Browsing category

સમાચાર

અમદાવાદમાં 18 વર્ષનો યુવાન સ્કૂલ કોલેજ બહાર જઈને ફી માફી માટે કરે છે ગાંધીગીરી, આખા શહેરમાં ફરી બેનર બતાવી ફી માફીની માગ કરે છે

હમણાં જ ધોરણ 12 પાસ કરીને કોલેજમાં એડમિશન લેવાના બદલે પોતાના વિસ્તારના અન્ય વિદ્યાર્થીઓ ફી ન ભરી શકતા તેમને પડતી તકલીફો સાથેના બેનર લઈને એક યુવાન રોજ સાયકલ પર નીકળે છે. 18 વર્ષનો આ યુવાન પોતે એક બેનર પહેરીને સમગ્ર શહેરમાં ફરે છે અને કોરોનાને પગલે લોકડાઉન બાદ ગરીબ પરિવારને ખાવાના ફાંફા છે. તેવા સંજોગોમાં […]

ખુશખબર: ભારતીય કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે બનાવી Coronaની દવા, 103 રૂપિયા પ્રતિ ટેબલેટ છે કિંમત, DGCIએ આપી મંજૂરી

ફાર્મા કંપની ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સે શનિવારે જણાવ્યું હતું કે, તેણે એન્ટીવાયરલ ડ્રગ Favipiravir લોન્ચ કરી દીધી છે. કંપનીએ આ દવાનું નામ FabiFlu રાખ્યું છે, જેનો ઉપયોગ કોવિડ-19થી સામાન્ય સંક્રમિત લોકો પર કરવામાં આવી શકે છે, કંપનીએ આ દવાની કિંમત 103 રૂપિયા પ્રતિ ટેબલેટ રાખી છે. ગ્લેનમાર્કે જણાવ્યું કે, 200 mg ટેબલેટવાળા એક સ્ટ્રીપની કિંમત 3500 રૂપિયા […]

ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાના નવા 539 કેસ નોંધાયા અને 20 દર્દીઓના મોત થયાં, અમદાવાદ બાદ સુરતમાં ચિંતાજનક રીતે વધી રહ્યા છે કોરોનાના દર્દીઓ

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. છેલ્લા 20 દિવસમાં કોરોનાના ફરી એકવાર આજે 500થી વધુ કેસ નોંધાયા છે. જે ખરેખર ચિંતાજનક આંકડો છે. તો આજેપણ સૌથી વધુ અમદાવાદમાં કોરોનાના કેસ નોંધાયા છે. આ તમામ બાબત વચ્ચે સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેટલા કેસ નોંધાયા તે અંગેની માહિતી રાજ્ય સરકારના આરોગ્ય […]

લોકડાઉનના કારણે પરિસ્થિતિ વણસતા માતાની દવા અને સ્કૂલ ફી માટે કોરોના મૃતકોના શવ ઉઠાવે છે આ વિદ્યાર્થી

કોરોના લોકડાઉન પહેલા 12માં ધોરણમાં ભણતો વિદ્યાર્થી ચાંદ મોહમ્મદની જિંદગીમાં બધુ જ સારું ચાલી રહ્યું હતું અને તે ડૉક્ટર બનવા માંગતો હતો. લોકડાઉનમાં મોટાભાઈની નોકરી છૂટ્યા બાદ હવે પરિસ્થિતિ એવી છે કે માતાની દવા અને ભાઈ-બહેનની શાળાની ફી ભરવા માટે LNJP હોસ્પિટલમાં કોરોનાના કારણે મરનારા લોકોના શવ ઉઠાવી રહ્યો છે. તેની માતાને થાઈરૉઈડ નામની બીમારી […]

સુરતમાં ખૂન અને મારામારીની વણથંભી વણઝાર વચ્ચે ચોરીનો સનસનાટી ભર્યો ઘટનાક્રમ CCTVમાં થયો કેદ, તસ્કરો 45 મિનિટમાં 26.10 લાખની ચોરી કરી ધોળેદિવસે છૂમંતર

કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટે આપવામાં આવેલું લૉકડાઉન (Lockdown) સમાપ્ત થવાની સાથે જ સુરતમાં (surat) સતત ગુનાખોરી (Crime) વધી રહી છે. ત્યારે સુરતના સૌથી પોર્શ વિસ્તરમાં પરિવાર ઘરની બહાર હતું તે સમયે ગાડીમાં આવેલા તસ્કરો માત્ર 45 મિનિટ રૂપિયા 26.10 લાહીની ચોરી કરી (Stolen) ફરાર થઇ ગયા હતા જોકે ઘટનાઈ જાણકારી પોલીસને (Surat police0 આપતા […]

માસૂમ બાળકોની દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના તો જુઓ, જવાનો શહીદ થયાની વાત સાંભળીને ચીન સામે લડવા બોર્ડર પર જવા નીકળ્યા

લદ્દાખ સીમા પર ચીની સૈનિકો દ્વારા દગો કરી શહીદ કરવામાં આવેલા 20 ભારતીય જવાનો માટે દેશભરમાં જબરદસ્ત ગુસ્સો છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના અલીગઢમાં વીર જવાનોની શહીદીનો બદલો લેવા માટે દોડ લગાવી ચીન સામે બદલો લેવા 10 જેટલા માસૂમ બાળકો નીકળી પડ્યા હતા. પોલીસે ભારે સમજાવટ બાદ બાળકોને પાછા ધકેલી પોતાના ઘરે મોકલ્યા હતા. માસૂમ […]

રાજકોટના ડી-માર્ટમાં ફૂગવાળી વાસી 10 કિલો બ્રેડનો મનપાએ નાશ કર્યો, આરોગ્ય વિભાગે મોલમાં તપાસ શરૂ કરી

કુવાડવા રોડ પર આવેલા ડી માર્ટમાં વાસી અને ફૂગવાળી બ્રેડનું વેચાણ થતું હોવાનું મનપાના કોલ સેન્ટરમાં ફરિયાદ મળતા તુરંત ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો ડી માર્ટ ખાતે તપાસ માટે પહોંચ્યા હતા. તપાસ કરતા એક્સપાયરી તારીખ પૂરી થતી હોય તેવી બ્રેડમાં ચેકિંગ કરતા ફૂગ જોવા મળી હતી. જેના પગલે ફુડ ઇન્સ્પેક્ટરે 10 કિલો કબી બી બ્રેડના જથ્થાનો નાશ […]

કંગનાએ જાવેદ અખ્તરના ધજાગરા કરી નાંખ્યા, વીડિયો શેર કરીને બધી પોલ છતી કરી દીધી! જાણો શું ખુલાસા કર્યા

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યાના કારણે બોલિવૂડ તેમજ આખા ભારતમાં સનસની મચી ગઈ છે. તેના મૃત્યુ બાદ ઘણા અભિનેતાએ બોલિવૂડની લાલિયાવાડીનો વિરોધ કર્યો છે. પરંતુ સુશાંતના અવસાન પછી કંગનાએ એક વીડિયો પોસ્ટ કર્યો હતો. તેમાં કંગનાએ ફિલ્મ ઉદ્યોગના જાણીતા ચહેરાઓની પોલ છતી કરી હતી. કંગનાએ હવે ફરીવાર મોટા ખુલાસા કર્યા છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર […]

નવસારીના ઉદ્યોગપતિએ બોયકોટ ચાઈના અભિયાનનો કર્યો પ્રારંભ, અલિબાબા સાથેનો 11 વર્ષ જૂનો ગોલ્ડન સપ્લાયરનો વિશેષ દરજ્જા વાળો કરાર રદ્દ કર્યો

દેવીનાપાર્કમાં પરેશ રાઠોડ પરિવાર સાથે રહે છે. તેમણે સચિનના sez વિસ્તારમાં કાલિકા ઇન્ટરનેશનલ કંપની સ્થાપી બ્રેક ફ્લ્યુડ નામનું પ્રવાહીનું ઉત્પાદન કરી રહ્યા છે. તેઓ એશિયામાં પ્રથમ ક્રમનાં વિક્રેતા છે અને વિશ્વનાં 30 દેશ સાથે વ્યાપાર કરે છે. આ કંપની માટે 11 વર્ષ અગાઉ ચાઈનાની ઓનલાઈન વસ્તુ વેચનાર કંપની ALIBABA.COM સાથે જાહેરાતના કોન્ટ્રાકટ કર્યા હતા. અલીબાબા […]

સુરતી ઉદ્યોગપતિએ દુબઇમાં ફસાયેલા ગુજરાતીઓને વતન મોકલવાની ઉપાડી જવાબદારી, 7 પ્રાઇવેટ પ્લેનથી 1200 લોકોને દુબઇથી ગુજરાત મોકલશે

કોરોનાને કારણે છેલ્લા બે મહિનાથી દુબઇ ખાતે ગુજરાતીઓ ફસાયેલા છે. ત્યારે જરૂરિયાતમંદ લોકોને ગુજરાત પહોંચાડવાની જવાબદારી ગુજરાતી સમાજ દુબઇના અગ્રણી અને દુબઇ રહેતા સુરતના હીરા ઉદ્યોગપતિ ભરતભાઇ નારોલે લીધી છે. ગુરૂવારે સવારે 10 કલાકે 175 યાત્રી સાથે પ્રથમ ફ્લાઇટ અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચી હતી, જ્યારે બીજી ફ્લાઇટ 24મી તારીખે દુબઇથી અમદાવાદ આવશે. લેટેસ્ટ ન્યૂઝ […]