સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર નર્મદા કેનાલમાંથી મળી, કારમાંથી મળ્યા 4 મૃતદેહો
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસે ગયા બાદ લાપતા થયેલા વડોદરાના પરિવારની કાર ગુરુવારે ડભોઈના શંકરપુરા ગામ નજીકથી પસાર થતી નર્મદાની પેટા કેનાલમાંથી મળી આવી છે. ફાયરબ્રિગેડે કારને બહાર કાઢતાં તેમાંથી 4 મૃતદેહો મળી આવ્યા હતા, જ્યારે 1 મહિલાના મૃતદેહની શોધખોળ ચાલુ છે. ગાડી કેનાલ પાસેના કાચા રોડ પર રોંગ સાઇડ પર ગયા બાદ કેનાલમાં પડી હતી. […]