બારડોલીના ખેડૂત ઇશ્વરભાઇ પટેલની અનોખી સિદ્ધિ, વેલા ઉપર ઉગાડ્યાં બટાકા

શું તમે કોઇ વેલા પર ઉગેલા બટાકા જોયા છે? તમને માનવામાં પણ નહીં આવે કે સુરતના બારડોલીમાં રહેતા એક વ્યક્તિએ પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડીને ખેતી કરી છે. નવાઇની વાત એ છે કે આ બટાકા ડાયાબીટીશના દર્દીઓ પણ ખાઇ શકે છે.

સુરતના બારડોલીમાં રહેતા ઇશ્વરભાઇ પટેલ નિવૃત કર્મચારી છે. જેઓ નિવૃત બાદ પોતાના ખેતીના શોખને પુરો કરે છે. ખેતીમાં સતત નવું નવું સંશોધન કરવાની ઇચ્છા ધરાવતા ઇશ્વરભાઇએ એક એવી સફળતા મેળવી કે તે સમગ્ર બારડોલી અને આસપાસના વિસ્તારમાં ચર્ચામાં આવી ગયા છે. તેમણે પોતાના ઘરે વેલા ઉપર બટાકા ઉગાડ્યા છે. આ બટાકાની વિષેશતા એ છે કે તે ડાયાબીટીશના દર્દીઓને પણ ઉપયોગી બની શકે છે. પહેલા તેમણે ઉગાડેલા બટાકા ઉપર હજી પણ રિસર્ચ કરી રહ્યા છે. અને તેને મોટાપાયે ઉગાડી શકાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે.

બારડોલીના મધ્યમાં આવેલી કપિલ નગરમાં રહેતા ઈશ્વરભાઈ પટેલ જે હાલ સરકારી નિવૃત કર્મચારી છે. જણે પોતાના કુશળ ખેતીના વિચારથી પોતાના જ વાળાનો સારો એવો ખેતી માટે ઉપયોગ કરી શાકભાજીનો રાજા એવા બટાકાને વેલા પર ઉછેરીવામાં સફળતા મળી છે. આમતો બટેકા કંદ મૂળ કેવાઈ છે જે જમીનની અંદર તેનો પાક લેવામાં આવે છે.

પરંતુ બારડોલીના ઈશ્વરભાઈ પટેલ દ્વારા પ્રથમ વખત વેલા પર બટેકાની ખેતી કરી આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યું છે. સાથે સાથે ઈશ્વરભાઈ પોતાના વાળામાં લીલી ચા, લિબુ, લીલા અંજીરની પણ ખેતી કરી છે. મહત્વની વાત એ છે કે જમીનમાં થયેલા બટેકા સુગરના દર્દી આરોગી શકતા નથી. પણ વેલા પર ઉછેર થયેલા બટેકા સુગરના દર્દી માટે ઔષધી રૂપ ગણાય છે. જેના હેતુથી ઇશ્વરભાઈ આ બટેકાની વેલા પર ખેતી કરી છે.

જેમ જેમ ઇશ્વરભાઇની સિદ્ધીની વાત બાર઼ડોલીના લોકોને ખબર પડવા લાગી તેમ બધા કુતુહલવશ પણ વાડાની મુલાકાત લેવા લાગ્યા છે. તો કેટલાંક ખેડૂતો પણ પ્રત્યક્ષ મુલાકાત કરીને વેલા પર ઉગેલા બટાકાને જોઇન દંગ રહી ગયા છે.

ત્યારે બારડોલી ખેડૂત સમાજના મંત્રીએ તેમના સાથીદારો સાથે મુલાકાત લીધી અને સાંભળેલી વાત પ્રત્યક્ષ જોઇને ખુશ થઇ ગયા છે. હવે આ પદ્ધતિ ગામમાં અન્ય સ્થળોએ પર બટાકા ઉગાડવામાં આવે તેવું તે ઈચ્છી રહ્યા છે.

(કેતન પટેલ, બારડોલી)

 

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો