Browsing category

સમાચાર

ગરીબોની વહારે આવી સુરત પોલીસ: લોકડાઉન સુધી મજૂરોને દિવસમાં બે વાર આપશે ફૂડ પેકેટ

કોરોના વાયરસને લઈ સૌથી વધુ ખરાબ હાલત ગરીબ લોકોની થઈ છે. રોજ કમાઇને રોજ ખાતા લોકોની હાલત દયનીય બની છે. કામ ધંધો ન હોવાને કારણે આ લોકોને જમવાના પણ ફાંફા પડી ગયા છે. ત્યારે આવા લોકોની વહારે આવી છે સુરત પોલીસ. આવા લોકોનાં જમવાની સગવડ કરી તમામને ફૂડ પેકેટ આપીને પોલીસ તેમની ભૂખ સંતોષી રહ્યાં […]

અમદાવાદથી પગપાળા રાજસ્થાન જતાં શ્રમિકોની વહારે આવ્યા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શ્રમિકોને ભરપેટ જમાડીને બસની વ્યવસ્થા કરી આપી

લોકડાઉનના કારણે શહેરોમાં કામ માટે આવેલા શ્રમિકો અને નાના રોજગાર-ધંધા કરીને ગુજરાન ચલાવતા લોકોની પરિસ્થિતિ કપરી બની રહી છે. પૈસા ના આવતા હોવાના કારણે તેમને ખાવાના અને રહેવાના ફાંફા પડી રહ્યા છે આવામાં તેઓ પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે. જોકે, વાહનો અને રેલવે વ્યવસ્થા બંધ કરાઈ હોવાથી તેમને ચાલીને જવું પડી રહ્યું છે. આવામાં […]

બીજા વિશ્વયુદ્ધ કરતા પણ ઈટાલીમાં કોરોનાએ ભયંકર સ્થિતિ સર્જી, 24 જ કલાકમાં મૃતાંકે તોડ્યો પોતાનો જ રેકોર્ડ

કોરોના વાયરસે ઈટાલીમાં કોહરામ મચાવ્યો છે. ચીન કરતા પણ વધારે કોરોના વાયરસનો માર સહન કરી રહેલા ઈટાલીમાં રોજે રોજ મૃતાંક પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યો છે. મંગળવારે વધુ 743 લોકોના મોત નિપજ્યા હતાં. આ અગાઉ શનિવારે પણ ઈટાલીમાં મૃતાંક 793 હતો. છેલ્લા 24 કલાકમાં અહીં 683 લોકોએ જીવ ગુમાવ્યો છે. આ સાથે જ ઈટાલીમાં કુલ […]

ગુજરાતમાં ગરીબોને 21 દિવસ મફત અનાજ અપાશે, સવા ત્રણ કરોડ લોકોને થશે લાભ

વૈશ્વિક મહામારી કોરોનાનું સંક્રમણ દેશ અને રાજ્યમાં વ્યાપક થતું અટકાવવા 21 દિવસના જાહેર થયેલા લોકડાઉનની સ્થિતીમાં રાજ્યના નાગરિકોને જીવનજરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો બેરોકટોક અને નિયમીત મળતો રહે તેવી જડબેસલાક વ્યવસ્થા રાજ્ય સરકારે સુનિશ્ચિત કરી છે. કોરોના વાયરસની સ્થિતીમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતીમાં મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેટલાક મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા હતા. […]

રાજ્યના શિક્ષકો અને એસ.ટીના કર્મચારીઓ સીએમ રાહત ફંડમાં એક દિવસના પગાર પેટે કુલ રૂપિયા 45.34 કરોડની સહાય કરશે

કોરોના વાઈરસ ધીમે ધીમે ગુજરાતને ભરડામાં લઈ રહ્યો છે. અત્યાર સુધીમાં કુલ 39 પોઝિટિવ કેસ સામે આવ્યા છે અને એકનું મોત પણ થઈ ચૂક્યું છે. જેને પગલે અલગ અલગ ક્ષેત્રના કર્મચારીઓ દ્વારા આર્થિક મદદ કરવામાં આવી રહી છે. રાજ્યના પ્રાથમિક શાળાઓના શિક્ષકો, માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો અને ગુજરાત એસ.ટીના 40 હજાર કર્મચારીઓએ એક દિવસનો પગાર […]

અમેરિકામાં મદદ માટે આગળ આવ્યા ગુજરાતી હોટેલ-મોટેલ માલિકો, નોધારા બનેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે 5000 રૂમ સાથે મફત રહેવા-જમવાની સુવિધા કરી

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના મહામારીના હાહાકાર વચ્ચે અમેરિકામાં પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે. આવામાં અમેરિકાના વિવિધ રાજ્યોની યુનિવર્સિટીઓમાં અભ્યાસ માટે ગયેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ પણ અટવાઈ પડ્યા છે. અત્યારે તેમાંના મોટાભાગના હંગામી ડોમમાં આશરો લઈ રહ્યા છે. પરંતુ અમેરિકામાં કોરોનાના કેસની સંખ્યા સતત વધવાને લીધે ત્યાંની સરકાર આ સુવિધા પણ ગમે ત્યારે બંધ કરી […]

કોરોનાના કહેર વચ્ચે સ્પેનમાં ઘરોમાં સડી રહ્યા છે મૃતદેહો, વૃદ્ધોને ‘મરવા’ માટે લાવારિસ છોડી દીધા

દુનિયાના ખૂબ જ સુંદર દેશોમાં સામેલ સ્પેન કોરોના વાયરસને કહેરથી ઝઝૂમી રહ્યું છે. કોરોનાની ઝપટમાં આવતા અત્યાર સુધીમાં સ્પેનમાં બે હજારથી વધુ લોકોના મોત થયા છે અને 35000 લોકો તેનાથી સંક્રમિત છે. સોમવારના રોજ જ આ બીમારીથી અંદાજે 462 લોકોના મોત થયા. સ્થિતિ એવી છે કે કેટલાંય ઘરોમાં મૃતદેહો પડ્યા છે અને તેને હટાવા માટે […]

યુકેનો સુપર ફિટ સાયકલિસ્ટ પણ કોરોના સામે જંગ લડી રહ્યો છે, ત્યારે પત્નીએ આપી સલાહ, યુવાનોને નહીં થાય એવું માનતા હોય તો ચેતી જજો

કોરોના વાયરસનો ચેપ ફક્ત ઉંમરલાયક લોકોને જ લાગે છે અને યુવાન તથા નિયમિત કસરત કરતા લોકોને તેનાથી વધારે જોખમ નથી આવી માન્યતા ધરાવતો હોય તો થોડા ચેતી જજો. એક સુપર ફિટ અને નિયમિત સાયકલિંગ કરતા રહેલો એક વ્યક્તિ આજે કોરોના વાયરસ સામે જંગ લડી રહ્યો છે. તેની પત્નીએ યુવાન લોકોને સલાહ આપી છે કે તમે […]

દેશમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રથી આવ્યા સારા ન્યૂઝ, કોરોનાના 12 દર્દીઓ સારવાર બાદ થયા સ્વસ્થ

દેશમાં કોરોના વાયરસનો સૌથી વધુ પ્રકોપ સહન કરી રહેલા મહારાષ્ટ્રથી એક સારા સમાચાર છે. રાજ્યમાં કોરોનાથી સંક્રમિત 12 દર્દીઓ સારવાદ બાદ સ્વસ્થ થઈ ગયા છે. મંગળવારે ચાર વધુ કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં હવે કોરોનાના દર્દીઓની કુલ સંખ્યા 101 થઈ ચૂકી છે. મહારાષ્ટ્રમાં બે લોકો કોરોનાને લીધે જીવ ગુમાવી ચૂક્યા છે. બીજી તરફ બે જુદા […]

કોરોના વાયરસથી વ્યક્તિનું મોત થતાં પરિવારે જ મૃતદેહ સ્વીકારવાની ના પાડી દીધી, અંતિમ સંસ્કાર કરવા લોકો જ તૈયાર નથી, સરકારે જાહેર કરી ગાઈડલાઈન

દેશમાં એક તરફ સતત કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે, તો બીજી તરફ આ વાયરસના કારણે થયેલા મોત બાદ અંતિમ સંસ્કાર માટે પણ ઘણો સંઘર્ષ કરવો પડી રહ્યો છે. પહેલા દિલ્હી, પછી મુંબઈ અને હવે પશ્ચિમ બંગાળમાં આવો જ મામલો સામે આવ્યો છે. અહીંયા તો પોતાના લોકોએ જ મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો. આ બધા […]