ભાવનગરમાં જોવા મળી સમુદ્રફળ વનસ્પતિ, ડાયાબિટીસ, કેન્સર, હૃદય અને રક્ત સંબંધિત રોગમાં ઔષધીય રીતે અત્યંત ઉપયોગી

ભાવનગર શહેર અનેક વિવિધ વનસ્પતિઓથી સમૃદ્ધ છે. જુદી જુદી ઘણી જાતની ઔષધીય વનસ્પતિઓ પણ ભાવનગરમાં પ્રાપ્ય છે. ભાવનગરમાં જોવા મળતી જુદી જુદી 528 જાતિની વનસ્પતિઓની નોંધ રેણુંબહેન ઓઝા દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ડો. કાશ્મીરા સુતરીયા દ્વારા ભાવનગરમાં પ્રથમ વખત સમુદ્ર ફળ તરીકે ઓળખાતા વૃક્ષની નોંધ કરવામાં આવી છે અને આ વૃક્ષોનું બોટનિકલ નામ બેરીંગટોનિયા એક્યુટેન્ગ્યુલા છે. ઔષધિય મહત્વ ધરાવતી આ વનસ્પતિના કુમળા પાન ખોરાક તરીકે પણ ઉપયોગી છે. આ ઉપરાંત ડાયાબિટીસ, કેન્સર, હૃદય અને રક્ત સંબંધી રોગમાં આ વનસ્પતિ અત્યંત ઉપયોગી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ભાવનગરમાં શિવલિંગી, ટેબુબિયા કે ટેકોમા વિગેરે વનસ્પતિ જોવા મળે છે. બગીચામાં ઉગાડવામાં આવતા છોડથી માંડીને મોટા વૃક્ષો, વેલાઓ, ઘાસ એમ ઘણી જાતની વનસ્પતિઓ ની વિવિધતા જોવા મળે છે. સમુદ્ર ફળ તરીકે ઓળખાતા આ વૃક્ષ એ સામાન્ય રીતે ઓરિસ્સા, આસામ, બંગાળ અને દક્ષિણ ભારતમાં વહેતી નદીઓના કિનારે જોવા મળે છે તેથી તેને મીઠા પાણીના મેન્ગ્રૂવ તરીકે પણ ઓળખવામાં આવે છે.

જેના ફૂલ લાલ રંગના રેસાદાર હોય છે અને રાત્રે ખીલે છે. તેના ફળ દવા અને પૂજામાં ઉપયોગમાં લેવાય છે બજારમાં તથા ઓનલાઇન સ્ટોરમાં સો ગ્રામના રૂપિયા 300થી 400નો‌ ભાવ લેવામાં આવે છે. ખનિજ પોષક તત્વો વિટામિન અને ફેટી એસિડ જેવા પોષક ઘટકો ઉપરાંત આ વનસ્પતિમાંથી કેટલાક વનસ્પતિજન્ય રસાયણો પણ મળે છે જેમકે એસ્કોર્બિક એસિડ, કેરેટીનોઇડસ, ટર્પેનોઇઝડ વિગેરે. ભાવનગરમાં હાલ આ વનસ્પતિ જોવા મળતાં તેનો વિવિધ સ્તરે ઉપયોગ પણ વધ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો