Browsing category

સમાચાર

એક અઠવાડિયામાં જ રાજકોટમાં બીજો સામૂહિક દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો: પરિણીતાને કેટરીંગનાં કામના બહાને ફ્લેટમાં બોલાવીને દુષ્કર્મ આચર્યું

રાજકોટ શહેરમાં એક અઠવાડીયાની અંદર બીજી દુષ્કર્મની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે પરિણીતા સાથે ત્રણ શખ્સે દુષ્કર્મ આચર્યું હતું. આ ઘટનામાં મહિલાને કામ અર્થે બોલાવી પરિણીતા પર સામુહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ ઘટનામાં નટુ સોજીત્રા તથા અન્ય બે શખ્સો પર બળાત્કારનો આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર […]

પેટનો ખાડો ભરતા આ વ્યક્તિનો વીડિયો જોઇ તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હાય રે… ભૂખ!

દિલ્હી સાંપ્રદાયિક હિંસા અને સંસદીય કાર્યવાહીની ચર્ચા વચ્ચે સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ રેલના પાટા પર પડી રહેલ અનાજ ખાઇ રહ્યો છે. લગભગ અડધી મિનિટના આ વીડિયોમાં એક વ્યક્તિ નિકર અને શર્ટ પહેરી પાટા વચ્ચે બેસી ફેંકવામાં આવેલ ખાવાનું ખાઇ રહ્યો છે. વીડિયોમાં વ્યક્તિની આસપાસ […]

TikTokનો વિડિયો બનાવવા યુવકે પાણીમાં કૂદકો માર્યો, પણ એને ક્યાં ખબર હતી આ જીવનનો છેલ્લો વીડિયો હશે! જુઓ વીડિયો

દરેક વ્યક્તિ સોશિયલ મીડિયામાં ડૂબી રહ્યો છે. ટિકટોકનું ગાંડપણ એટલું વધી રહ્યું છે કે લોકો ભોજન, ઊંઘ, કામ બધું છોડીને માત્ર ટિક ટોક પર ફક્ત વીડિઓ જ બનાવી રહ્યા છે. અને જે બનાવતા નથી એ જોવામાં વ્યસ્ત છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં યુવક પોતાનો જીવ જોખમમાં […]

સોનગઢના પોખરણ ગામ નજીક નેશનલ હાઈવે પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ અકસ્માતમાં 8નાં મોત, 22 લોકો ઈજાગ્રસ્ત

સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 8 વ્યક્તિઓના મોત નીપજ્યાં હતાં. જ્યારે 22 જેટલા વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી. ક્રુઝરના ચાલકની હાલત ગંભીર હોવાથી તેને સારવાર માટે સુરત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું. ટેન્કરે રોંગ સાઈડ આવી એક્સિડન્ટ સર્જ્યો કુશલગઠથી ઉકાઈ […]

વિશ્વના સૌથી ઉંચા ઉમિયા માતાના મંદિર માટે 25 કરોડ આપનારા દાતાએ નામ જાહેર ન કરવાની મૂકી હતી શરત, માના ચરણોમાં કર્યું ગુપ્ત દાન

જાસપુરમાં બનનારા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વિશ્વના સૌથી ઉંચા 431 ફૂટના ઉમિયા માતા મંદિર માટે છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂા. 511 કરોડનું દાન સમાજના બંધુઓએ આપ્યુ છે. મંદિરના શિલાન્યાસ માટે યોજાયેલા સમારોહમાં કુલ રૂા.125 કરોડ એકત્રિત કરવાનો ટાર્ગેટ હતો જેમાં 40 કરોડ ખૂટે છે એવી જાહેરાત કરતા જ એક દાતાએ 25 કરોડનું દાન લખાવ્યું હતું. આ […]

દુર્લભ ઘટના આવી સામે! બરોડાની 23 વર્ષની મહિલાએ મધ્યપ્રદેશમાં એકસાથે 6 બાળકોને જન્મ આપ્યો

મધ્યપ્રદેશના શ્યોપુર જિલ્લા હોસ્પિટલમાં શનિવારે 23 વર્ષિય યુવતીએ લગભગ 35 મિનીટમાં 6 બાળકોને જન્મ આપ્યો છે. જેમાંથી 4 બાળક અને બે દીકરી છે. જોકે, જન્મના થોડા સમય બાદ જ પાંચ બાળકના મોત થઈ ગયા છે. જ્યારે એક બાળકની હાલત પણ ચિંતાજનક બતાવવામાં આવી રહી છે. મળતી જાણકારી અનુસાર, આ ઘટના શ્યોપુર જિલ્લા હોસ્પિટલની છે, જ્યાં […]

અમદાવાદમાં પાંચ બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો કોન્સ્ટેબલ રાજા, મોતના 7 દિવસ બાદ પણ હત્યારાઓ ન પકડાતાં કેન્ડલ માર્ચ કાઢી

થોડા દિવસો પહેલાં જ અમદાવાદના ચમનપુરા વિસ્તારમાં એક પોલીસ કોન્સ્ટેબલની હત્યાએ ભારે ખળભળાટ મચાવી દીધો હતો. લારી પર નાસ્તો કરવા માટે ગયેલાં પોલીસ કોન્સ્ટેબલને ચાઈનીઝ ગેંગ દ્વારા સાતથી વધારે ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા. હજુ સુધી તમામ આરોપીઓને પોલીસ પકડી શકી નથી. જેને કારણે સ્થાનિકો દ્વારા વિશાળ કેન્ડલ માર્ચ કાઢવામાં આવી […]

અમદાવાદમાં દરિયાપુરને શાહીનબાગ બનાવવાના પોસ્ટર વાઈરલ થતાં જ પોલીસ એક્શનમાં આવી ગઈ, વિરોધ માટે બેસેલાં મહિલા અને પુરૂષોને હટાવ્યા

અમદાવાદના દરિયાપુર વિસ્તારને શાહીનબાગ બનાવવાના પોસ્ટર આજે સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. પોસ્ટર સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં જ અમદાવાદ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી. અને તાત્કાલિક લીમડી ચોક પાસે પહોંચી ત્યાં સીએએના વિરોધ માટે બેસેલાં મહિલા તેમજ પુરૂષોને અમદાવાદ પોલીસે હટાવ્યા હતા. દિલ્હીના શાહીનબાગમાં સીએએનો વિરોધ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. અને આ જ […]

હું શું કરું મને એ સમજાતું નથી, હું તળાવ ખોદાવવા જાવ કે તીડ ઉડાડવા જાવ- શિક્ષકની વ્યથા રજૂ કરતો વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ

હિંમતનગરના મોતીપુરા ગામની મોડર્ન સ્કૂલની એક વિદ્યાર્થિનીનો વીડિયો વાઈરલ થયો છે. આ વીડિયોમાં વિદ્યાર્થિની શિક્ષકની વ્યથા રજૂ કરતી જોવા મળે છે. વિદ્યાર્થિની કહે છે વર્તમાન સમયમાં શિક્ષક કરે તો શું કરે, કેટલીક જવાબદારી પુરી કરે, શાળામાં ભણાવવા સિવાય પણ કેટલી કામગીરી હોય છે તેની આ વાત છે વર્ગમાં જાવ છું, શાળામાં જાવ છું તો મને […]

અક્ષય કુમારે ભારતના પહેલા ટ્રાન્સજેન્ડર હોમ માટે દાનમાં આપ્યા 1.5 કરોડ રૂપિયા

બોલિવૂડમાંથી અક્ષય કુમાર એક એવો એક્ટર છે, જે સમાજ માટે કામમાં સહેજ પણ પાછળ પડતોનથી. ‘ભારત કે વીર’ થી લઈને ‘મિશન મંગલ’ના ડિરેક્ટર જગન શક્તિની સારવાર કરાવવા સહિતના ચેરિટી કાર્યો અક્ષય કુમારે કર્યા છે. હવે, અક્ષય કુમારે ટ્રાન્સજેન્ડર માટે કામ કર્યું છે. દોઢ કરોડ રૂપિયા દાનમાં આપ્યા ફિલ્મમેકર રાઘવ લોરેન્સે ફેસબુક પર પોસ્ટ કરીને આ […]