પ્રિમેચ્યોર બાળકીનો પિતા બન્યો હોવા થતા આ જવાન અમદાવાદના જમાલપુરમાં લોકડાઉન બંદોબસ્તમાં નીભાવે છે ફરજ

કોરોના વાઈરસના કહેર વચ્ચે આજે લોકડાઉનનો નવમો દિવસ છે. ત્યારે જમાલપુર વિસ્તારમાં બનાસકાંઠાના વડગામ તાલુકાના ફતેગઢનો રોનક પરમાર લોકડાઉન બંદોબસ્તમાં છે. તે એસ.આર.પી ગ્રુપ-16માં કચ્છ-ભચાઉ ખાતે ફરજ બજાવે છે પંરતુ તેને લોકડાઉનમાં જમાલપુર ફરજ સોંપવામાં આવી છે. દરમિયાન તેની પત્નીએ એક પ્રિમેચ્યોર બાળકીને જન્મ આપ્યો છે. બાળકી અધૂરા માસે જન્મી હોવાથી તે ડોક્ટરના ઓબ્ઝર્વેશનમાં છે. બાળકીનો પિતા બન્યો હોવા છતા જવાન પોતાની ફરજનિષ્ઠાને બંદોબસ્તમાં રહીને સારી રીતે નિભાવી રહ્યો છે. જેને પગલે તે વતનમાં દીકરીને ચહેરો જોવા અને રમાડવા હાલ પૂરતો નહીં જઈ શકે.

જમાલપુરમાં લોકડાઉન બંદોબસ્ત વચ્ચે પિતા બન્યો હોવાછતાં એસઆરપી જવાન રોનક પરમારે ખાખીમાં રહેલા પિતાને હાલ પૂરતો બેસાડી દીધો છે. તેણે દેશ અને જનતાની સેવાના સર્વોપરી કર્તવ્યને પસંદ કરીને બંદોબસ્તમાં લોકડાઉનને સફળ બનાવવામાં લાગી ગયો છે. તેના અંદર રહેલો પિતા લોકડાઉન પૂરું થાય તેની રાહ જુએ છે. 2013માં એસઆરપીમાં જોડાયેલો રોનક હવે ફરજ નિભાવવા કટિબધ્ધ છે.

માતાને રજા અપાઈ બાળકી ઓબ્ઝર્વેશનમાં

રોનકની પત્નીને તબિયત સુધારા પર હોવાથી રજા આપી દેવામાં આવી છે. જો કે, તેની નવજાત બાળકી પ્રિમેચ્યોર હોવાથી તેને ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવી છે. રોનકનો નાનો ભાઈ પ્રદીપ જણાવે છે કે, દીકરીને હોસ્પિટલમાં રાખવામાં આવી છે. ભાભીને રજા અપાઈ છે.

રોનકનું શું કહેવું છે?

રોનક પરમારે જણાવ્યું હતું કે, હાલ કોરોના વાઈરસને કહેરને પગલે દેશભરમાં લોકડાઉન છે. હાલ મને જમાલપુર વિસ્તારમાં ફરજ સોંપાઈ હોવાથી હું અહીં ફરજ નિભાવી રહ્યો છું. હાલની પરિસ્થિતિમાં હું પરિવારને સમય નથી આપી શકતો પરંતુ મારો પરિવાર મારી પત્ની અને બાળકીનું ધ્યાન રાખી રહ્યો છે.

ખડેપગે જવાન

વૈશ્વિક મહામારી કોરોના વાઈરસે અજગરી ભરડો લઈને ભારત અને ગુજરાતમાં ઘૂસ્યો છે ત્યારે તેને રોકવા માટે 21 દિવસનું વડાપ્રધાને લોકડાઉન જાહેર કર્યું છે. રાજ્યના તમામ લોકો ઘરોમાં બંધ છે. ત્યારે પોલીસ, સરકારી કર્મીઓ, સફાઈ કર્મીઓ અને મીડિયા કર્મીઓ ફરજમાં છે.કોરોના તેમને અભય વરદાન આપતો નથી છતાં લોકોની સલામતી માટે તમામ કામગીરી કરી રહ્યા છે. તેમાં મહત્વની ભૂમિકા પોલીસ ભજવી રહી છે. પિતા બન્યો હોવાછતાં પોતાના બાળકને એક જવાન ફરજમાં હોવાથી મળવાનું શક્ય ન હોવાની લોકડાઉન બંદોબસ્ત ડ્યૂટી કરતા જવાનની હૃદયસ્પર્શી કહાણીથી તેની સેવાભાવનાને લોકો સલામ કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો