વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોનાની બિમારી સામે સમગ્ર દેશને સતર્ક કરવા માટે મંગળવારે રાત્રે 8 વાગ્યે દેશવ્યાપી સંબોધન કરતાં કહ્યું હતું કે સોશિયલ ડિસ્ટન્સિંગ એ જ આ મહામારીને નાથવાનો એકમાત્ર ઉપાય છે. તેમણે સમગ્ર દેશમાં વધુ 3 અઠવાડિયાના લોકડાઉનની જાહેરાત કરીને દેશવાસીઓને તેનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરી હતી.
પ્રધાનમંત્રી મોદીની મોટી જાહેરાતઃ 3 અઠવાડીયા સુધી દેશમાં લોકડાઉન
પીએમ મોદીએ કહ્યું કે આજે રાત્રે 12 વાગ્યાથી 21 દિવસ સુધી સંપૂર્ણ દેશમાં લૉકડાઉન લાગશે. આ લોકડાઉન 21 દિવસનો રહેશે. આ લોકડાઉન એક પ્રકારે કર્ફ્યૂ જ છે. તમે ભુલ જાઓ કે બહાર નીકળવાનું શું હોય છે. એક એક નાગરિકના જીવનને બચાવવું આપણું કર્તવ્ય છે, જે લોકો સારવારમાં અને સેવામાં છે તેમનું વિચારો.
21 દિવસ મહત્વપૂર્ણઃ PM મોદી
કોરોના સંકટ મામલે PM મોદીએ કહ્યું, આવનારા 21 દિવસ આપણા માટે મહત્વપૂર્ણ છે. હેલ્થ એક્સપર્ટ્સનું માનીએ તો કોરોના વાયરસના સંક્રમણની સાયકલ તોડવા માટે ઓછામાં ઓછા 21 દિવસનો સમય બહુ જ મહત્વનો છે. જો 21 દિવસ આપણે સાવચેતી ન રાખી તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે, લાખો પરિવારો બરબાદ થઈ જશે.
કોરોનાઃ કોઈ રોડ પર ના નિકળે
પીએમ મોદીએ કહ્યું કે, મારો દેશવાસીઓને આગ્રહ છે કે આ 21 દિવસની અંદર કોઈ રોડ પર બહાર ન નીકળે. તેમણે એક પોસ્ટર પણ બતાવ્યું હતું. જેમાં લખ્યું હતું. કોરોનાઃ કોઈ રોડ પર ના નિકળે.
પોતાની જાત સાથે કોઇપણ પ્રકારનો પ્રયોગ ન કરો
પીએમ મોદીએ કહ્યું કે, મારી આપ સૌને પ્રાર્થના છે કે આ બીમારીના લક્ષણો દરમિયાન ડૉક્ટરની સલાહ લીધા વગર કોઈ પણ દવા ન લો. કોઈ પણ પ્રકારનો પ્રયોગ, પોતાના જીવનને વધુ જોખમમાં નાખી શકે છે.
ઘરમાં રહો, ઘરમાં રહો અને એક જ કામ કરો કે પોતાના ઘરમાં જ રહો
ઘરમાં રહો, ઘરમાં રહો અને એક જ કામ કરો કે પોતાના ઘરમાં જ રહો. મિત્રો, આજના નિર્ણયથી દેશવ્યાપી લૉકડાઉને પોતાના ઘરના દરવાજા પર એક લક્ષ્મણ રેખા ખેંચી દીધી છે. તમારે યાદ રાખવાનું છે કે કેટલીક વખત કોરોનાથી સંક્રમિત વ્યક્તિ શરૂઆતમાં બિલકુલ સ્વસ્થ લાગે છે, તે સંક્રમિત છે તેની ખબર નહીં પડે. એટલા માટે સાવચેત રહો, પોતાના ઘરમાં રહો.
ત્રણ લાખ લોકો સુધી આ બીમારી પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા: PM મોદી
વિચારો, પહેલા એક લાખ લોકો સંક્રમિત થવામાં 67 દિવસ લાગ્યા અને પછી આને 2 લાખ લોકો સુધી પહોંચવામાં માત્ર 11 દિવસ લાગ્યા. આ હજુ વધુ ડરામણું છે કે બે લાખ લોકો સંક્રમિત લોકોથી ત્રણ લાખ લોકો સુધી આ બીમારી પહોંચવામાં માત્ર ચાર દિવસ લાગ્યા.
21 દિવસનું લૉકડાઉનએ લાંબો સમય છે, પરંતુ મહત્વપૂર્ણ છે
મને વિશ્વાસ છે કે દરેક ભારતીય સંકટના સમયમાં સરકારના, સ્થાનિક તંત્રના આદેશનું પાલન કરશે. 21 દિવસનું લૉકડાઉન, લાંબો સમય છે, પંરતુ પોતાના જીવનની રક્ષા માટે, પોતાના પરિવારની રક્ષા માટે, એટલું જ મહત્વપૂર્ણ છે.
અફવા-અંધવિશ્વાસથી બચો
પીએમએ કહ્યું કે, એ પણ ધ્યાન રાખો કે આવા સમયમાં જાણતા અજાણતા કેટલીક વખત અફવાઓ પણ ફેલાય છે. મારો તમને આગ્રહ છે કે કોઇપણ પ્રકારની અફવા અને અંધવિશ્વાસથી બચો.
રાજ્ય સરકારોને પ્રાથમિકતા માત્રને માત્ર સ્વાસ્થ્ય સેવાઓ
મેં રાજ્ય સરકારોને અપીલ કરી છે કે આ સમય તેમની પ્રથમ પ્રાથમિકતા, માત્ર અને માત્ર સ્વાસ્થ્ય સેવાઓ જ હોવી જોઇએ, હેલ્થ કેર જ પ્રાથમિકતા હોવી જોઇએ.
કોરોનાના સંક્રમણની સાયકલ તોડવી પડશેઃ PM મોદી
કોરોનાથી બચવા કોઈ રસ્તો નથી. કોરોનાને ફેલાતો અટકાવવાનો છે, તો આના સંક્રમણની સાયકલને તોડવી જ પડશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..