Browsing category

સમાચાર

પોલીસે પકડ્યો વીઆઈપી ચોર: મુંબઇથી આવી રાજકોટ હોટલમાં રોકાતો, દિવસે ચોરી કરી દીવમાં જઇને મોજમજા કરતો

રાજકોટમાં જે રીતે ચોરીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે પોલીસ પણ સતર્ક બની છે. પોલીસે એક વીઆઈપી ચોરને પકડી પાડ્યો છે. પોલીસે બીપીન ત્રિભોવનદાસ જાની ઉર્ફ ઘોઘો જાનીને પકડી લઇ તેની પાસેથી સફેદ પીળી ધાતુનો વાટકો, ચમચી, લાલ રંગની પ્લાસ્ટીકની ડબ્બીમાં તુલસી કયારો, ધાતુની ત્રણ ગાય, મંગળ સુત્ર, નથણી, 25 હજારની 500ના દરની […]

સુરતમાં દુકાન માલિક પાસે ફરિયાદ દાખલ કરવા માટે પોલીસ કર્મીએ રૂ.3 લાખની લાંચ માંગતા અંતે ACBના હાથે ઝડપાયો

સુરતમાં એક દુકાનમાં કામ કરતા મેનેજરે 25 લાખની ઠગાઈ કરી હતી. જોકે માલિક આ મેનેજર વિરુદ્ધ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા. ત્યારે પોલીસે આ મામલે ગુનો નોંધવા માટે ત્રણ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જોકે 50 હજારમાં નક્કી કરી દુકાનના માલિકે આ મામાને ACBને ફરિયાદ કરી હતી. જેને આધારે ACB લાંચ લેતા એક પોલીસ […]

જામનગરમાં તક્ષશિલા જેવી દુર્ઘટના સર્જાતાં રહી ગઈ, એક પોલીસકર્મીએ દિલધડક રીતે 10 બાળકોના જીવ બચાવ્યા

સુરતનો તક્ષશિલાકાંડ આજે પણ અનેક લોકોની આંખોમાં ઝળઝળિયાં લાવી દે છે. આજે પણ આગમાં હોમાઈ ગયેલાં અને કોમ્પલેક્ષમાંથી કૂદતાં મારતાં એ બાળકો આજે પણ માનસપટ પર તરી આવે છે. તેઓને યાદ કરીને કાળજું કંપી ઉઠે છે. ગુજરાતમાં આટલી મોટી દુર્ઘટના બનવા છતાં પણ તંત્ર કે લોકો કોઈ શીખ મેળવવા તૈયાર નથી. જામનગરમાં આવી જ એક […]

વિદેશ જવાની ઈચ્છા રાખનાર લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો, કેનેડાના નામે કમ્બોડિયા લઈ જઈ એજન્ટે બળાત્કારના ગુનામાં ફસાવાની ધમકી આપીને લાખો રૂપિયા પડાવ્યા

વિદેશ જવાની ઘેલછાનો કેટલાક લેભાગુ એજન્ટો કેવી રીતે ગેરલાભ ઉઠાવતા હોય છે તેનો કિસ્સો કૃષ્ણનગર પોલીસ મથકમાં નોંધાયો છે. વિઝા એજન્ટે અમદાવાદના દંપતીને કમ્બોડિયા સુધી લઇ જઇ ત્યાં ગોંધી રાખી ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી 13 લાખ રૂપિયા વસૂલ્યા હતા. મહામહેનતે આ ઠગ વિઝા એજન્ટ પાસેથી પોતાના પાસપોર્ટ મેળવીને અમદાવાદ પરત આવ્યાં હતા. અમદાવાદના સરદારનગરમાં […]

ભારતમાં પણ કોરોનાનો કહેર: કુલ આંકડો 28 થયો, ઈટાલીથી ભારત ફરવા આવેલા 16 લોકોનો રીપોર્ટ પોઝિટીવ આવતા હડકંપ

ભારતમાં કોરોના વાઈરસનો ફેલાવો વધી રહ્યો છે, જે સરકાર અને લોકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય મંત્રી ડો. હર્ષવર્ધને આજે પત્રકાર પરિષદમાં ચોકાવનારી વિગતો આપી છે કે ભારતમાં કોરોના વાઈરસના 28 કેસ સામે આવ્યા છે. જેમાં ઈટાલીથી ભારતમાં ફરવા આવેલું ગ્રુપ આ વાઈરસનો શિકાર બન્યું છે. જેમાં કુલ 16 પ્રવાસીઓનો રિપોર્ટ પોઝીટીવ […]

ઈરાનમાં કોરોના વાયરસની ભયાનક સ્થિતિ સર્જાતા રાતોરાત સેનાના 3 લાખ સૈનિકોને ઉતાર્યા મેદાને

ઈરાનમાં કોરોના વાયરસનો કહેર ભયજનક રીતે વધી રહ્યો છે. તેનો સામનો કરવા માટે સૈન્યની મદદ લેવામાં આવી રહી છે. ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા ખૈમેનીએ કોરોના વાયરસને લઈને આદેશ જાહેર કર્યો છે. ચીન બાદ કોરોના વાયરસથી સૌથી વધારે જો ક્યાંય મોત નિપજ્યા હોય તો તે છે ઈરાન. ઈરાનમાં આ ભયંકર બિમારી ફેલાઈ રહી છે ત્યારે ઈરાનની […]

પાલનપુરમાં અજાણ્યા શખ્સે રેલવે પોલીસ સ્ટેશન પાસે 4 વર્ષીય બાળકીને બંધ ક્વાર્ટર્સમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યુ

પાલનપુર રેલવેના જીઆરપીએફ પોલીસ મથક બાજુમાં જ આવેલા કંડમ ક્વાર્ટર્સમાં સોમવારે બપોરના સમયે 4 વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યું છે. તેને લોહી લુહાણ હાલતમાં છોડીને કોઈ નરાધમ રફુચક્કર થઇ જતા બાળકી તરફડતી હાલતમાં કેન્ટિનના કર્મીને નજરે પડતા સારવાર અર્થે પાલનપુર સિવિલમાં ખસેડી હતી. જોકે ત્યાં તેની હાલત ગંભીર જણાતા તેને અમદાવાદ રીફર […]

બોર્ડ એક્ઝામમાં વિદ્યાર્થીની રિસિપ્ટ ખોવાય જાય તો પરીક્ષા ખંડના સાથી પરીક્ષાર્થીને પૂછીને પરીક્ષા આપવા દેવાશે

આગામી 5મી માર્ચથી એસ.એસ.સી. અને એચ.એસ.સી.ની પરીક્ષાઓનો પ્રારંભ થઈ રહ્યો છે. વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પુર્ણ કરી દીધી છે. આ વખતે પ્રથમ વખત રિસિપ્ટ ઓનલાઇન શાળા ડાઉનલોડ કરીને આચાર્યની સહિ સિક્કા કરીને રિસિપ્ટ આપી છે. વિધાર્થી આ રિસિપ્ટની ત્રણ જેટલી ઝેરોક્ષ કઢાવી નાખવી જોઇએ. પરીક્ષાર્થીઓએ રિસિપ્ટનો સપૂર્ણ અભ્યાસ કરી લેવો જોઇએ પરીક્ષાર્થીની રિસિપ્ટ ખોવાઇ જાય […]

સુરતમાં વરાછામાંથી કોથળામાં પેક કરાયેલી યુવકની લાશ મળી, હત્યાની થઈ હોવાની આશંકા

સુરત શહેરમાંથી ફરી એક વાર હત્યાની ઘટના સામે આવી છે. શહેરના વરાછા વિસ્તારમાં આવેલા ભવાની સર્કલ નજીકથી યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી છે. કોથળામાં પેક કરીને ફેંકી દેવાયેલી લાશ મળી આવતા ચકચાર મચી ગયો છે. પોલીસને યુવકની હત્યા કરી લાશ ફેંકી દીધી હોવાની આશંકા છે. બનાવની વિગત એવી છે કે આજે બપોરે પોલીસને ભવાની […]

અમદાવાદમાં પીરાણાના ડુંગરે વધુ એકનો ભોગ લીધો, કચરો વીણતા માટીના ઢગલા પર પડી અને બળી ગઈ

35 વર્ષની પાર્વતી પિરાણા અને ગણેશનગર આસપાસ ધાતુનો કચરો વીણીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. પરંતુ એક રાત્રે કચરો વીણતા વીણતા ભૂલથી એક માટીના ઢગલા પર તેમણે પગ રાખ્યો અને અને ભડભડ કરતા બળવા લાગ્યા. ગણેશનગર પાસે ગેરકાયદેસર રીતે કેમિકલયુક્ત માટી કોઈએ ઠાલવી દીધી હતી. જેનાથી તેઓ અજાણ હોવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા. શહેરની LG […]