દુનિયાનો એક એવો દેશ કે જેની જેલમાં નથી એક પણ કેદી, તમામ જેલ થશે બંધ

દુનિયામાં દિવસેને દિવસે અપરાધમાં વધારો થઇ રહ્યો છે. કેટલાક દેશમાં તો અપરાધ એટલી હદે વધી ગયો છે કે આરોપીઓને રાખવા માટે જેલ નાની પડી રહીં છે, પરંતુ યૂરોપમાં એક એવો દેશ છે કે જ્યાં આરોપીની અછતના કારણે જેલ પ્રશાસન દ્વારા જેલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષથી તો અહીં એકપણ આરોપી નથી.

આ સાંભળીને તમને નવાઇ જ લાગશે કે એવો તો કેવો દેશ કે જ્યાં એકપણ આરોપી નથી અને તેના કારણે જેલને બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તો તમને જણાવી દઇએ કે અમે વાત કરી રહ્યા છીએ પશ્ચિમ યૂરોપના દેશ નેધરલેન્ડની, કે જ્યાં ઘટતા જતા અપરાધને કારણે જેલ બંધ થવા જઇ રહીં છે. આ જેલ બંધ થવાથી એક રીતે તો દેશ માટે સારી બાબત છે કે ત્યાંનો અપરાધ દર દિવસેને દિવસે ઘટી રહ્યો છે, પરંતુ તેની સીધી અસર જેલના કારણે રોજગારી મેળવી રહેલા લોકો પર પડી રહીં છે.

વિશ્વનો સૌથી સુરક્ષિત દેશ છે નેધરલેન્ડ, એક સિસ્ટમને કારણે ક્રાઇમ દરમાં થયો ઘટાડો

નેધરલેન્ડની જેલમાં નથી કોઇ કેદી

નેધરલેન્ડની વસ્તી આશરે 1 કરોડ 71 લાખ છે. 2016માં આ દેશમાં 19 કેદી હતા. 2018માં અહી કોઇ કેદી નહતો. અહીની જેલ સુમસામ પડી હતી. નેધરલેન્ડની સરકાર અનુસાર, આગામી 5 વર્ષમાં ક્રાઇમમાં 0.9 ટકાનો ઘટાડો આવશે અને જેલને બંધ કરી દેવામાં આવશે. નેધરલેન્ડ સૌથી સુરક્ષિત દેશમાંથી એક છે. જેલ બંધ થતા 2 હજાર લોકોની નોકરી ખતરામાં છે. સરકારે 700 લોકોને બીજા વિભાગમાં બદલીની નોટીસ આપી છે જ્યારે 1300 કર્મચારીઓ માટે નોકરી શોધવામાં આવી રહી છે.

આ સિસ્ટમને કારણે નથી થતો કોઇ ક્રાઇમ

આ દેશમાં ઇલેકટ્રોનિક એન્કલ મોનિટરિંગ સિસ્ટમ છે, જે કેદીઓને પહેરાવવામાં આવે છે. કેદીઓને સરહદની અંદર રહેવાના આદેશ આપવામાં આવે છે, કેદીના પગમાં તેને પહેરાવવામાં આવે છે, કેદીએ ઘરમાં બંધક બનીને રહેવુ પડે છે અને જો તે બહાર નીકળે છે તો તેનું લોકેશન ટ્રેસ થઇ જાય છે. આ ડિવાઇસ એક રેડિયો ફ્રીકવન્સી સિંગ્નલ મોકલે છે અને પોલીસને તેની સૂચના મળી જાય છે. આ સિસ્ટમથી ક્રાઇમ દર ઓછો થઇ ગયો છે અને જેલને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નેધરલેન્ડમાં કેટલીક જેલ બંધ થઇ ગઇ છે. 2016માં એમ્સ્ટર્ડેમ અને બિઝલ્મબર્જની જેલ બંધ થઇ ચુકી છે. અહી આશરે 1 હજાર શરણાર્થીઓને રાખવામાં આવ્યા છે. અહી સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ખોલવામાં આવ્યુ છે. અહી નવા સ્ટાર્ટઅપ, સ્કૂલ અને કોફીની દુકાન પણ ખોલવામાં આવી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો