Browsing category

સમાચાર

અમદાવાદના પોલીસ કમિશનર આશિષ ભાટિયા બન્યા રાજ્યના નવા DGP, ચાર્જ સંભાળી લીધો

વર્ષ 1985ની બેચના ગુજરાત કેડરના IPS આશિષ ભાટિયાને રાજ્યના નવા પોલીસવડા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. શિવાનંદ ઝાને નિવૃત્તિ બાદ ત્રણ મહિનાનો એક્સ્ટેશન સમય આપવામાં આવ્યો હતો, જે આજે પૂર્ણ થતાં નવા પોલીસવડા તરીકે આશિષ ભાટિયાની નિયુક્તિ કરવામાં આવી છે. આ અંગે આજે ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જાહેરાત કરી હતી. ત્યાર બાદ આશિષ ભાટિયાએ રાજ્યના […]

કચ્છનાં ખેડૂતની મહેનત રંગ લાવી! ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધોમધખતા તાપમાં ઉગાડ્યા,

આપણે એવું તો સાંભળ્યું છે કે, માણસ ધારે તે કરે અને એવુ પણ સાંભળ્યુ છે કે, કુદરત આગળ માણસ પાંગળો છે. આ બંન્ને વાતોથી કચ્છનો ખેડૂત આગળ નીકળી ગયો છે. કચ્છનાં ખેડૂતે ઠંડા પ્રદેશમાં ઉગતા સિમલાના સફરજન કચ્છનાં ધકધકતા તાપમાં ઉગાડ્યા છે. આ કોઇ ચમત્કાર નથી પરંતુ ખેડૂત શાંતિલાલ દેવજીભાઇ માવાણીની વર્ષોની મહેનતનું પરિણામ છે. […]

વડતાલ સ્વામિનારાયણ મંદિર મામલે મોટા ખુલાસા: શાસ્ત્રીને રોજ બપોરે-રાત્રે.., પાપલીલાનો પર્દાફાશ ન થાય તેના માટે અનેક મરાવી નાખ્યા’

જ્યાં પ્રભુના ગુણગાન ગાઈને મનુષ્યને મોક્ષ તરફ ગતિ કરવા પ્રેરિત કરવામાં આવે છે તેવા સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક સાધુ કોઠારી સામે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો સંસ્થાના જ યુવા સંતે આક્ષેપ કરતા ચકચાર મચી છે. વડતાલ સ્વામિનારાયણ મંદિરના પૂર્વ કોઠારી ઘનશ્યામશાસ્ત્રી સામે તેમના જ યુવાન શિષ્ય સંત વેદાંતવલ્લભ સ્વામીએ છેલ્લા સાત વર્ષથી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય […]

RAWના પૂર્વ ઓફિસરનો આરોપ, દીપિકા પીએમ ઈમરાન ખાનના નજીકનાં વ્યક્તિના કહેવા પર JNU પ્રોટેસ્ટમાં સામેલ થઈ અને 5 કરોડ રૂપિયા લીધાં હતાં

સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા પછી નેપોટિઝ્મ પછી હવે બોલીવૂડમાં દીપિકા પાદુકોણને લઈને અન્ય એક વિવાદ શરુ થઇ ગયો છે. પૂર્વ RAW (રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ) ઓફિસર એન. કે સૂદે દીપિકા પર આરોપ લગાવ્યો છે કે, તે JNU પ્રોટેસ્ટમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનના નજીકના વ્યક્તિના કહેવા પર ગઈ હતી અને તેણે 5 કરોડ રૂપિયા લીધા હતા. […]

દિલ્હી સરકાર ડીઝલના ભાવ ઘટાડી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં? હકીકત જાણીને તમને થશે આશ્ચર્ય

દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે કેબિનેટમાં નિર્ણય લઈ ડીઝલ ઉપરનો વેટ ૩૦ ટકાથી ઘટાડી ૧૬.૭૫ ટકા કરવાની જાહેરાત કરી છે, એને કારણે દેશના પાટનગરને આવરી લેતા દિલ્હી રાજ્યમાં હવે ડીઝલના ભાવમાં લિટરે ૮ રૂપિયા ૩૬ પૈસાનો કડાકો બોલી ગયો છે. દિલ્હીના આ મોટા સમાચાર ગુરુવાર બપોરથી જ રાજ્યમાં વહેતા થતાં, સામાન્ય માણસોના મનમાં સ્વાભાવિક પ્રશ્ન ઊઠી […]

ભાવનગરમાં જોવા મળી સમુદ્રફળ વનસ્પતિ, ડાયાબિટીસ, કેન્સર, હૃદય અને રક્ત સંબંધિત રોગમાં ઔષધીય રીતે અત્યંત ઉપયોગી

ભાવનગર શહેર અનેક વિવિધ વનસ્પતિઓથી સમૃદ્ધ છે. જુદી જુદી ઘણી જાતની ઔષધીય વનસ્પતિઓ પણ ભાવનગરમાં પ્રાપ્ય છે. ભાવનગરમાં જોવા મળતી જુદી જુદી 528 જાતિની વનસ્પતિઓની નોંધ રેણુંબહેન ઓઝા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ડો. કાશ્મીરા સુતરીયા દ્વારા ભાવનગરમાં પ્રથમ વખત સમુદ્ર ફળ તરીકે ઓળખાતા વૃક્ષની નોંધ કરવામાં આવી છે અને આ વૃક્ષોનું બોટનિકલ નામ બેરીંગટોનિયા […]

સુરતમાં તંત્રની બેદરકારીનો કિસ્સો સામે આવ્યો: કોરોના પોઝિટિવ વૃદ્ધાનું મૃત્યુ થયા બાદ 11મા દિવસે સિવિલમાંથી કોલ આવ્યો તમારી માતા સારી છે!

સુરતમાં કોરોના વાયરસ (surat coronavirus cases) બેકાબૂ બન્યો છે, તેવામાં રોજબરોજ લોકોનાં મોત થઈ રહ્યા છે. તેવામાં સુરતમાં કોરોનાવાયરસના (surat corona mismanagment) મેનેજમેન્ટમાં સિવિલ હૉસ્પિટલની લાલિયાવાડી સામે આવવાની અનેક ઘટનાઓ ઘટી છે. આવી જ એક નવી ઘટનામાં સિવિલ હૉસ્પિટલ (civil hopsital surat) અને કોરોના કંટ્રોલરૂમ (surat corona control room) વચ્ચેના તાલમેલનો અભાવ સામે આવ્યો છે. […]

દેશમાં સતત વધતા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે દિલ્હી સરકારે એક ઝાટકે રૂ.8.36નો ધરખમ ઘટાડો કર્યો

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે એક મોટી જાહેરાત કરી છે. પાટનગરમાં કોરોના વાયરસના સંકટ વચ્ચે કેજરીવાલ સરકારે ડીઝલની કિંમતમાં ઘટાડો કરવાનો નિર્ણ લીધો છે. દિલ્હીમાં ડીઝલ પર માત્ર 16 ટકા વેટ લગાવામાં આવશે. કેજરીવાલ સરકારની આ રાહતની સાથે દિલ્હીમાં હવે ડીઝલની કિંમતમાં 8.36 રૂપિયાનો ઘટાડો થયો છે. લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા […]

હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરોનો ચોંકાવનારો મામલો સામે આવ્યો, ક્વોરેન્ટાઇન દરમિયાન 84 ડૉક્ટરો 28 દિવસમાં 50 લાખનું ભોજન ખાઇ ગયા

ઉત્તર પ્રદેશના અલીગઢમાં હોટલમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવેલા ડૉક્ટરો દ્વારા 50 લાખનું ભોજન કરવાનો મામલો ચર્ચામાં છે. મંગળવારે થયેલી બેઠક સમીક્ષામાં અધિકારીઓ સામે આ ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. જ્યાં સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ મંડળીય સમીક્ષામાં ક્વોરેન્ટાઇન 84 ડૉક્ટરો દ્વારા 28 દિવસમાં 50 લાખ રૂપિયાનું ભોજન જમવાનું બિલ સામે આવ્યું તો બેઠકમાં મોજૂદ અપર મુખ્ય સચિવ(ચિકિત્સા શિક્ષા) […]

મુંબઈમાં એવી જગ્યા કે જ્યાં કોરોનાનો રાફડો ફાટવાનો ડર હતો ત્યાં 50%થી વધુ લોકોને કોરોના થઈને મટી ગયો અને તેમને ખબર પણ ના પડી.. સેમ્પલમાં એન્ટીબોડી જોવા મળ્યાં

કોરોનાને લઈને મુંબઈના લોકો માટે એક સારી ખબર આવી છે. સ્લમ વિસ્તારમાં રહેતા 57% લોકોમાં કોરોના સામે લડવાવાળી એન્ટીબોડી ડેવલપ થઈ હોવાનું સામે આવ્યું છે. એનો મતલબ એવો કે આ લોકોને કોરોના વાયરસનો ચેપ લાગ્યા પછી તે એની મેળે મટી પણ ગયો અને તેમને ખબર પણ ના પડી. BMC અધિકારીઓએ આ બાબતને સકારાત્મક પરિવર્તન ગણાવ્યું […]