Browsing category

સમાચાર

કોરોનાના નવા લક્ષણોએ વધાર્યું ડોક્ટર્સનું ટેન્શન, મગજને પણ નુક્સાન પહોંચાડી રહ્યો છે કોરોના! બ્રેન સ્કેનમાં ડોક્ટર્સને કંઈક અજુગતું દેખાયું

કોરોના વાયરસને કારણે શરીરના કિડની તેમજ ફેફસા જેવા અંગો પર વિપરિત અસર થાય છે, અને તેના કારણે ઘણા કેસમાં દર્દીનું મોત પણ થતું હોય છે. જોકે, અમેરિકાના ડોક્ટર્સને પહેલીવાર કોરોના વાયરસની મગજ પર કેવી અસર થાય છે તેનો એક ચોંકાવનારો કેસ જોવા મળ્યો છે. લાઈવ સાયન્સ તેમજ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ અનુસાર, કોરોનાના કેટલાક દર્દીઓમાં આવા […]

દેશમાં લોકડાઉન હટાવવા ચાર અઠવાડિયાના પ્લાન પર વિચારણા, જાણો વિવિધ સંભાવના

કોરોના વાયરસ (Coronavirus)ને કારણે દેશમાં 21 દિવસનું લૉકડાઉન (Lockdown)છે. આ લૉકડાઉન 14મી એપ્રિલના રોજ સમાપ્ત થઈ રહ્યું છે. આથી દરેકના મનમાં એક સવાલ છે કે 21 દિવસ પૂર્ણ થયા બાદ શું થશે. આ અંગે વિવિધ સંસ્થા, ઉદ્યોગો, ડૉક્ટરો, પોલીસી ઘડનારાઓ અંગે ચર્ચા ચાલી રહી છે. ઉદ્યોગ જૂથો, રાજકીય નેતાઓ, વિચારકો અને નીતિઓ ઘડનારાઓ સાથે ચર્ચા […]

અમદાવાદમાં બે ડૉક્ટરે ના પાડી પણ ત્રીજા ડૉક્ટરે દેખાડી માનવતા, ગરીબ પરિવારની મુશ્કેલી જોઈને રાત્રે ફ્રીમાં ડિલિવરી કરી

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે શહેરના તમામ ધંધા રોજગારો બંધ છે. લોકડાઉનમાં ઇમર્જન્સી હોસ્પિટલોમાં શરૂ રાખવામાં આવી છે ત્યારે અમદાવાદના નરોડા વિસ્તારમાં એક ડૉક્ટરની માનવતાનો કિસ્સો સામે આવ્યો છે. એક સગર્ભાને અચાનક રાત્રે પ્રસૂતિની પીડા ઉપડતાં પરિવારજનોએ બે ડૉક્ટરનો સંપર્ક કર્યો હતો પરંતુ ડૉક્ટરોએ અલગ-અલગ બહાના કાઢીને સગર્ભાની પ્રસૂતિ કરવાનું […]

લૉકડાઉનમાં સરપંચની માનવસેવાની સુવાસ: ગામનો કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન ઉંઘે તે માટે સરપંચે ઘરેણા ગીરવે મૂકી ગામના ગરીબોને સહાય કરી

કોરોના વાયરસની સંક્રમણની ચેઇન તોડવા માટે કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનના કારણે ઘણા લોકો પોતાના વતન ચાલ્યા ગયા છે પરંતુ ત્યારબાદ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકો જે જગ્યા પર છે તેમને ત્યાં જ રહેવાનું સુચના આપવામાં આવતા રોજનું કમાઈને પોતાના પરિવારનું પેટીયું રળતા ગરીબ લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા […]

કોરોના સામેની લડાઈમાં રાજકોટની જ્યોતિ CNCએ 10 દિવસમાં જ ધમણ-1 નામનું વેન્ટિલેટર બનાવી દીધું, પ્રથમ 1000 વૅન્ટિલેટર્સ દાનમાં આપશે

કોરોના વાઈરસથી વિશ્વભરમાં ફેલાયેલી મહામારી સામેની લડતમાં ગુજરાતે આજે એક મહત્ત્વની સફળતા પ્રાપ્ત કરી છે. રાજકોટની એક કંપનીએ કોરોના દર્દીઓના ઈલાજમાં સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવતા સ્વદેશી બનાવટના વેન્ટિલેટરનું ફક્ત 10 દિવસમાં નિર્માણ કરી દેખાડ્યું છે. ધમણ-1 નામના આ વેન્ટિલેટરની ખાસિયત એ છે કે તેના બધા પાર્ટ્સ સ્વદેશી છે અને તેની પડતર ફક્ત રૂ. 1 લાખ […]

કોરોના પર કાબુ મેળવ્યા બાદ ચીનનું આવી બનશે? ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસને કરી શરૂઆત

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનને WHO અને સંયુક્ત રાષ્ટ્રને ચીનમાં ચાલી રહેલા વેટ માર્કેટ વિરૂદ્ધ કાર્યવાહી કરવાની માંગણી કરી છે. તેમણે કહ્યું છે કે, વેટ માર્કેટ એક વાસ્તવિક સમસ્યા છે, અહીંથી જ કોરોના વાયરસનો ઉદભવ થયો હતો. મોરિસને કહ્યું હતું કે, ચીનમાં આવેલા વેટ માર્કેટના કારણે જ ત્યાંથી કોરોના વાયરસ ફેલાયો છે. વેટ માર્કેટ જ એ […]

મુંબઈ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફનાં 11 જવાનોનાં કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતા ચકચાર

કોરોના વાયરસનો પ્રકોપ વધતો જઇ રહ્યો છે. દેશમાં અત્યાર સુધી 2300થી વધારે કેસ સામે આવી ચુક્યા છે અને 56 લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે. હવે સીઆઈએસએફનાં જવાન પણ આની ઝપટમાં આવ્યા છે. મુંબઈ એરપોર્ટ પર તૈનાત સીઆઈએસએફ(CISF)નાં 11 જવાનોનાં કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. 11માંથી 4નાં રિપોર્ટ ગુરુવારનાં પોઝિટિવ આવ્યા હતા આ 11માંથી […]

સુરતની મહિલા સફાઈકર્મીની ફરજનિષ્ઠા તો જુઓ, 9 માસનો ગર્ભ હોવા છતાં લૉકડાઉનમાં સેવા ચાલુ રાખી

કોરોના વાઇરસની મહામારી વચ્ચે પણ આ મહિલા સફાઈ કર્મચારી નવ માસના ગર્ભ સાથે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સુરતને સ્વચ્છ રાખવા રોજ 5 કલાકથી વધારે કામ કરે છે. એટલું જ નહીં પણ આવી જીવલેણ બીમારી સામે સ્વચ્છતા અને જાગૃતતાની જ જીત થતી હોવાનું જણાવી રહી છે. સંયુક્ત પરિવારમાં રહેતી ધોરણ 7 પાસ આ મહિલા સફાઈ કર્મચારી […]

હવા એટલી સાફ થઈ ગઈ છે કે જલંધરથી 200 કિમી દૂર આવેલા હિમાલયના બર્ફીલા પહાડ દેખાવા લાગ્યા!

કોરોનાવાઈરસના પ્રતાપે દેશભરમાં છેલ્લા એક અઠવાડિયા કરતાં પણ વધુ સમયથી સડક, રેલ અને હવાઈ વાહનવ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ છે. તેના પ્રતાપે દેશમાં પ્રદૂષણના સ્તરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. તેની અમુક પોઝિટિવ સાઈડ ઈફેક્ટ્સ દેખાવા પણ માંડી છે. જેમ કે, શુક્રવારે પંજાબના જલંધરવાસીઓ ઊઠ્યા ત્યારે તેઓ ક્ષિતિજે દેખાતું દૃશ્ય જોઈને આનંદ અને આશ્ચર્યથી ઊછળી ઊઠ્યા. કેમ […]

પ્રિમેચ્યોર બાળકીનો પિતા બન્યો હોવા થતા આ જવાન અમદાવાદના જમાલપુરમાં લોકડાઉન બંદોબસ્તમાં નીભાવે છે ફરજ

કોરોના વાઈરસના કહેર વચ્ચે આજે લોકડાઉનનો નવમો દિવસ છે. ત્યારે જમાલપુર વિસ્તારમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના ફતેગઢનો રોનક પરમાર લોકડાઉન બંદોબસ્તમાં છે. તે એસ.આર.પી ગ્રુપ-16માં કચ્છ-ભચાઉ ખાતે ફરજ બજાવે છે પંરતુ તેને લોકડાઉનમાં જમાલપુર ફરજ સોંપવામાં આવી છે. દરમિયાન તેની પત્નીએ એક પ્રિમેચ્યોર બાળકીને જન્મ આપ્યો છે. બાળકી અધૂરા માસે જન્મી હોવાથી તે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે. […]