Browsing category

સમાચાર

અમદાવાદમાં કારમાં આગ લાગતા સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક બહાર નીકળી ન શકતા સીટ પર જ ભડથું થયો

અમદાવાદ-ગાંધીનગર હાઈવે પર ભાટ ગામ પાસે મધર ડેરી નજીક શોર્ટસર્કિટથી કારમાં આગ લાગતા ચાલક અંદર જ ભડથું થઈ ગયો હતો. સોલામાં રહેતા 50 વર્ષના યોગેશ પ્રજાપતિ સાંજે 4 વાગ્યે કાર લઈને જતા હતા ત્યારે ભાટ મધર ડેરી પાસે અચાનક કારમાં આગ લાગી હતી. સેન્ટ્રલ લોકિંગના કારણે ચાલક કારની બહાર નીકળી શક્યા ન હતા. યોગેશ પ્રજાપતિ કાકા […]

સુરતમાં ફાર્મ હાઉસમાં ચાલતી દારૂ પાર્ટીમાં પોલીસના દરોડા, 13 યુવતીઓ સહિત 52 નબીરાઓ ઝડપાયા

ગુજરાતમાં ભલે દારૂબંધીના કડક દાવા કરવામાં આવતા હોય પરંતુ સતત દારૂની મહેફિલો માણવામાં આવી રહી છે. કચ્છ બાદ હવે સુરતના ડુમસ રોડ પર આવેલ ફાર્મ હાઉસમાં ચાલતી લિપ યર પાર્ટી પર પોલીસે છાપો મારી રંગમાં ભંગ પાડ્યો છે. ફાર્મ હાઉસ પરથી પોલીસે દારૂની મહેફિલ માનતા આશરે 52 જેટલા શંકમંદ લોકોને ઝડપી પાડી નવી સિવિલ હૉસ્પિટલ […]

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરે દર્શન કરવા જતા ભક્તોને મંદિર ટ્રસ્ટ વિનામૂલ્યે ભોજન આપશે

વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિરે આવનાર તમામ યાત્રાળુઓને આગામી સમયમાં વિનામૂલ્યે ભોજન કરી શકે એ માટે ભોજનાલય શરૂ કરવામાં આવનાર છે. ટ્રસ્ટ સંચાલિત હાલના ભોજનાલય પાસેજ આ નવું ભોજનાલય બનશે. આ અંગેની વિગતો આપતાં સોમનાથના ટ્રસ્ટી-સચિવ પ્રવિણ લહેરીના જણાવ્યાનુસાર, સોમનાથ મંદિર એક આઇકોન પ્લેસ બન્યા બાદ અનેક વિકાસ કામો સોમનાથ ટ્રસ્ટ અને ભારત સરકારના સહયોગથી […]

સુરતમાં ચર્ચાના ચકડોળે ચડેલા વેવાઈ અને વેવાણે ફરી સાથે ભાગી જઈને નવું ઘર વસાવ્યું, ભાડાના મકાનમાં માંડ્યો સંસાર

સુરતમાં ગત જાન્યુઆરી મહિનામાં ફિલ્મી વાર્તાની જેમ ભાગેલા વેવાઈ વેવાણે એક નવી જ ચર્ચા જગાવી હતી. સંબંધોની આંટીઘૂંટીમાં ફસાયેલા પ્રેમી પંખીડા ભાગી ગયા બાદ ફરી 16 દિવસે પરત આવ્યાં હતાં. પરત આવેલા વેવાઈ વેવાણને સમાજ સ્વિકારવા તૈયાર હતો. પરંતુ વેવાણને પતિએ સ્વિકારી નહીં તેથી પિયર જતી રહી હતી. બીજી તરફ વેવાઈને સમાજના લોકોએ સમજાવવા પ્રયત્નો […]

રેશનિંગની દુકાનમાં રબ્બરના અંગૂઠાની નકલી ફિંગરપ્રિન્ટથી ગરીબોનું અનાજ છીનવવાના કૌભાંડમાં રાજકોટના 5 વેપારી પકડાયા

અમદાવાદ સાયબર ક્રાઇમ સેલની ટીમે ગત ડિસેમ્બરમાં બોગસ રબ્બરના થમ્બના આધારે રેશનિંગનું અનાજ હડપ કરી જવાના રાજ્યવ્યાપી કૌભાંડનો ગત ડિસેમ્બરમાં પર્દાફાશ કર્યા બાદ ગુરૂવારે રાજકોટ શહેરમાંથી સસ્તા અનાજના ચાર વેપારી અને પુરવઠા વિભાગના ઓપરેટરને ઉઠાવી લીધો હતો અને તેને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ સેલના પીઆઇ એસ.આર.મુછાળે જણાવ્યું હતું કે […]

નેશનલ હાઈવે પર ટ્રક ડ્રાઈવર લાંચ પેટે વાર્ષિક 48000 કરોડ રૂપિયા આપે છે: સર્વેમાં ખુલાસો

એક વર્ષમાં ટ્રક ડ્રાઈવર અને ટ્રક માલિક આશરે રૂ. 48000 કરોડ રૂપિયા નેશનલ હાઈવે પર પોલીસ, ટ્રાંસપોર્ટ અને ટેક્સ વિભાગને લાંચ પેટે આપે છે. એવો એક સર્વેમાંથી ખુલાસો થયો છે. દેશના 10 મોટા અને મહત્ત્વના હાઈવે રસ્તાઓ પર થયેલા એક અભ્યાસમાંથી આ વાત જાણવા મળી હતી. આમ છેલ્લા 12 વર્ષમાં આ રીતે આપવામાં આવતી લાંચમાં […]

ભારતમાં સૌથી પહેલા અમદાવાદી બિલ્ડરે ખરીદી વિશ્વમાં મોંઘી એવી Bentley Flying Spur 5.60 કરોડની કાર

વિશ્વમાં મોંઘી કાર ગણાતી એવી Bentley કંપનીની Flying Spur કાર ભારતમાં સૌથી પહેલી અમદાવાદી બિલ્ડરે ખરીદી છે. ધરણીધર ડેવલપર્સના બિલ્ડર દિપક મેવાડાએ ઓન રોડ રૂ. 5.60 કરોડની આ કાર 7 મહિના પહેલા બુકીંગ કરાવી હતી. ભારતમાં માત્ર 4 જ કારની ડિલિવરી મળી હતી. જેમાં સૌથી પહેલી કાર અમદાવાદી દિપક મેવાડાને મળી હતી. કાર ખરીદવા માટે […]

બનાસકાંઠા: ચાલુ શાળામાં શિક્ષિકા કાર શીખી રહી હતી, વિદ્યાર્થિનીને અડફેટે લેતા મોત થયું

બનાસકાંઠાના રાણપુર આંબા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા ચાલુ શાળા દરમ્યાન કાર શીખી રહી હતી. ત્યારે જ તેને શાળાનાં કંપાઉન્ડમાં પૂરઝડપે કાર હંકારતા એક વિદ્યાર્થિનીને કારની ટક્કર વાગતા ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટના બાદ આદિવાસી સમાજનાં લોકોમાં રોષે ભરાયા છે અને સ્થાનિક પોલીસને આ અંગે ફરિયાદ કરી વધુ તપાસ હાથ ધરાઇ છે. રાણપુર આંબા […]

વઢવાણના શહીદ થયેલા જવાનને 10 વર્ષના દીકરાએ આપી મુખાગ્નિ, પુત્રની સ્કૂલે ધો. 12 સુધીના અભ્યાસની ફી માફ કરી

વઢવાણ શહેરમાં ભરતસિંહ પરમાર શહીદ થતા હજારોની સંખ્યામાં શહેરીજનો સલામી આપવા ઉમટ્યા હતા. જ્યારે શહીદના પાર્થિવદેહને વઢવાણ લવાતા આંખોમાં આંસુ સાથે અંતિમ વિદાઇ અપાઇ હતી. આ સમયે શહેરની શેરીઓ નાની પડે એટલી ભીડ સાથે શહીદ અમર રહોના નારાઓ ગુંજ્યા હતા. શહીદનો પુત્ર સુરેન્દ્રનગરની સરદાર પટેલ સ્કૂલમાં ધોરણ 5મા અભ્યાસ કરી રહ્યો છે. શાળાએ શહીદ પુત્રની […]

રાજકોટમાં તરછોડાયેલી હાલતમાં મળી આવેલ નવજાત બાળકી વીશે પોલીસ કમિશનરે કહ્યું, પોલીસ આ માસૂમને મા બનીને સાચવશે

રાજકોટમાં બુધવારના રોજ તરછોડાયેલી હાલતમાં નવજાત બાળકી મળી આવી હતી. આ બાળકીના શરીર પર 20 જેટલા તીક્ષ્ણ હથિયાના ઘા જોવા મળ્યા હતા. હાલ બાળકીની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે ત્યારે રાજકોટ પોલીસ કમિશનર દ્વારા કહેવામાં આવ્યું છે કે, ભવિષ્યમાં આ બાળકીને કોઈ સાચવવા તૈયાર નહીં થાય તો પોલીસ આ માસુમની મા બનીને સાચવશે. રાજકોટના પોલીસ […]