અમદાવાદ શહેરમાં જ એક દર્દીનું મોત થયું છે. 114 દિવસ એટલે કે ચાર મહિના બાદ દૈનિક […]

પ્રાચીન સમયમાં એક ગોવાળિયાએ સંતને તપ કરતા જોયા, સંતે જણાવ્યું કે આવું કરવાથી ભગવાનના દર્શન મળે છે, આ સાંભળીને ગોવાળિયાએ કઠોર તપ કરવાનું શરૂ કરી દીધું, ભક્તની આટલી કઠોર તપસ્યાથી ભગવાન ખૂબ જ જલ્દી પ્રસન્ન થઇ ગયાં. જાણો પછી શું થયું?

એક ગોવાળિયો રોજ ગાયને ચરાવવા માટે ગામથી બહાર જંગલમાં જતો હતો. જંગલમાં એક સંતનો આશ્રમ હતો. ત્યાં સંત રોજ તપ, ધ્યાન, મંત્ર જાપ કરતાં હતાં. ગોવાળિયો રોજ સંતને જોતો ત્યારે તેને સમજાતું નહીં કે સંત આવું કરે છે? ગોવાળિયાની ઉંમર ઓછી હતી. સંતના આ કર્મોને સમજવા માટે તે આશ્રમમાં પહોંચ્યો અને સંતને પૂછ્યું કે તમે […]

રોગપ્રતિકારક શક્તિ વધારવાની સાથે સાથે કોળુ કરે છે શરીરનાં ઘણાં દુખાવા દૂર, કોળું ખાવાના ફાયદા જાણો અને શેર કરો

ગુજરાતમાં કોળું ખાવાની વાત સાંભળી ઘણા લોકો સંકોચ અનુભવે છે. પરંતુ કોળું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. કોળામાં રહેલા પોષક તત્વોના કારણે તેને ખોરાકમાં સામેલ કરવું જોઇએ. શરદી ઉધરસ સમયે કોળું ખાવાથી રાહત થાય છે કોળામાં રહેલા વિટામીન એ, કેરોટીન, ઝેન્થાઇન અને ઝેક્સેન્થિન સંક્રમણ સામે લડવા, ઇમ્યુનિટી વધારવા અને ઝડપથી રિકવર થવા મદદ કરે છે. તેમાં […]

પોલીસ જવાને દેખાડી ઈમાનદારી: રેલવે સ્ટેશન પર 1 લાખ રૂપિયા ભરેલી બેગ ભૂલી ગયો મજૂર, કોન્સ્ટેબલે મજૂરને પરત કરી

દિલ્હી પોલીસના એક કોન્સ્ટેબલે પોતાની પ્રામાણિકતા અને સમજણ બતાવતાં 53 વર્ષીય મજૂરની મહેનતની કમાણી બરબાદ થવાથી બચાવી હતી. ઉત્તર-પશ્ચિમ દિલ્હીમાં શકુર બસ્તીમાં રહેતા વિજય કુમારે 30 જૂને તેના બેંક ખાતામાંથી એક લાખ રૂપિયા ઉપાડ્યા હતા. ત્યાર બાદ તેણે 55 કિલો રાશન ખરીદ્યા બાદ ઉત્તર પ્રદેશના ખુર્જામાં તેના વતન જવા માટે શિવાજી બ્રિજ રેલ્વે સ્ટેશન પહોંચ્યો […]

માંગરોળના ઢેલાણા ગામે પરિણીતાના માથે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઘાતકી હત્યા, બે સંતાનોએ માતા ગુમાવી, હત્યાનું કારણ અકબંધ

જૂનાગઢ (Junagadh) જિલ્લાના માંગરોળ (Mangrol) તાલુકાના ઢેલાણા (Dhelana Village) ગામે ખૂની ખેલ (Murder) ખેલાયો હતો. માંગરોળના ઢેલાણા ગામે 45 વર્ષીય એક પરિણીતાની (Woman) ઘાતકી હત્યા કરાયેલા હાલતમાં લાશ મળી આવી હતી. નાનકડાં એવા ગામમાં ઘરમાં જ મહિલાની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે ઘટના સ્થળે જઈને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો […]

વલસાડમાં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીને ફસાવી, યુવકની પત્ની પણ ષડયંત્રમાં હતી સામેલ, પોલીસે બંનેની ધરપકડ કરી

વલસાડ જિલ્લામાં ફરી એક વખત એક વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી અને એક યુવતીને ફસાવી લગ્નની લાલચ આપી અને અનેક વખત દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ વલસાડ પોલીસ સ્ટેશનમાં નોંધાતા ચકચાર મચી ગઈ છે. મહત્વપૂર્ણ છે કે છેલ્લા કેટલાક સમયથી દેશભરમાં ધર્માંતરણ અને લવ જેહાદ જેવા મુદ્દાઓ વધારે ચર્ચાસ્પદ બની રહ્યા છે. આથી ફરિયાદને ગંભીરતાથી […]

સુરતીઓ વળ્યા ઇ-કાર તરફ: 10 જ દિવસમાં બેટરીવાળી 100 કાર વેચાઈ, 2 માસનું વેઇટિંગ, સરકારની સબસિડીનો લાભ મળતાં ઇ-વાહનનો ટ્રેન્ડ વધ્યો

સુરતમાં ઇ-કાર, એટલે કે બેટરીવાળી કારનો ક્રેઝ વધ્યો છે. માત્ર 10 જ દિવસમાં 100 જેટલી કારનું બુકિંગ થઈ ગયું છે. 22મી જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિકલ વ્હીકલ પોલિસી જાહેર કરી છે, જેમાં બાઈક પર 20 હજાર, થ્રી-વ્હીલર પર 50 હજાર અને ફોર-વ્હીલર 1.50 લાખ રૂપિયાની સબસિડી જાહેર કરી છે, જ્યારે તેમનું આરટીઓ રજિસ્ટ્રેશન પણ […]

ત્રણ વર્ષના માસૂમે બચાવ્યો પ્રેગ્નેન્ટ માતા અને દૂધ પીતા ભાઈનો જીવ, માતા બેભાન થતાં પોલીસ પાસે દોડી ગયો, બોલી ન શકતા ઈશારાથી વાત જણાવી

માતાની મમતાના અનેક કિસ્સા તમે સાંભળ્યા હશે, પરંતુ આજે અમે તમને જે વાત જણાવી રહ્યા છીએ તે જરા હટકે છે. ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના મુરાદાબાદ (Moradabad) રેલવે સ્ટેશન પર બનેલો આ બનાવ ભાવુક કરી દે તેવો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં ત્રણ વર્ષના માસૂમ બાળકને હીરો બતાવવામાં આવી રહ્યો છે. આ […]

હવે તો વાલીઓ તરફ જુઓ: કેટલીક સ્કૂલોએ પ્રથમ સત્રની તો કેટલીક સ્કૂલોએ 3 મહિનાની ફી ઊઘરાવી, સંચાલકોને વહાલી થવા સરકાર પરિપત્ર જાહેર કરતી નથી

કોરોના મહામારીને કારણે રાજ્યમાં સવા વર્ષથી સ્કૂલો બંધ છે, જેને પગલે હાલ ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. કોરોનાને કારણે લોકોની આર્થિક સ્થિતિ કથળી ગઈ છે, જેને કારણે ગત વર્ષની જેમ આ વર્ષે પણ સ્કૂલ ફીમાં 25 ટકા ઘટાડો કરવાની શિક્ષણમંત્રીએ જાહેરાત કરી છે. શિક્ષણમંત્રીની જાહેરાત માત્ર જાહેરાત પૂરતી જ રહી છે, હજુ સુધી 25 […]

ગૌતમ બુદ્ધ પ્રવચન આપી રહ્યાં હતાં, એક વ્યક્તિએ તેમની વાતો સારી ન લાગી, તે ક્રોધિત થઈ ગયો અને તેને બુદ્ધને અપમાનજનક વાતો કહી દીધી, ક્રોધી માણસ બુદ્ધને શાંત જોઈને વધુ ક્રોધિત થઈ ગયો. જાણો પછી શું થયું?

બૌદ્ધ ધર્મના સંસ્થાપક ગૌતમ બુદ્ધના જીવનના અનેક એવા પ્રસંગો છે, જેમાં સુખી જીવનના સૂત્ર છુપાયેલાં છે. આ સૂત્રોને જીવનમાં ઊતારી લેવામાં આવે તો આપણી અનેક પરેશાનીઓ દૂર થઈ શકે છે. અહીં જાણો બુદ્ધનો એક એવો જ પ્રસંગ, જેમાં એક વ્યક્તિએ તેમનું અપમાન કર્યું હતું. પ્રચલિત કથા પ્રમાણે ભગવાન બુદ્ધ કોઈ ગામમાં ઉપદેશ આપી રહ્યાં હતાં. […]