Browsing category

સમાચાર

ચલણી નોટોથી નાક લૂછીને બોલ્યો- કોરોના બીમારી નથી, અલ્લાહનો શ્રાપ છે, પોલીસે કરી ધરપકડ

કોરોના વાયરસ જીવલેણ છે. વારંવાર લોકોને સચેત કરવામાં આવી રહ્યા છે. દેશભરના લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. આ દરમિયાન સોશયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે, જેમાં એક શખસ પાંચસોની નોટોથી નાક લૂછી રહ્યો છે. વ્યક્તિનું કહેવું છે કે, કોરોના વાયરસ અલ્લાહનો અજાબ (શ્રાપ) છે. આ શખસની વિરુદ્ધ કાર્યવાહી કરતા પોલીસે તેને કસ્ટડીમાં […]

ઈન્દોરમાં તપાસ કરવા ગયેલા ડોક્ટર્સ પર કરાયો પથ્થરમારો, પોલીસે ઘટના વિરુદ્ધ નોંધ્યો કેસ

ઈન્દોરના ટાટપટ્ટી બાખલમાં બુધવારે કોરોના સંક્રમિતોની તપાસ કરવા પહોંચેલી સ્વાસ્થ વિભાગની ટીમ પર લોકોએ પથ્થરમારો કર્યો હતો. સ્વાસ્થ્ય કર્મચારીઓ જેમ તેમ કરીને જીવ બચાવીને ભાગ્યા હતા. ઉપદ્રવીઓએ બેરિકેડ્સ પણ તોડી દીધા હતા. પોલીસે તેના વિરુદ્ધ શાસકીય કાર્યમાં અડચણ ઊભી કરવાનો કેસ નોંધી લીધો છે. જેના જવાબમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું કે, […]

અમેરિકામાં રહેતાં ભાયલીના છીતુ પટેલનું કોરોનાથી મોત, સમાજમાં શોકની લાગણી ફેલાઈ

કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે.ત્યારે વાઈરસની સૌથી વધુ અસર ઈટલી બાદ હવે અમેરિકામાં પહોચી છે. અમેરિકામાં રહેતા ભારતીય સમાજના ઘણા લોકો કોરોના વાઈરસની ઝપેટમાં પણ આવ્યાં હોવાનું જાણવા મળ્યું છે.ત્યારે ભાયલીના મુળ વતની અને છેલ્લા 45 વર્ષથી અમેરિકાના શિકાગો ખાતે રહેતા છીતુભાઈ પટેલનું કોરોનાના પગલે અવસાન થતા ગામના લોકો શોકગ્રસ્ત બન્યા છે. 31મી માર્ચે […]

કોરોના સામેની લડત માટે 82 વર્ષીય વૃદ્ધાએ પોતાની પેન્શનની રકમમાંથી 1 લાખ રૂપિયા દાન કર્યા

હાલ સમગ્ર દેશ-દુનિયામાં કોરોના વાયરસનો આતંક ફેલાયેલો છે. કોરોના સામેની લડાઈ માટે લોકો મદદ કરવા માટે આગળ આવી રહ્યા છે અને દાન આપી રહ્યા છે. મધ્યપ્રદેશના 82 વર્ષીય વૃદ્ધાએ તેઓને મળતા પેન્શનની રકમમાંથી રૂપિયા 1 લાખની મદદ કરી છે. કોરોના સામેની લડાઈમાં હવે આ વૃદ્ધા પણ આગળ આવ્યા છે અને મુખ્યમંત્રી રાહત કોષમાં રૂપિયા રૂપિયા […]

ચીનની એક ડોક્યુમેન્ટ્રીમાં સંશોધકો જે કરી રહ્યા છે તે જોતા કોરોના વાયરસ કાવતરુ હોવાની વાતને મળે છે સમર્થન

કોરોના વાયરસનો ઉદ્દભવ ચીનના વુહાન શહેરમાં થયો હતો અને હાલમાં તે સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો છે. જોકે, ચીનનું કહેવું છે કે કોરોનાનો પ્રથમ કેસ ભલે તેમના દેશમાં જોવા મળ્યો છે પરંતુ તે ચીનમાં ઉદ્દભવ્યો છે તેવા કોઈ પૂરાવા નથી. આ ઉપરાંત આ વાયરસ ચામાચિડિયામાંથી આવ્યો હોવાનું પણ કહેવા છે. એક ડોક્યુમેન્ટ્રીમાં ચીનનું જુઠ્ઠાણું ખુલ્લી પડી […]

જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીનો સનસનીખેજ ખુલાસો, કોરોના વાયરસ સજીવ નથી, અટકાવવો મુશ્કેલ

દુનિયા આખી કોરોના વાયરસના કારણે ફફડી ઉઠી છે. હજારોની સંખ્યામાં વૈજ્ઞાનિકો અને સંશોધકો કોરોનાની રસી અને દવા શોધવામાં રાત-દિવસ એક કરી રહ્યાં છે. પણ જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીએ કોરોના વાયરસ સક્રમણને લઈને એક અત્યંત મહત્વનો ખુલાસો કર્યો છે. જ્હોન હોપકિન્સ યુનિર્વસિટીએ સનસની ખુલાસો કરતા કહ્યું છે કે, કોરોના વાયરસ કોઈ જીવતો જીવ નહીં પરંતુ એક પ્રોટીન […]

કોરોના સામે લડવા અઝીમ પ્રેમજીનું વિપ્રો જૂથ અને ફાઉન્ડેશન 1,125 કરોડ રૂપિયા ખર્ચ કરશે

કોરોના સામે લડવા માટે દાન કરવાની પીએમ મોદીની અપીલ પર કોર્પોરેટ જગત ખુલીને સામે આવ્યું છે અને પીએમ કેર્સ ફંડમાં કરોડો રૂપિયા જમા થઈ ગયા છે. આ દરમિયાન વિપ્રો લિમિટેડ, વિપ્રો એન્ટરપ્રાઈઝીસ લિમિટેડ અને એઝીમ પ્રેમજી ફાઉન્ડેશને બુધવારે જાહેરાત કરી કે, તે બધા મળીને 1,125 કરોડ રૂપિયા કોરોના સામે લડવા માટે આપશે. જોકે, વિપ્રો જૂથે […]

રાજકોટમાં મિત્રની મદદથી રોટલી બનાવવાનું મશીન મુક્યું હવે 15 યુવાનો રોજની 8 હજાર રોટલી બનાવી ગરીબોને આપે છે

સમગ્ર દેશમાં કોરોનને કારણે હાલ લોકડાઉન છે. રાજકોટ શહેરમાં અનેક સામાજિક સંસ્થાઓ લોકોની જઠરાગ્નિ ઠારવાનું સરાહનીય કામ કરી રહી છે. ત્યારે લોકડાઉનને કારણે કાલાવડ રોડ પર કપડાનો શો રૂમ બંધ હોવાથી 15થી વધુ યુવાનોએ રોટલી બનાવવાનું મશીન વસાવ્યું છે. આ મશીનમાં દરરોજ 8000 રોટલીઓ બનાવી ગરીબોને ખવડાવવાનું કામ ઉપાડ્યું છે. ઇન્ટિરિયર ડિઝાઇનર માનવ સેવામાં જોડાયો […]

‘દો’ રોટી દેશ કે નામ હેઠળ કામ કરતા અમદાવાદના યુવાન લોકોના ઘરેથી 2 રોટલી લઈને સાંજે સેંકડો ગરીબોને જમાડે છે

કોરોનાની મહામારી વચ્ચે વિશ્વ આખામાં લોકો દહેસાતમાં છે. લોકો જ્યાં છે ત્યાંજ રહી ગયા છે અને જે લોકો રસ્તા પર છે તેમને મદદની જરૂર છે પણ હવે મદદ પણ ઓછી પડી રહી છે. ત્યારે અમદાવાદના જમાલપુર વિસ્તારના યુવાનોએ ‘દો’ રોટી દેશ કે નામથી ખાસ આયોજન કર્યુ છે. સમગ્ર વિસ્તારના લોકો પાસે આ યુવાનો માત્ર 2 […]

6 મહિનાનો ગર્ભ હોવા છતાં પણ ફરજ બજાવે છે રાજકોટના આ મહિલા ASI, ચિંતામાં પડેલા પરિવારને કહ્યું-રજા નહીં, ફરજ પહેલાં

સમગ્ર દેશમાં જ્યારે 14 એપ્રિલ સુધી લોકડાઉન ચાલી રહ્યું છે ત્યારે ડોક્ટર્સ તેમજ પોલીસ ખડેપગે ફરજ પર હાજર છે. હોસ્પિટલની અંદર ડોક્ટર્સ દર્દીઓને બચાવવા માટે પોતાનાથી બનતા દરેક પ્રયત્ન કરી રહ્યાં છે ત્યારે હોસ્પિટલની બહાર પોલીસ લૉકડાઉનનું ચૂસ્તપણે પાલન કરાવવા માટે સ્પર્શથી ફેલાતા કોરોના વાયરસના જોખમ સામે પણ પોતાની ડ્યૂટી નિભાવી રહ્યાં છે. આવી જ […]