લદ્દાખ સીમા પર ચીની સૈનિકો દ્વારા દગો કરી શહીદ કરવામાં આવેલા 20 ભારતીય જવાનો માટે દેશભરમાં જબરદસ્ત ગુસ્સો છે. આ અંતર્ગત ઉત્તર પ્રદેશના અલીગઢમાં વીર જવાનોની શહીદીનો બદલો લેવા માટે દોડ લગાવી ચીન સામે બદલો લેવા 10 જેટલા માસૂમ બાળકો નીકળી પડ્યા હતા. પોલીસે ભારે સમજાવટ બાદ બાળકોને પાછા ધકેલી પોતાના ઘરે મોકલ્યા હતા. માસૂમ બાળકોની દેશભક્તિ અને દેશપ્રેમની ભાવના જોઈ પોલીસકર્મીઓએ તેમના સાહસને સલામ કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પ્રાપ્ત માહિતી અનુસાર, જિલ્લાના ગભાના પોલીસ સ્ટેશન વિસ્તારના અમદરપુર ગામના રહેવાસી 10 બાળકોએ ચીન સામે ભારતીય જવાનોના શહીદીનો બદલો લેવાનું મન મક્કમ કરી દીધુ. ચીન સામે લડાઈ કરવા માટે ગામના બાળકો ભેગા થયા અને બોર્ડર તરફ જવા રવાના થઈ ગયા. પરંતુ આ સમયે રસ્તા પર પોલીસે તેમની પુછપરછ કરી તેમને રોકી દીધા, અને મહામહેનતે સમજાવી પોતાના ઘરે પાછા મોકલ્યા.
તમને જણાવી દઈએ કે, લદ્દાખ સીમા પર 15 જૂને રાત્રે ચીની સૈનિકોએ દગો કરી ભારતીય સૈનિકો પર હુમલો કરી દીધો. મોટી સંખ્યામાં ચીની સૈનિકો લાકડીઓ, ડંડા અને કાંટાળી તારથી સજ્જ થઈ પહોંચ્યા હતા. ચીની સૈનિકોના હુમલામાં 20 ભારતીય સૈનિક શહીદ થઈ ગયા.
જોકે, સંખ્યાબળમાં ઓછા હોવા છતા ભારતીય જવાનોએ ચીની સૈનિકોનો જબરદસ્ત મુકાબલો કર્યો અને તેમના પણ લગભગ 45 જવાનોને મોતને ઘાટ ઉતારી દીધા. આ સિવાય આ ઘર્ષણમાં કેટલાક ચીની સૈનિકો ઘાયલ પણ થયા છે. જોકે, ચીને સત્તાવાર રીતે આની જાણકારી જાહેર કરી નથી કે, આ સંઘર્ષમાં તેમના કેટલા સૈનિક શહીદ થયા છે અથવા ઈજાગ્રસ્ત થયા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..