પેટમાં દુઃખે તો તરત જ કરો આ ઘરગથ્થુ ઉપાય, દવા વિના જ મટી જશે દુખાવો, ખાવા પીવામાં રાખો ખાસ ધ્યાન. જાણો અને શેર કરો

અત્યારે ચોમાસામાં પેટ અને પાચનની સમસ્યાઓ ખૂબ જ વધી જાય છે. ખોધેલો ખોરાક બરાબર પચતો ન હોવાથી કે પછી આચરકુચર ખાવાથી ઘણાં લોકોને પેટમાં દુખાવો થાય છે અને તે વધી જાય છે. તો આ સમસ્યા માટે બેસ્ટ ઉપાય જાણી લો. ઘરેલૂ ઉપાયોથી દવા વિના મટાડો પેટનો દુખાવો પેટમાં દુખાવાની સમસ્યા ગમે ત્યારે થઈ શકે છે. […]

રાજકોટના ભીચરીમાં ઘરકંકાસમાં સગર્ભાએ એસિડ પી જિંદગી ટૂંકાવી, ગર્ભમાં રહેલાં બે બાળકોનાં પણ મોત, બનેવીએ એસિડ પીવડાવી દીધાનો સાળાનો આક્ષેપ

રાજકોટના ભીચરી અમરગઢ ગામે રહેતી જીવુબેન સોલંકીએ ગઇકાલે એસિડ પી જતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, પરંતુ મોડી રાતે મહિલાએ સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. પતિ વસંતે કહ્યું હતું કે ઘરમાં ક્લેશ થતાં પત્નીએ આ પગલું ભર્યું હતું. બીજી તરફ, જીવુબેનનાં ભાઇ-ભાભીએ આક્ષેપ કર્યો છે કે પતિનો ત્રાસ હતો, એસિડ […]

નડિયાદમાં ટ્રાફિક પોલીસની દાદાગીરીનો વિડીયો વાયરલ, લારીવાળાને દંડાથી ફટકારી માર માર્યો

કોરોનાની મહામારી વચ્ચે લોકોને માસ્કના દંડને લઇને પોલીસકર્મીઓ સાથે ઝઘડાઓ કે, પછી ઘર્ષણ થતું હોવાની ઘટનાઓ અવાર-નવાર સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં પણ પોલીસ પર હુમલાઓ થયા હોવાની ઘટના સામે આવે છે. તો કેટલાક કિસ્સામાં પોલીસે લોકોને માર માર્યો હોવાની ઘટના સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. પોલીસ લારીવાળા […]

દાહોદના નાનકડા ગામના મજૂરીકામ કરતા પરિવારનો દીકરો IIT ખડગપુરમાં ભણશે, શ્રમિક આદિવાસી દંપતીના દીકરાની મહેનત રંગ લાવી

આજની ફાઇવ સ્ટાર શાળાઓ કે ટ્યુશન ક્લાસીસની વૈભવી ઇમારતોમાં સુવાક્યો વાાંચવા મળતા નથી. આવા સુવાક્યો હવે સરકારી શાળાઓની દિવાાલો પૂરતા જ મર્યાદિત થઇ ગયા છે. જેમ કે પુરુષાર્થ વિના પ્રારબ્ધ પાંગળુ છે તે સુવાક્ય તમામ શાળાઓમાં સામાન્ય છે. ત્યારે આ જ સુવાક્યને એક ગરીબ અને શ્રમિક પરિવારના ફરજંદે સિધ્ધ કરી બતાવ્યુ છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા […]

આડાસંબંધની આડમાં માસૂમનો ભોગ: માતા અને કાકાના આડા સંબંધને દીકરો જોઇ જતા ઠંડા કલેજે પતાવી દીધો, લાશને કરી સગેવગે

ગુનેગાર ગમે તેટલું છુપાવે પરંતુ પાપ છાપરે ચડીને પોકારે, એ ઉક્તિ ફરી વાર સાચી પુરવાર થઈ છે. વિરમગામ તાલુકાના જાલમપુર ગામમાં કોઈ ક્રાઇમ થ્રિલર ફિલ્મની પટકથા જેવી ઘટનાનો અઢી વર્ષ પછી પર્દાફાશ થયો છે. સપ્ટેમ્બર, 2018માં ગુમ થયેલા 6 વર્ષના માસૂમ બાળકની તેની જ માતાએ દિયર સાથે મળીને ઠંડા કલેજે હત્યા કરી મૃતદેહ સગેવગે કર્યો […]

વડોદરામાં ફુલ સ્પીડે આવતી જીપે મોપેડને અડફેટે લેતા 7 વર્ષના માસુમ બાળકનું મોત

વડોદરામાં (Vadodara) નબીરાઓ બેફામ બન્યા છે. હજુ તો અમદાવાદ શિવરંજની હીટ એન્ડ રનની (Shivranjani Hit and Run) શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યમાં વધુ એક ઘટના ઘટી છે. વડોદરા શહેરમાં બેફામ બનેલા નબીરાઓએ એક બાળકનો ભોગ લઈ લીધો છે. શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં જીપની (Jeep) ટક્કરે મોપેડ પર સવાર બાળકનું (Death of Children) કરૂણ મોત થયું […]

ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો: આજે કોરોનાનાં 70 કેસો નોંધાયા, 2 લોકોના કોરોનાથી મોત, 128 દર્દીઓએ કોરોનાને માત આપી

ગુજરાતમાં કોરોના મહામારીના કેસ સતત ઘટી રહ્યા છે અને રિકવરી રેટ પણ હવે 98.48 ટકાએ પહોંચી ગયો છે. ગુજરાતમાં સતત 100થી પણ ઓછા કેસ નોંધાય રહ્યા છે જે એક રાહતભર્યા સમાચાર છે. આજે કોરોનાનાં નવા 70 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી તરફ રાજ્યમાં કોરોનાના કારણે આજે વધુ 2 દર્દીના મોત નીપજ્યા છે. અમદાવાદ અને જૂનાગઢમાં […]

એક્યુપ્રેશર અને એક્યુપંક્ચરમાં શું તફાવત છે? આરોગ્ય માટે ખુબ જ ફાયદા છે એક્યુપ્રેશર, જાણો અને શેર કરો

એક્યુપ્રેશર અને એક્યુપંક્ચર શબ્દ આપણે ક્યારેકને ક્યારેક તો સાંભળ્યા હશે. આ બંનેનો ઉપયોગ તબીબી જગતમાં ખૂબ વ્યાપક થાય છે. જોકે, આ બંને વચ્ચે શું તફાવત છે? બંનેના પ્રયોગની પદ્ધતિ અને ઉપચાર કેટલો અલગ છે? તે અંગે મોટા ભાગના લોકોને ખબર નથી. હેલ્થસાઇટના મત મુજબ, આ બંને પદ્ધતિઓ પરંપરાગત ચીની ચિકિત્સા પદ્ધતિમાંથી આવી છે. જ્યાં તેનો […]

12 પાસ અમદાવાદીએ 40 દેશોના લોકોને છેતરીને રુ.5 કરોડ ઊડાવ્યા, 100 દિવસમાં જે કર્યું તે જોઈને સાયબર સેલના નિષ્ણાંતો પણ મોઢામાં આંગળા નાખી ગયા

અમદાવાદઃ ફક્ત 12 ધોરણ પાસ હર્ષવર્ધન પરમારને જોઈને કોઈ એમ ન કહી શકે કે આ ભેજાબાજે 40 જેટલા દેશોના કુલ 25000 લોકો સાથે છેતરપીંડી આચરીને આશેર રુ. 5 કરોડની કિંમતની વસ્તુઓ ખરીદી તેને સ્થાનિક માર્કેટમાં વેચી નાખી છે. આ સામાન્ય ભણેલા વ્યક્તિએ મોટા મોટા ખેરખાંને ચકરાવે ચડાવી દે તેવું ઓનલાઈન કૌભાંડ આચર્યું છે. છે. આલીશાન […]

સુરત છો઼ડીને ફરાર થઈ ગયેલ ફિલ્મોના ડોન જેવો કુખ્યાત લાલુ જાલિમ UPથી પકડાયો, ગુજસીટોકના કેસમાં હતો ફરાર

ગુજસીટોક (GujCTOC)હેઠળ ગુનો નોંધાયા બાદ ફરાર થઈ ગયેલા અમરોલીમાં માથાભારે લાલુ જાલિમને (LaLu Jalim) ઝડપી પાડવામાં આખરે પોલીસને સફળતા મળી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઉત્તરપ્રદેશના બનારસ ખાતેથી લાલુ જાલિમને પકડી પાડી સુરત લઈને આવી છે.     સુત્રોના જણાવ્યા મુજબ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શહેરમાં સક્રિય ગેંગનો સફાયો કરવા માટે રાજય સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલા આતંકવાદ […]