Browsing category

સમાચાર

સુરતમાં વ્યાજખોરોના આતંકથી કંટાળી હીરાના વેપારીએ સુસાઈડ નોટ લખી ઝેરી દવા પીને આપઘાત કર્યો

સુરતમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. અતિ ઉંચા દરે વ્યાજે પૈસા આપી અને પરત ન ચુકવી શકનારા લોકોને હેરાન કરતા વ્યાજખોરો હવે મિલકતો પડાવી લીધા પછી પણ હેરાન કરી રહ્યા છે. દરમિયાન આવી જ એક ઘટના સુરતના કાપોદ્રા વિસ્તારમાં ઘટી છે. કાપોદ્રામાં હીરાના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકે વ્યાજખોરોના આતંકથી કંટાળીને અંતિમ ચિઠ્ઠી લખી આપઘાત કર્યો છે. […]

મા ભૌમની રક્ષા કરતા ગુજરાતનો વધુ એક જવાન શહીદ, વઢવાણના જવાન ભરતસિંહ પરમાર અરૂણાચલપ્રદેશમાં શહીદ થયા

દેશ માટે મા ભૌમની રક્ષા કરતા વધુ એક ગુજરાતના સપૂતે પોતાના જીવની આહુતિ આપી છે. અરૂણાચલ પ્રદેશમાં વધુ એક ગુજરાતી જવાન શહીદ થયાના અહેવાલ મળતા શહીદી વહોરનાર પરિવારજનોમાં આક્રંદ છવાયો હતો. સુરેન્દ્નનગરના ભરતસિંહ પરમાર અરૂણાચલ પ્રદેશમાં શહીદ થયા છે. અરૂણાચલ પ્રદેશમાં ભારતીય સેનામાં તેઓ લાન્સનાયક તરીકે ફરજ બજાવતા હતા. આ શહીદ ભરતસિંહ પરમારની શહીદયાત્રા તા.28 […]

વિધાનસભામાં ખૂલી સરકારની પોલઃ 2 વર્ષમાં 4.5 લાખ બેરોજગારો સામે માત્ર 2230ને જ મળી સરકારી નોકરી

આમ તો ચૂંટણીઓમાં અને ટીવી ડિબેટોમાં ગુજરાત સરકાર રોજગારીના મસમોટા બણગાં ફૂંકે છે. પણ હાલમાં ચાલી રહેલ વિધાનસભા ગૃહની કાર્યવાહીમાં એક બાદ એક ગુજરાત સરકારની પોલ ખૂલતી જાય છે. ગુજરાત વિધાનસભાના પ્રશ્નોતરીકાળમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે. બજેટ સત્રના પ્રશ્નોતરીકાળ દરમિયાન બેરોજગારીનો સવાલ પુછવામાં આવ્યો હતો. જેમાં સરકારે સ્વીકાર કરતાં જણાવ્યું છે […]

સ્ટેચ્યૂ ઓફ યુનિટીમાં ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકાશે, વ્યક્તિ દીઠ ભાડું રૂ.300 રહેશે

સ્ટેચ્યૂ ઓફ યુનિટીને પગપાળા ભૂમિ માર્ગે, હેલીકોપ્ટરથી હવાઇ માર્ગે જોયા બાદ હવે ક્રૂઝમાં જળ માર્ગે જોવાનો રોમાંચ મળશે. અહીં 200 પ્રવાસીઓ બેસી શકે તેવી ક્ષમતાવાળી ક્રૂઝને આખરી ઓપ અપાઇ રહ્યો છે. પ્રવાસીઓ ગોવાની જેમ ક્રૂઝમાં ડીજે-ડાન્સની પણ મજા માણી શકશે. ક્રૂઝની સવારીનું ભાડું વ્યક્તિ દીઠ રૂ. 300 નક્કી કરાયું છે. ગુજરાત સ્થાપના દિન 1 લી […]

દિલ્હીની હિંસામાં જીવ ગુમાવનારાઓ કોણ છે ? મોતને ભેટનારા 42 માંથી 30ની ઓળખ થઈ, કોઈકના એક સપ્તાહ પહેલા જ લગ્ન થયા હતા તો કોઈકની પત્ની હતી સગર્ભા

પાંચ દિવસથી દિલ્હીમાં તણાવ છે. 23 ફેબ્રુઆરીની રાતે જાફરાબાદ મેટ્રો સ્ટેશન પર ભીડ એકત્રિત થયા બાદ હિંસા તોફાનમાં પરિણમી છે. આ તોફાનોમાં અત્યા સુધીમાં 42ના મોત થઈ ચૂક્યા છે, જ્યારે 350થી વધુ લોકો ઘાયલ છે. મરનારાઓનો આંકડો અટકાવાની જગ્યાએ રોજ વધી રહ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, મોટા ભાગના મોત ગોળી વાગવાથી થયા છે. જ્યારે કેટલાક […]

હનુમાનજીએ સપનામાં આવી લઈ જવાનો આદેશ આપતા 64 ટનની મૂર્તિ લઈને પ્રયાગરાજ પહોંચ્યા મહંત

રાજસ્થાનના ભીલવાડાના સંકટ મોચન મંદિરના મહંત બાબુ ગિરી 64 ટન વજન ધરાવતી હનુમાનજીની પ્રતિમા લઈને ગુરુવારે પ્રયાગરાજ પહોંચ્યા. રાજસ્થાનના ભીલવાડાથી તારીખ 9 ફેબ્રુઆરીના દિવસે શરૂ થયેલી યાત્રા 18 દિવસ બાદ પ્રયાગરાજના સંગમ પરિસરમાં ખતમ થઈ. શુક્રવારે સવારે વૈદિક મંત્રોચ્ચાર દરમિયાન ગંગાજળ, દૂધ અને દહીંથી મૂર્તિનો અભિષેક કરવામાં આવ્યો. ત્યારબાદ અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર […]

વિશ્વ ઉમિયાધામ દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા મંદિરના શિલાન્યાસ પ્રસંગે યોજાયેલ જવારા યાત્રાએ ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા નિર્માણ પામનાર વિશ્વના સૌથી ઊંચા (431 ફૂટ) મા ઉમિયાના મંદિરનો બે દિવસીય શિલાન્યાસ સમારોહ યોજાયો છે. આ શિલાન્યાસ સમારોહના પ્રથમ દિવસે વિશ્વ ઉમિયાધામની 11,111 બહેનોએ જવારા યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો. સમગ્ર અમદાવાદના ૪૮ વિસ્તારોમાંથી આવેલી ૨૦ હજારથી વધુ બહેનોએ જવાર યાત્રામાં ભાગ લીધો હતો. જવારા યાત્રામાં પધારવા અમદાવાદના વિવિધ વિસ્તારોમાંથી […]

અમદાવાદની યુવતી પર ડીસા બસ સ્ટેન્ડમાં ત્રણ હોમગાર્ડ જવાનોએ કર્યો સામૂહિક બળાત્કાર, ઘટનાથી ખળભળાટ

અમદાવાદની યુવતી પર બનાસકાંઠાના ડીસામાં કથિત સામૂહિક બળાત્કારની ઘટનાને લઈને ખળભળાટ મચી ગયો છે. આ બળાત્કારની ઘટના ડીસા બસસ્ટેન્ડમાં બન્યો હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે. આ બનાવની વાતો વાયુવેગે આસપાસના વિસ્તારમાં પ્રસરી જવાથી લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને આ અંગે વધુ તપાસ હાથ ધરી છે. બસ સ્ટેડન્ડમાં રાતના […]

હળવદના આ 3 નાનકડા ગામો દિલ્હીને પૂરા પાડે છે લીંબુ, આનાથી ૨૦૦૦ લોકોને રોજી રોટી મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કોઈ કેનાલ કે મોટો જળડેમ ન હોવા છતાં હળવદ તાલુકાના ત્રણ ગામોમાં લીંબુની ખેતી વ્યાપક પ્રમાણમાં થાય છે. જેમાં શિવપુર, માથક, ચૂંપણી ગામનો લીંબુનો કારોબાર ખુબજ મોટો છે. જેમાં વાર્ષિક ટર્ન ઓવર ૧૫૦ થી ૨૦૦ કરોડથી વધુનુ છે. અને આશરે ૩૨૦૦ વીઘામાં લીંબુના બાગ લચી પડે છે. ખેડૂતને સરેરાશ વીઘે એક […]

તમિલનાડુના મંદિરમાં ખોદકામ દરમિયાન અરબી ભાષા લખેલા પોણા બે કિલો વજનના 505 સોનાના સિક્કા મળી આવ્યા

તમિલનાડુના તિરૂચિરાપલ્લી જિલ્લામાં આવેલા થિરુવનાઈકવલ સ્થિત જમ્બુકેશ્વરર મંદિરમાં બુધવારે ખોદકામ ચાલુ રહ્યું હતું. આ દરમિયાન શ્રમિકોને 7 ફુટની ઊંડાઈએ એક તાંબાના વાસણમાં સોનના સિક્કા મળ્યા. આ પાત્રમાં 1.716 કિલો વજનના કુલ 505 સિક્કા છે. હાલ આ સિક્કાઓને મંદિર પ્રસાશને પોલીસને સોંપી દીધા છે. Tamil Nadu: 505 gold coins weighing 1.716 kg found in a vessel […]