Browsing category

સમાચાર

ભારતની મહિલા ડૉક્ટરે ઈટાલીથી ફરવા આવેલા કોરોનાનાં 11 દર્દીઓને સાજા કર્યા, ઈન્ફેક્શનથી બચવા જણાવ્યા આ ઉપાય

કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ભારત ઘણું જ નાજુક વળાંક પર ઉભું છે. ભારતમાં કુલ સંક્રમિત લોકોની સંખ્યા 550થી પણ વધી ગઈ છે અને 10 લોકોનાં મોત થયા છે. સમગ્ર દેશમાં લોક ડાઉન છે. આગામી 15 દિવસ ઘણા જ મહત્વનાં છે. ભારતમાં સૌથી પહેલું કોરોના સંક્રમણ ઇટાલીથી આવેલા પર્યટકોમાં જોવા મળ્યું હતુ જેઓ રાજસ્થાનનો પ્રવાસ કરી […]

સતત 35 દિવસ સુધી કોરોના વાઈરસ સામે લડત આપ્યા બાદ 29 વર્ષીય ‘હીરો’ ડોક્ટર ડોંગનું સ્ટ્રોકને લીધે નિધન

કોરનાવાઈરસે સમગ્ર વિશ્વમાં પોતાનો ભય ફેલાવ્યો છે. તેનો સામનો કરવા માટે મેડિકલ સ્ટાફ નિઃસ્વાર્થ ભાવે ખડેપગે સેવા આપી રહ્યો છે. ખરા અર્થમા તેઓ જ હીરો છે. ચીનમાં આવા જ એક હીરો કોરોના વાયરસ સામેની લડાઇમાં હારી ચૂક્યા છે. ચીનના હુબેઈ શહેરની હોસ્પિટલમાં 35 દિવસથી ફરજ બજાવતા 29 વર્ષીય ડોક્ટર ડોંગ ટાઈન મૃત્યુ પામ્યા છે. સ્ટ્રોક […]

વડોદરામાં પોલીસની માનવતા મહેકી, રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને તેમના બાળકોને કરાવ્યું ભોજન

વડોદરા શહેરમાં લોકડાઉન દરમિયાન પોલીસની માનવતાભરી કામગીરી સામે આવી છે. વડોદરાના ગોરવા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્થાનિક લોકોની મદદ લઇને રોજ કમાઇને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમિકો અને બાળકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. અને તમામ લોકોને પોતાના ઘરમા જ રહેવા માટે સૂચના આપી હતી. પોલીસે ભોજન કરાવતા બાળકો ખુશ થઇ ગયા વડોદરા સહિત રાજ્યભરમાં […]

વડોદરામાં 5 સભ્યોનો આખો પરિવાર કોરોનાની લપેટમાં આવી ગયો, પતિ-પત્ની-પુત્રી-પુત્રવધુ બાદ હવે પુત્રનો રિપોર્ટ પણ પોઝિટિવ, રાજ્યમાં કોરોનાના 38 પોઝિટિવ કેસ થયા

કોરોનાના કહેર વચ્ચે મંગળવારે વધુ એક કેસ પોઝિટિવ નોંધાયો હતો. શ્રીલંકા થી પરત ફરેલા નિઝામપુરાના બિલ્ડરનો ચેપ પરિવારને લાગતાં અગાઉ ત્રણ સભ્યોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. મંગળવારે બિલ્ડરના પુત્રનો પણ રિપોર્ટ પોઝિટિવ આવતા વડોદરામાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 7 પર પહોંચ્યો હતો. મંગળવારે દિવસ દરમિયાન ચાર દર્દીને હાશકારો અનુભવાયો હતો. કારણ કે એકને હોસ્પિટલમાંથી […]

લોકડાઉનમાં AMC આવશે લોકોની વ્હારે, ડોર ટુ ડોર રીક્ષા મારફતે શાકભાજી અને ફળફળાદિ પહોંચાડશે, માર્કેટમાં ભીડ ન થાય એટલે લેવાયો નિર્ણય

કોરોના વાઇરસને લઇને સરકારે 21મી દિવસો સુધી કર્ફ્યૂ લગાવ્યો છે. ત્યારે અમદાવાદીઓ કોરોનાની સામે લડવા માટે મક્કમ છે. લોકો ઘરની બહાર શાક લેવા માટે ના જાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનપા ડોર ટુ ડોર રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચશે. UCD વિભાગના કર્મચારીઓ અને સ્માર્ટ રિક્ષા સંકલન કરી લોકોના ઘર […]

સુરતના બિલ્ડરે સરકારને કરી ઓફર- મારી કન્સ્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગો તૈયાર છે તેમાં 400 બેડની હંગામી હોસ્પિટલ બનાવો

કોરોના વાયરસને કારણે દેશભરમાં હાહાકાર મચેલો છે. સરકાર દ્વારા દેશભરમાં 21 દિવસ સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સુરતના સામાજિક કાર્યકર અને બિલ્ડરે સરકારને ઓફર કરી છે તેમની કન્ટ્રક્શન સાઈટ પર પાંચ બિલ્ડિંગ તૈયાર છે તેમાં સરકાર 400 બેડની હંગામી હોસ્પિટલ ઊભી કરી શકે છે. સામાજિક કાર્યકર પ્રવિણ ભાલાળાએ જણાવ્યું કે, હાલના સમયમાં જે […]

વડાપ્રધાન મોદીની મોટી જાહેરાતઃ આજે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી. પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાતઃ 3 અઠવાડીયા સુધી […]

ચીનમાં નવો ફેલાયેલો ‘હંટા વાયરસ’ જેને લોકો મહામારી સમજીને ભય ફેલાવી રહ્યા છે, એનાથી ડરવાની જરૂર નથી, જાણો એ શું છે

કોરોનાવાઈરસ નામના દુશ્મનથી હજુ દુનિયાએ છૂટકારો પણ નથી મેળવ્યો. તેવામાં ચીનમાંથી જ ઉદભવેલા Hantavirus હેન્ટાવાઈરસે હાહાકાર મચાવ્યો છે. ટ્વિટર પર # Hantavirus ટ્રેન્ડિંગ પર છે. તેને લઈને લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે તો કેટલાક લોકો મીમ્સ પણ બનાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે આ વાઈરસથી ડરવા જેવી કોઈ વાત જ નથી. ન […]

સ્પેનમાં પરિસ્થિતિ વકરીઃ હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી ઊભરાતા પથારીઓ ખૂટી પડી, દર્દીઓ જમીન પર સૂવા મજબૂર

કોરોના વાયરસથી યુરોપની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. ઈટાલીમાં તો 5,500થી વધુ લોકો કોરોના વાયરસનો ભોગ બન્યા છે. હવે સ્પેનમાં પણ આ વાયરસે ભયંકર પરિસ્થિતિ સર્જી રહ્યા છે. સ્પેનની એક હોસ્પિટલના દ્રશ્યો જે જોવા મળ્યા છે તે જોઈને ભલભલાનું હ્રદય હચમચી જશે. જેમાં કોરોના વાયરસના દર્દીઓ ભોંયતળીયે સૂઈ ગયા છે અને મેડિકલ સ્ટાફ તેમની […]

કોરોનાથી બચવા સુરતની સોસાયટીનો નવતર પ્રયોગ, રેસિડન્સી સિવાયનાં બહારનાં લોકોને પ્રવેશ મળશે નહીં, લગાવ્યા બોર્ડ

કોરોના વાયરસ અંગે લોકો ધીરે ધીરે જાગૃત થઇ રહ્યાં છે. આ વાયરસ લોકોનાં સંપર્કમાં આવવાને કારણે થતો હોય છે. ત્યારે લોકડાઉનની પરિસ્થિતિમાં સુરતનાં રેહેઠાણ વિસ્તારની વિવિધ સોસાયટીઓએ કોરોનાનાં સંક્રમણથી બચવા માટે નવતર પ્રયોગ કર્યો છે. એક સોસાયટીની બહાર બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, બહારનાં લોકોને અંદર પ્રવેશ મળશે નહીં. કોરોના વાઇરસે દેશ સાથે દુનિયામાં હાહાકાર […]