ગુજરાતમાં આ ગામના ખેડૂતો કરે છે લીંબુની ખેતી, ઉનાળા દરમિયાન અહીંના લીંબુની હોય છે વધારે માગ, ખેડૂતોને થાય છે તગડી કમાણી

તમને યાદ હોય તો થોડાક સમય પહેલા જાણીતી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં જેઠાલાલ સોસાયટીના લોકોને લીંબુની થેલીઓ આપતા દર્શાવવામાં આવ્યા હતા. જે લીંબુ મહેસાણાના હોવાનું પણ જેઠાલાલ કહી રહ્યાં હતા. ત્યારે આજે અમે અહીં એ જ મહેસાણાના પ્રખ્યાત લીંબુ અંગે તમને જણાવી રહ્યાં છીએ.

‘જેઠાલાલ’ પણ કરી ચૂક્યા છે અહીંના લીંબુના વખાણ

મહેસાણાના આ ગામમાં 80 ટકા લોકો કરે છે લીંબુની ખેતી

મહેસાણા જિલ્લાના ઉંઝાથી અંદાજે 10 કિ.મી. દુર કહોડા નામનું ગામ આવેલું છે. જ્યાં ગામના અંદાજીત 80થી 90 ટકા લોકો લીંબુની ખેતી કરે છે અને તેમાંથી જ તેઓ અઢળક કમાણી પણ કરે છે. ઉનાળા પહેલા ખેડૂતોને આ લીંબુની ખેતીમાંથી એક કીલોએ 25 રૂપિયા મળતા હોય છે, પરંતુ એકવાર ઉનાળાની ઋતુ જામી જાય ત્યારે તેમને લીંબુના ભાવ કીલો દીઠ 50થી70 રૂપિયા મળે છે.

શા માટે જાણીતા છે અહીંના લીંબુ

અન્ય લીંબુની સરખામણીએ કહોડા ગામના લીંબુ વધારે રસદાર અને લાંબા સમય સુધી ટકી રહે તેવા હોય છે. એક ખેડૂત લીંબુની ખેતી કરે તો તેમને અહીં વીઘે 40 હજાર રૂપિયા સુધીની કમાણી થાય છે. સિઝન ન હોય ત્યારે છ હજાર અને સિઝન દરમિયાન 70 હજાર કીલો લીંબુનું વેચાણ અહીંના ખેડૂતો દ્વારા કરવામાં આવે છે. એટલું જ નહીં અહીંના લીંબુને પેકિંગ કરીને ગુજરાતની બહાર પણ મોકલવામાં આવે છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો