Browsing category

સમાચાર

કોરોનાની મહામારીના કારણે લોકો ઘરમાં પૂરાતા પૃથ્વી પર હવા-પાણી સુધર્યા અને પ્રદૂષણ પણ ઘટ્યું

દુનિયા કોરોના વાયરસ સામે લડી રહી છે. દરેક ઉપાય આ વાયરસ સામે નકામા સાબિત થઈ રહ્યા છે. લોકોએ પોતાને ઘરની અંદર બંધ કરી લીધા છે. ટુરિસ્ટ પ્લેસ, જિમ, મોલ, સ્કૂલ, કોલેજ, સિનેમા હોલ અને બજારો ખાલીખમ થઈ ગયા છે. દુનિયામાં ભલે ઠેર ઠેર કોરોનાના ભયના કારણે શહેરો વેરાન બન્યા હોય, પરંતુ તેનો સકારાત્મક પ્રભાવ ઇટલીના […]

મોટા સમાચાર: ગુજરાતમાં કોરોનાના બે કેસ પોઝિટિવ, સુરત અને રાજકોટમાં એક એક કેસ સામે આવ્યા

ગુજરાતમાં કોરોનાના બે પોઝિટીવ કેસ સામે આવ્યા છે. જેમાં રાજકોટનો એક શંકાસ્પદ કેસ અને સુરતનો એક શંકાસ્પદ કેસ પોઝિટીવ આવ્યા છે. આ અંગે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે ટ્વિટ કર્યું છે. Two suspected #CoronaVirus cases of Rajkot and Surat are positive. Our teams have already taken necessary steps including quarantine of all the contacts. […]

સુરતમાં સ્પા મસાજ સેન્ટર પર દરોડા પાડતા ગોરખધંધા કરતી 16 થાઈલેન્ડ અને બે ભારતીય યુવતીઓ ઝડપાઈ

સુરતના પીપલોદ ડુમસ રોડ પર સ્પાની આડમાં ગોરખધંધા ચાલે છે તેવી સતત ફરિયાદ પોલોસને મળતી હતી, જેને લઇને એક જ બિલ્ડીંગમાં ચાલતા સ્પામાં હુમન ટ્રાફિકિંગ સેલ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા અને 16 થાઈલેન્ડની યુવતી સાથે બે ભારતીય યુવતી અને 3 કર્મચારીઓની પોલીસે ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. સુરતનો ડુમસ રોડ આમ તો […]

ચીનનો દાવો – કોરોનાના દર્દીઓ જાપાનની આ દવાથી ફક્ત 4 દિવસમાં સ્વસ્થ થઈ રહ્યા છે

કોરોના વાયરસ (Coronavirus)ની ચપેટમાં આવેલા લોકોની સંખ્યા દુનિયામાં વધીને 2 લાખથી વધારે થઈ ગઈ છે. વૈજ્ઞાનિકોના મતે કોરોનાની વેક્સીન બનાવવામાં હજુ થોડા મહિનાનો સમય લાગી શકે છે. બીજી તરફ ચીને (China) દાવો કર્યો છે કે જાપાનની (Japan)એક દવા કોરોનાના દર્દીઓ માટે સારવારમાં ઘણી મદદગાર સાબિત થઈ રહી છે. ગાર્જિયનમાં છપાયેલા એક રિપોર્ટ પ્રમાણે ચીનના સાયન્સ […]

કોરોના વાયરસને લઇ સુરત ડાયમંડ એસોસિએશને રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને લીધો આ મહત્ત્વનો નિર્ણય

કોરોના વાયરસના કારણે સુરતમાં ટેકસટાઇલ અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુરતમાં રફ ડાયમંડનો સ્ટોક ખૂબ ઓછો ત્યારે ડાયમંડ એસોશિયેશન દ્વારા રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને હીરા ઉદ્યોગમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર સુરતના ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્યો, સલાહકાર અને ઉદ્યોગપતિઓની 17 માર્ચના રોજ એક બેઠક મળી હતી. […]

સારા સમાચાર: વિશ્વમાં અત્યાર સુધીમાં કોરોનાના 80000 દર્દીઓ સાજા થયા, ભારતમાં પણ અત્યાર સુધીમાં 14 દર્દીસાજા થયા

વિશ્વમાં કોરોનાના કેર વચ્ચે તેની રસી બનાવવા 50 કંપનીઓ વ્યસ્ત બની ગઈ છે. એટલું જ નહીં સારા સમાચાર એ છે કે વિશ્વમાં 80 હજાર દર્દીઓ સાજા થઈ ગયા છે. ભારતમાં પણ 14 દર્દી સાજા થયા હોવાના અહેવાલ છે. દરમિયાન કોરોના વાઈરસથી સંક્રમિત 64 વર્ષીય વૃદ્ધનું મંગળવારે મુંબઈમાં મોત થયું હતું. દેશમાં કોરોનાના દર્દીના મોતનો આ […]

વિદેશથી આવેલા લોકો જો ઘરમાં નહીં રહે તો તેમની સામે પોલીસ ફરિયાદ થશે અને જેલમાં પણ મોકલાશે: અમદાવાદ મ્યુ.કમિશનર નેહરા

હોમ ક્વોરન્ટાઈન કરાયેલા વધુ ચાર લોકોને મ્યુનિ. હેલ્થ વિભાગે સોલા સિવિલમાં દાખલ કરી દીધા હતા. બે દિવસમાં આ સંખ્યા 7ની થઈ છે. 14 દિવસ સોલા સિવિલમાં રહ્યા પછી આ તમામ લોકો સામે એફઆઈઆર કરાશે. મ્યુનિ. કમિશનર વિજય નેહરાએ કહ્યું કે, વિદેશમાંથી આવતાં તમામ લોકોને નિયમ મુજબ 14 દિવસ હોમ ક્વોરન્ટાઈનમાં રહેવું પડશે. આમ નહીં કરનાર […]

અમેરિકામાં ગુજરાતીઓએ દાખવી દરિયાદિલી: ભારતીય વિદ્યાર્થીઓની મદદ માટે ઘર અને મોટેલના દરવાજા ખોલ્યા

કોરોના વાયરસે દુનિયા આખીમાં કાળો કહેર વર્તાવ્યો છે. ચીનથી ફેલાયેલા આ ખતરનાક વાયરસથી દુનિયાની મહાશક્તિ અમેરિકા પણ બચી શક્યુ નથી. અમેરિકામાં ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે. આવા આકરા સમયમાં ભારતીય સંસ્કૃતિ ‘અતિથી દેવો ભવ’ના દર્શન હજારો કિલોમીટર દૂર આવેલી વિદેશની ધરતી પણ થયા છે. કોરોના વાયરસના કારણે અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરી દેવામાં […]

ગુજરાતમાં વિદ્યાર્થીઓને ઘરે બેઠાં ટીવી ચેનલ્સના માધ્યમથી અપાશે શિક્ષણ, આ ચેનલ્સ પરથી થશે પ્રસારણ

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઈરસની પ્રવર્તમાન પરિસ્થિતિમાં રાજ્યની શાળા-કોલેજોના વિદ્યાર્થીઓને આ વાયરસથી સંક્રમિત થતા બચાવવા તકેદારી રૂપે રાજ્યની શાળા-કોલેજો બંધ હોવાથી શાળાના બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે મુખ્યમંત્રી એક અભિનવ પ્રયોગ દ્વારા દેશમાં શાળા-શિક્ષણ પ્રાદેશિક ચેનલ્સના માધ્યમથી વિદ્યાર્થીઓને ઘરે બેઠા પુરૂં પાડવાનો અભિગમ અપનાવ્યો છે. ગુજરાત સમગ્ર દેશમાં આ પ્રકારની પહેલ કરનારૂં પ્રથમ રાજ્ય બન્યું […]

મુંબઈમાં એક જ ટેક્સીમાં બેસવાથી 5 લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યો અને એકનું મોત થયું

દેશમાં કોરોના વાયસના અત્યાર સુધીમાં 147થી વધુ કેસ નોંધાઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 23 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે ત્રીજા દર્દીનો જીવ ગયો છે. આપણને કશું ના થાય એવા વહેમમાં રહેવાના બદલે સાવચેતી રાખવી જરુરી છે, વાંચો મુંબઈનો કિસ્સો.. મુંબઈમાં દુબઈથી પરત ફરેલા 64 વર્ષના વૃદ્ધનો કોરોના વાયરસના કારણે જીવ ગયો છે. જણાવી દઈએ […]