કોડીનારના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવી અઢી વીઘામાં કેળાની ખેતી કરી, પહેલા વર્ષે જ આવ્યો 25 ટનનો મબલખ ઉતારો

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થવા લાગી છે. પરંતુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તો તેના પરિણામો કેવા મળી શકે તે કોડીનારના દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ પોતાની અઢી વીઘા જમીનમાં ગૌમુત્ર અને દેશી ખાતરના ઉપયોગથી કેળાની ખેતી રહ્યા છે. તેમની ધારણા હતી કે કેળાના એક ઝાડ દીઠ 20 કિલો ઉત્પાદન આવશે પરંતુ 35થી 40 કિલોનું ઉત્પાદન થતા આવક બમણી થઇ ગઇ છે. પહેલા વર્ષે જ તેઓએ 25 ટન કેળાનું ઉત્પાદન મેળવ્યું હતું. આ ઝેરમુક્ત કેળાનો માર્કેટમાં ભાવ પણ સારો મળી રહ્યો છે.

એક વીઘામાં 800 કેળના ઝાડ

થોડા સમય પહેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના અધ્યક્ષસ્થાને ગીર સોમનાથમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ હતી. જેમાં કોડીનાર તાલુકાના દેવળી ગામના જીતુભાઈ સોલંકીના મોડલ ફાર્મમાં કેળાનું નોંધપાત્ર ઉત્પાદન થતા અન્ય ખેડૂતો પણ કેળાની ખેતી તરફ પ્રેરિત થયા છે. જીતુભાઈ અન્ય ખેડૂતોને કેળાની ખેતીમાં મળેલી સફળતા અંગે માર્ગદર્શન આપી રહ્યા છે. જીતુભાઈ જણાવ્યું હતું કે, તેમણે રોણાજ ગામ પાસે ખેતીની જમીન છે તેમાં અઢી વીઘામાં કેળનું વાવેતર કર્યું છે. એક વીઘામાં 800 કેળના ઝાડ થયા છે. અને બીજા વર્ષે પાકમાં 2 છોડ ઉગી રહ્યા છે. પ્રથમ વર્ષે 25 ટન કેળાનો ગીર ગાય આધારિત ખેતીથી ઉતારો આવ્યો છે. બીજા વર્ષે જમીન વધુ ફળદ્રુપ થતા કેળાનું ઉત્પાદન બમણું થયું છે.

અમુક ઝાડમાં તો 50 કિલોની લુમો જોવા મળી રહી છે

પ્રથમ વર્ષે 2થી અઢી લાખના કેળાનું વેચાણ થઈ ચૂક્યું છે. બીજાના કેળાના ભાવ 20 કિલોગ્રામના 160થી 180 આવતા હોય છે ત્યારે તેમણે ખેતરમાં જ વેપારીઓ દ્વારા રૂા.250થી વધુ ભાવ મળે છે. જીતુભાઈ કહે છે કે, પ્રાકૃતિક ખેતીને લીધે જમીન વધુ ફળદ્રુપ થતા કેળના ઝાડ દીઠ 20 કિલો કેળાના ઉત્પાદનની ધારણા હતી જે વધીને સરેરાશ 35 કિલો સુધી પહોંચી છે. આમ ઉત્પાદન સ્વભાવિક રીતે જ બમણું થયું છે. અમુક ઝાડ પર તો 50 કિલોની લુમો હાલ આ જ ફાર્મમાં જોવા મળે છે. જે પ્રાકૃતિક ખેતીથી ઝેરમુક્ત કેળા સમાજને આપવાની દિશામાં મહત્વનું યોગદાન છે. તેઓએ મુખ્યમંત્રીને ગુજરાતમાં પ્રાકૃતિક ખેતી તરફ વધુ ખેડૂતો જોડાય તે માટે ખેતી તંત્રને માર્ગદર્શન આપી રહ્યા છે. તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી ખેતીવાડી વિભાગ દ્વારા પણ પ્રોત્સાહિત કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું. જીતુભાઈની સાથે તેના પિતા અને અન્ય પરિવારજનો પણ ગીર ગાયો રાખી પશુપાલન પણ સારી રીતે કરે છે.

પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો