કોરોના વાઇરસને લઇને સરકારે 21મી દિવસો સુધી કર્ફ્યૂ લગાવ્યો છે. ત્યારે અમદાવાદીઓ કોરોનાની સામે લડવા માટે મક્કમ છે. લોકો ઘરની બહાર શાક લેવા માટે ના જાય તે માટે અમદાવાદ મહાનગરપાલિકાએ એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમાં મનપા ડોર ટુ ડોર રીક્ષા ફેરવી લોકોને શાકભાજી વેચશે. UCD વિભાગના કર્મચારીઓ અને સ્માર્ટ રિક્ષા સંકલન કરી લોકોના ઘર સુધી શાકભાજી પહોંચાડશે. ઉલ્લેખનીય છે કે, શાકભાજી માર્કેટમાં ભીડ થતી હોવાથી મનપાએ આ નિર્ણય લીધો છે.
સંગ્રહખોરી ન થાય તેનું ધ્યાન રાખવામાં આવશે
મુખ્યમંત્રીએ રાજ્યના કોઇપણ વિસ્તાર, જિલ્લા, નગર, ગામ, મહાનગરમાં ક્યાંય કોઇપણ નાગરિક-પ્રજાજનોને દૂધ, શાકભાજી, કરિયાણું અને ખાદ્ય પુરવઠો મેળવવામાં મુશ્કેલી ન પડે તેની સમગ્ર દેખરેખ અને નિયંત્રણ માટે પાંચ વરિષ્ઠ અધિકારીઓની ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના સચિવ, મુખ્યમંત્રીના સચિવ, નાગરિક પુરવઠા નિગમના એમ.ડી, સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર અને એ.પી.એમ.સી. નિયામક તેમજ અન્ન નિયંત્રક અમદાવાદની આ કમિટી લોકડાઉનની પરિસ્થિતીમાં જીવન આવશ્યક જરૂરી ચીજવસ્તુઓનો પુરવઠો નાગરિકોને સરળતાથી મળી રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ ઉપરાંત કોઇ ચીજવસ્તુના નિર્ધારીત ભાવથી વધુ ભાવ ન લેવાય તેમજ સંગ્રહખોરી ન થાય તે માટે પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
સમગ્ર ગુજરાતમાં 1600 જેટલા અમૂલ પાર્લરો કાર્યરત
રાજ્યમાં આજની તારીખે 64 શાકભાજી માર્કેટ કાર્યરત છે. તેમજ દૂધ, શાકભાજી, ફળફળાદિ, અનાજ, કરિયાણાના પુરવઠામાં કોઇ જ દુવિધા નથી. ગુજરાતમાં 1600 જેટલા અમૂલ પાર્લરમાંથી 1000 જેટલા પાર્લર 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં કાર્યરત છે. 600 જેટલા પાર્લર નાના નગરો-ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. આ બધા જ પાર્લર ચાલુ છે અને દૂધનો સપ્લાય ત્યાં ઉપલબ્ધ રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..