Browsing category

સમાચાર

રામ મંદિરમાં બનશે સોનાનું ગર્ભગૃહ, આ ટ્રસ્ટે આપ્યો 2 કરોડનો ચેક, હજુ આપશે 8 કરોડ

અયોધ્યામાં રામ મંદિરના ટ્રસ્ટના નિર્માણ સાથે જ મહાવીર મંદિર ટ્રસ્ટના સચિવ કિશોર કૃણાલ 2 કરોડ રૂપિયાનો ચેક લઈ અયોધ્યા પહોંચી ગયા છે. કિશોર કૃણાલે કહ્યું હતું કે, મંદિર બનવામાં સમય લાગશે પરંતુ પહેલા ગર્ભગૃહનું નિર્માણ થઇ જવું જોઇએ જેથી લાંબા સમયથી ટેન્ટમાં રહેતા ભગવાન રામને અહીં સ્થાપિત કરી શકાય. આ સિવાય કિશોર કૃણાલે કહ્યું હતું […]

હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય, જાણો, કઇ-કઇ વસ્તુઓનો ઉપયોગ આર્યુવેદ ચિકિત્સા તરીકે કરી શકાય

કેન્સરની સારવાર માટે અનેક એલોપેથી પદ્ધતિ ઉપલબ્ધ છે. વૈકલ્પિક ચિકિત્સાથી પણ કેન્સર સામે રક્ષણ મેળવી શકાય છે. હળદરનું સેવન કરવાથી કેન્સરથી બચી શકાય છે અને તેનાથી સારવાર પણ કરી શકાય છે. શ્રી ચિત્રા તિરુનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર મેડિકલ સાયન્સ એન્ડ ટેક્નોલોજી અને ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલાં રિસર્ચમાં હળદરથી કેન્સરની સારવારની પદ્ધતિને […]

‘તારક મહેતા…’ શોના સૌથી પીઢ સદસ્યના મોતથી ચકચાર, આખી ટીમ સેટ પર ચોધાર આંસુએ રડી!

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ અને નીલા ટેલિફિલ્મ સાથે લાંબા સમયથી જોડાયેલા મેકઅપ આર્ટિસ્ટ આનંદ પરમારનું નિધન થયું છે. હાલ શોના સેટ પર દુ:ખનો માહોલ છવાયેલો છે. આનંદ પરમારનું નિધન થતાં આખી ટીમ આઘાતમાં છે. મળતી માહિતી પ્રમાણે છેલ્લા 10 દિવસથી આનંદ પરમાર બીમાર હતા. શનિવારે એટલે કે 8 ફેબ્રુઆરીના રોજ આનંદ પરમારનું નિધન થયું. […]

નાગરિકતા સુધારા કાયદો ભારતમાં જન્મેલા મુસ્લિમો વિરુદ્ધ નથી, છતાં તેનો વિરોધ કેમ થાય છે : રાજ ઠાકરે

નાગરિકતા સુધારા કાયદા (CAA) અને નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ (NRC)ના વિરોધમાં દેશભરમાં થયેલા પ્રદર્શનોની ટીકા કરીને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના ચીફ રાજ ઠાકરેએ કહ્યું છે કે આ કાયદો ભારતમાં જન્મેલા મુસલમાનો વિરુદ્ધ નથી તે છતાં શા માટે એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે એ સમજાતું નથી. આ લોકો કોને તાકાત દેખાડી રહ્યા છે? જો હવે […]

રાજસ્થાન બોર્ડર પર ફરજ બજાવતા નર્મદાના આંબલી ગામના સૈનિકનું અકસ્માતમાં મૃત્યુ થતા રાજપીપળામાં અંતિમ યાત્રા નીકળી

નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના આંબલી ગામે રહેતો યોગેશ પુનિયા વસાવા દેશની બોર્ડર પર રાજસ્થાન ખાતે ફરજ બજાવતો હતો. થોડા સમય પહેલા તે પોતાના ગામ આંબલીમાં સામાજિક પ્રસંગમાં ભાગ લેવા રજા લઈને આવ્યો હતો. રજા પુરી કરીને પોતે ફરજ પર હાજર થવા માટે તે જતો હતો. દરમિયાન કારને રાજસ્થાન બોર્ડર પાસે અકસ્માત થતાં તે મોતને ભેટ્યો […]

અરવલ્લીના ભિલોડાના હિંમતપુર ગામનો શ્રીનગરમાં ફરજ બજાવતો આર્મી જવાન બીમારી સામે જંગ હાર્યો, વતનમાં ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરાયા

ભિલોડા તાલુકાના હિંમતપુર ગામના અને શ્રીનગર આર્મીમાં ફરજ બજાવતા જવાનનું કેન્સરની બીમારીથી મોત નીપજ્યું હતું. આર્મી જવાનનો નશ્વરદેહ માદરે વતન પહોંચતા તેના પરિવારજનો અને પંથકમાં ભારે ગમગીની છવાઈ હતી. શનિવારે શહીદ જવાનની અંતિમક્રિયામાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના અગ્રણીઓ અને લોકો ઉપસ્થિત રહ્યા હતા. આર્મી જવાનના નશ્વરદેહને ગાર્ડ ઓફ ઓનર સાથે અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. ભિલોડા […]

અમદાવાદમાં ST બસમાં ચડવા જતા મહિલાનું થયું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

ક્યારેક ક્ષણ માટેની ઉતાવળ કેટલું નુકસાન પહોંચાડશે તેનો ક્યારેય અંદાજ હોતો નથી. આવો જ એક ચેતવણીરૂપ અને કરૂણ કિસ્સો અમદાવાદનાં મેમ્કો ચાર રસ્તા પાસે બન્યો છે. મેમ્કો ચાર રસ્તા નજીક એસટી બસમાં ચઢવાની ઉતાવળ કરતાં એક મહિલાએ પોતાનો જીવ ગુમાવવો પડયો છે. અમદાવાદમાં BRTS બસ પછી ST બસના અકસ્માતની ઘટના પ્રકાશમાં આવી છે. ચાલુ બસમાં […]

વિશ્વને ધમધમતું રાખનાર ચીનની આજની હાલત જોઇ ચોંકી જશો, ચીનથી ડરામણી તસવીરો આવી સામે, જુઓ..

ચીનમાં કોરોના વાયરસ નામનો રાક્ષસ દિવસે નહીં એટલો રાત્રે અને રાત્રે નહીં એટલો દિવસે લોકોને પોતાનો શિકાર બનાવી રહ્યો છે. દુનિયા આખીમાં કોરોના વાયરસથી હાહાકાર મચી ગયો છે. કોરોના વાયરસનું એપી સેન્ટર કહેવાતા વુહાનના રસ્તાઓની તસવીરો જોઇ તમે બે ઘડી તો ધ્રાસકો લાગશે. દરેકના લોકોમાં કોરોના વાયરસને લઇ ભયંકર ડર પેસી ગયો છે કે અમે […]

કોરોના વાયરસ: વુહાનમાં કેમ દર્દીઓને ડીનરમાં કાચબાનું માંસ પીરસાય છે? જાણો ચોંકાવનારી હકીકત

ચીનમાં મહામારીનું સ્વરૂપ લઇ ચૂકેલા કોરોના વાયરસથી મૃતકોની સંખ્યા સતત વધતી જઇ રહી છે. ખૂબ જ ઝડપથી ફેલાઇ રહેલા કોરોના વાયરસના પ્રકોપના લીધે મૃતકોની સંખ્યા વધીને 722 થઇ ગઇ છે, જ્યારે કુલ 34546 લોકો તેનાથી સંક્રમિત થવાની પુષ્ટિ થઇ છે. આ બધાની વચ્ચે કોરોનાના જીવલેણ વાયરસનો ગઢ મનાતા વુહાનમાં દર્દીઓને તેની સામે લડવા માટે ખાવામાં […]

અમદાવાદમાં પત્નીએ પ્રેમી સાથે મળીને કોન્સ્ટેબલ પતિની કરી હત્યા, જાણો કઇ રીતે ઉકેલાયો હત્યાનો ભેદ

અમદાવાદ શહેરનાં કારંજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીનું 39 વર્ષનાં અશ્વીનકુમાર કાંતીલાલ ચાવડાની પત્નીએ પ્રેમી સાથે મળીને હત્યા કરી નાંખી છે. જે અંગેની ફરીયાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોધાયા બાદ તેની તપાસ એલીસીબીએ કરીને મૃતકની ૫ત્ની, પ્રેમી અને ડ્રાઈવરને ઝડપી લીધા હતા. પતિ પોલીસ કોન્સ્ટેબલ હતો આ અંગે મળતી માહિતી પ્રમાણે, ગત 29મી […]