વડોદરામાં ફુલ સ્પીડે આવતી જીપે મોપેડને અડફેટે લેતા 7 વર્ષના માસુમ બાળકનું મોત

વડોદરામાં (Vadodara) નબીરાઓ બેફામ બન્યા છે. હજુ તો અમદાવાદ શિવરંજની હીટ એન્ડ રનની (Shivranjani Hit and Run) શાહી સુકાઈ નથી ત્યાં રાજ્યમાં વધુ એક ઘટના ઘટી છે. વડોદરા શહેરમાં બેફામ બનેલા નબીરાઓએ એક બાળકનો ભોગ લઈ લીધો છે. શહેરના માંજલપુર (Manjalpur) વિસ્તારમાં જીપની (Jeep) ટક્કરે મોપેડ પર સવાર બાળકનું (Death of Children) કરૂણ મોત થયું છે. બ્લેક કલરની વિકૃત રીતે મોડીફાઇડ થયેલી જીપનો અકસ્માત એટલો ગંભીર હતો કે જીપ ડિવાઇડરને ચીરીને તેની વચ્ચોવચ આવી ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

બનાવની વિગતો એવી છે કે માંજલપુરના મંગલેશ્વર મહાદેવ-સ્મશાન રોડ પર મોડિફાઇડ કરેલી જીપની ટક્કર વાગતા એક સાત વર્ષના માસુમ બાળકનું મોત થયું હતું. આ બાળક ટ્યૂશન સમાપ્ત કરી અને ભાઈ-બહેન સાથે મોપેડ પર ઘરે જઈ રહ્યો હતો.

દરમિયાનમાં ત્યાંથી પસાર થઈ રહેલી એક વિકૃત જીપના ચાલકે ટક્કર મારી હતી. જીપ એટલી બેકાબૂ હતી કે તે ડિવાઇડર ચીરીને વચ્ચોવચ આવી ગઈ હતી જ્યારે ટક્કર વાગતાની સાથે સ્કૂટર પર બેસેલો કવિશ પટેલ નીચે પટકાયો હતો.

આસપાસના લોકોએ અકસ્માતનો ભોગ બનનારા ભાઈ બહેનને હૉસ્પિટલે ખસેડ્યા હતા જ્યાં આ બાળકને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યા મુજબ જીપનો ચાલક નશામાં હતો. વિકૃત પ્રકારે મોડિફાઇડ થયેલી આ બ્લેક કલરની જીપના ટાયરથી લઈને ડિઝાઇનને આરટીઓ પાસ કરતું નથી. આ પ્રકારના વાહનો ગેરકાયદેસર હંકારાતા હોય આરટીઓની કામગીરી પર પણ સવાલ સર્જાઈ રહ્યા છે.

પોતાની જીપર પર મોટા ઉપાડે ‘સેવ ધી એનિમલ્સ’ના લોગો ઠપકારનાર આ ચાલકે પ્રાણીઓને બચાવ્યા છે કે નહીં તેની તો ખબર નથી પરંતુ એક નિર્દોષ માસુમ બાળકનો ભોગ લઈ લીધો છે. ઘટનાના પગલે વડોદરા શહેરમાં જીપ ચાલક પર ફિટકારની લાગણીઓ વર્ષી રહી છે.

જોકે, હજુ સુધી આ મામલે માંજલપુર પોલીસે જીપ ચાલકને શોધીને તેની સામે કાર્યવાહી કરી હોવાની કોઈ વિગતો સાંપડી રહી નથી ત્યારે પોલીસ તંત્ર અને ટ્રાફિક વિભાગ પર પણ સવાલો થઈ રહ્યા છે. કોઈ નિર્દોષ બાળકનો ભોગ લેવાતા શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોવાનો ગણગણાટ સ્થાનિકોના મોઢે ચઢ્યો હતો.”

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો