કોરોના વાયરસને લઇ સુરત ડાયમંડ એસોસિએશને રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને લીધો આ મહત્ત્વનો નિર્ણય

કોરોના વાયરસના કારણે સુરતમાં ટેકસટાઇલ અને હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. હાલ સુરતમાં રફ ડાયમંડનો સ્ટોક ખૂબ ઓછો ત્યારે ડાયમંડ એસોશિયેશન દ્વારા રત્નકલાકારોના હિતને ધ્યાનમાં લઇને હીરા ઉદ્યોગમાં વેકેશન નહીં આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

રિપોર્ટ અનુસાર સુરતના ડાયમંડ એસોસિએશનના કારોબારી સભ્યો, સલાહકાર અને ઉદ્યોગપતિઓની 17 માર્ચના રોજ એક બેઠક મળી હતી. આ બેઠકમાં હીરા ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અને કોરોના વાયરસ અંગે ઉદ્યોગ અંગે કેટલાક મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા હતા. આ નિર્ણયોનું ડાયમંડ ઉદ્યોગની સાથે સંકળાયેલા તમામ લોકોએ પાલન કરવાની પણ ડાયમંડ એસોસિએશન વતી અપીલ કરવામાં આવી છે.

ડાયમંડ એસોસિએશન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે, હીરા ઉદ્યોગમાં વેકેશન પાડવામાં આવશે નહીં.

કારખાનાના માલિકો દ્વારા કામ પર આવતા દરેક રત્નકલાકારોનું ટેમ્પરેચર મપાવવું, માઈકની મદદથી વારંવાર આરોગ્યને લગતી સુચનાઓ આપવી, સેનેટાઈઝરની વ્યસ્થા કારખાનામાં કરવી, કોરોના વાયરસના અંગે જાગૃતિ આવે તે માટેના સેમીનાર કરવા અને દરેક કંપનીમાં કોરોના વાયરસની માહિતી આપતા સાઈનબોર્ડ બનાવવા.

કારખાનેદાર રત્નકલાકારોનો સવારથી સાંજનો સમય નક્કી કરવો જેથી ટ્રાફિક અને રત્નકલાકારોનું આરોગ્ય જળવાઈ રહે.

હીરા બજારમાં કામ સિવાય વ્યક્તિઓને આવવું નહીં, હીરા બજારનો ટાઈમ સવારના 11થી સાંજના 6 વાગ્યા સુધીનો રાખવો, કારખાનેદારોઓ પોતાની ઓફીસમાં આ વાયરસ ન ફેલાય તે માટે તકેદારીના પગલાં લેવા.

ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરસના કારણે હોંગકોંગના ડાયમંડ માર્કેટમાં વેકેશન જાહેર કરવામાં આવ્યું છે. સુરતમાં મોટા ભાગના હીરાનું એક્સ્પોર્ટ હોંગકોંગના માર્કેટમાં જ થયું હોવાથી સુરતના હીરા ઉદ્યોગને ફટકો પડી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો