Browsing category

સમાચાર

185 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપનીના માલિક હિમાંશુ વરિયાનો વ્યાજખોરોના ત્રાસથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ

સેટેલાઇટ વિસ્તારમાં રહેતા અને વટવા GIDCમાં વરિયા એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના માલિક હિમાંશુ વરિયાએ વ્યાજખોરોના ત્રાસથી કંટાળી અને આજે સાંજે વટવા જીઆઇડીસી ફેજ-4 પાસે ગાડીમાં ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જો કે તેઓને તાત્કાલિક સારવાર માટે એલજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા છે. હાલમાં તેઓ એલજી હોસ્પિટલમાં ICUમાં સારવાર હેઠળ છે અને […]

આવતા વર્ષથી ધો.10 અને 12 બોર્ડની પરીક્ષા માર્ચના બદલે ફેબ્રુઆરીના અંતમાં લેવાશે

20 એપ્રિલથી નવા સત્રની શરૂઆત કરવાના નિર્ણયને લીધે 2021થી બોર્ડની પરીક્ષા 15 ફેબ્રુઆરી બાદ અને 1 માર્ચ પહેલા લેવાશે. હાલમાં બોર્ડની પરીક્ષા માર્ચ મહિનામાં લેવામાં આવે છે. પરંતુ આવતા વર્ષથી બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓએ ફેબ્રુઆરીમાં જ આપવી પડશે. CBSEના પરીક્ષા ટાઈમ ટેબલ મુજબ તારીખો નક્કી થઈ શકે છે 2021 માટે પરીક્ષાની તારીખોની અંતિમ જાહેરાત બોર્ડની શૈક્ષણિક […]

શ્રી સ્વામિનારાયણ મંદિરના સંત શિરોમણિ શ્રી હરિશરણદાસજી સ્વામી મૂર્તિ સુખે સુખિયા થયા

મણિનગર, શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંત મંડળના એક અમૂલ્ય શિરોમણી એવા સંત શિરોમણી શ્રી હરિશરણદાસજી સ્વામી ભગવાનની મૂર્તિનું અખંડ ચિંતવન કરતાં કરતાં મૂર્તિ સુખે સુખિયા થઈ ગયા. * શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આપેલ simple living and high thinking. ના સૂત્રને તેમણે પોતાના જીવનમાં આત્મસાત કર્યું હતું. * આલોકની રીતે કદાચ […]

2 ફૂટ 10 ઈંચ ઉંચાઈ ધરાવતા 22 વર્ષના યુવાનની અનોખી કહાની, ગુજરાતી ફિલ્મમાં કર્યું છે કામ, સરકારી અધિકારી બનવાનું છે સપનું

મજબૂત ઈરાદાઓ ધરાવનારને કોઈ સીમાડા રોકી શકતા નથી. ઘણી વખત કેટલાક લોકો પોતાના શારીરિક બાંધાને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અને પોતાનું અમૂલ્ય જીવન નિરર્થક કરી દે છે. પરંતુ અમદાવાદના 22 વર્ષના યુવાન જયદીપની આ અનોખી કહાની છે. જયદીપના દાવા મુજબ તે શહેરનો સૌથી ઓછી 2 ફૂટ 10 ઈંચ ઊંચાઇ ધરાવતો યુવાન છે. તે […]

ચીન-અમેરિકા સહિત આખી દુનિયા જીવલેણ વાયરસની દવા શોધવા દિવસરાત એક કરી રહી છે ત્યારે ભારત કરશે કમાલ, શોધી લીધી જીવલેણ કોરોનાની દવા!

ચીનમાંથી ઉદભવેલો કોરોના વાયરસ દુનિયાભરમાં હાહાકાર મચાવી રહ્યો છે. 900થી વધારે લોકોના મોત નિપજ્યા છે. અનેક સંશોધકો આ જીવલેણ વાયરસની દવા શોધવા દિવસરાત એક કરી રહ્યાં છે ત્યારે ભારતીય સંશોધકોને મહત્વની સફળતા મળી હોવાનું માનવામાં આવે છે. દેશની કોરોના વાયરસથી સંક્રમિત પહેલી મહિલાની સ્થિતિમાં સુધાર જોવા મળી રહ્યો છે. દર્દીના સેમ્પલ કેરલની નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ […]

કોરોના વાયરસને લઇને થયો અત્યાર સુધીનો સૌથી મોટો ડરામણો ખુલાસો, વિશ્વભરના મેડિકલ જગતની ઊંઘ ઉડાડી મૂકી

ચીન સહિત આખી દુનિયામાં હાહાકાર મચાવનાર જીવલેણ કોરોના વાઇરસ અંગે ચીનના અધિકારીઓએ કરેલા ચોંકાવનારા ખુલાસાએ વિશ્વભરના મેડિકલ જગતની ઊંઘ ઉડાડી મૂકી છે. શાંઘાઈના અધિકારીઓએ જણાવ્યું છે કે કોરોના વાઇરસ હવા દ્વારા એક સ્થળેથી બીજા સ્થળે ફેલાય છે અને માનવીઓમાં ચેપ ફેલાવી રહ્યા છે. હવાના સૂક્ષ્મ રજકણો સાથે કોરોના વાઇરસ ભળીને અન્ય સ્થળે સંક્રમણ કરે છે. […]

રાજસ્થાનના આબુ રોડ પર આવેલ બ્રહ્મકુમારી સંસ્થાનમાં બનેલો સોલર થર્મલ પ્લાન્ટ છે દુનિયાનો પ્રથમ 24 કલાક ચાલતો સોલર પ્લાન્ટ, તેમાં મૂકેલા પેરાબોલિક રિફ્લેક્ટર સૂર્યમૂખીની જેમ સૂર્યની દિશા પ્રમાણે ફરે છે

રાજસ્થાનના આબુ રોડ પર આવેલ બ્રહ્મકુમારી સંસ્થાનમાં બનેલો સોલર થર્મલ પ્લાન્ટ ઈન્ડિયા વનના નામે ઓળખાય છે. આ દુનિયાનો પ્રથમ થર્મલ પાવર પ્લાન્ટ છે જે 24 કલાક ચાલે છે. તેમાં થર્મલ સ્ટોરેજની પણ સુવિધા છે, જેમાં સૂર્યની ગરમી કન્ઝર્વ થાય છે. આ પ્લાન્ટમાં પ્રથમવાર પેરાબોલિક રીફ્લેક્ટર વિથ ફિક્સ ફોકસ ટેક્નિકનો ઉપયોગ કર્યો છે. આ પેરાબોલિક રિક્લેક્ટર […]

આફ્રિકાના વેપારીએ રાજકોટમાં કાઠિયાવાડી ભોજન લીધું, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને કાઠિયાવાડના સાત્વિક આહારથી પ્રભાવિત થઈને આજીવન માંસાહારનો કર્યો ત્યાગ

રાજકોટમાં ગત વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આફ્રિકાના ખેડૂત, વેપારી અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. 5 દિવસ સુધી તેઓએ રાજકોટમાં રોકાણ કર્યું હતું અને કાઠિયાવાડી ભોજન લીધું હતું. આ દરમિયાન તેઓ ચોટીલા દર્શને ગયા હતા અને આજીવન માંસાહાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આખું વર્ષ આફ્રિકામાં એક વાર પણ તેઓએ માંસાહારને હાથ પણ અડાડ્યો નથી. આજે […]

સુરતની યુવતીનું વાંસદાના જોધાણ ગામ નજીક બાઇક અકસ્માતમાં મોત, સાપુતારાથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો

વાંસદાના જોધાણ ગામ નજીક બાઈક અકસ્માતમાં સુરતની યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે. વાંસદાના જોધાણ ગામ નજીક અકસ્માત નડ્યો મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મોરારજી નગરમાં જીગીશા પ્રવીણ પટેલ (ઉ.વ.23) પરિવાર […]

સાપુતારા પ્રવાસે જતી અંક્લેશ્વરની સ્કૂલ બસ ચીખલી પાસે પલટી, બસમાં 57 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા, 23 વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, 3ની હાલત ગંભીર

જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ ભરૂચ સંચાલિત અંકલેશ્વરના અમૃતપુરાની પ્રાથમિક શાળાના બાળકોનો સાપુતારાનો પ્રવાસ યોજાયો હતો. શિક્ષણ વિભાગનો પરિપત્ર હોવા છતાં સવારે ચાર વાગ્યા આસપાસ પ્રવાસની લક્ઝરી બસ અંકલેશ્વરથી સાપુતારા જવા નીકળી હતી. દરમિયાન સવારે 5ઃ30 વાગ્યા આસપાસ ચીખલી નજીક પલટી મારી ગઈ હતી. જેના પગલે બસમાં સવાર વિદ્યાર્થીઓ સહિત 23 ઈજાગ્રસ્ત થયા હતા. જેમાં 3 […]