સુરતની યુવતીનું વાંસદાના જોધાણ ગામ નજીક બાઇક અકસ્માતમાં મોત, સાપુતારાથી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો

વાંસદાના જોધાણ ગામ નજીક બાઈક અકસ્માતમાં સુરતની યુવતીનું મોત નિપજ્યું છે. જ્યારે તેના મિત્રને ગંભીર હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. હાલ તો પોલીસે ઘટના અંગે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

વાંસદાના જોધાણ ગામ નજીક અકસ્માત નડ્યો

મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા મોરારજી નગરમાં જીગીશા પ્રવીણ પટેલ (ઉ.વ.23) પરિવાર સાથે રહેતી હતી અને દાંતના ક્લિનીકમાં પરિચારીકા તરીકે કામ કરતી હતી. ગત રોજ રજા હોવાના કારણે મિત્ર અંકિત પટેલ સાથે બાઈક પર સાપુતારા ફરવા માટે ગઈ હતી. દરમિયાન વાંસદાના જોધાણ ગામ નજીક રાત્રે પરત ફરતા સમયે તેમની બાઈકને અકસ્માત નડ્યો હતો. રાત્રે જીગીશા અને અંકિત ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યા હતા.

યુવતીને હોસ્પિટલમાં મૃત જાહેર કરાઈ

જીગીશા અને અંકિતને ઈજાગ્રસ્ત હાલતમાં નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે જીગીશાને મૃત જાહેર કરી હતી. જ્યારે અંકિતની હાલત ગંભીર હોવાથી આલીપોર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવતીના મોતના પગલે પોલીસે હાલ અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો