Browsing category

સમાચાર

હવે બસ, ટ્રેન કે દુકાનદાર છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ આપે તો અહીં કરો ફરિયાદ, જાણી લો વેબસાઈટ અને ટોલ ફ્રી નંબર અને કરો ફરિયાદ

દેશમાં નવો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ લાગૂ થયા બાદ હવે છૂટ્ટા પૈસાના બદલે ચોકલેટ આપવાની ફરિયાદ કન્ઝ્યુમર ફોરમમાં પણ કરી શકાય છે. ગ્રાહક તેની ફરિયાદ ભારત સરકારની વેબસાઈટ https://jagograhakjago.gov.in/ અને ટોલ ફ્રી નંબર 1800-11-4000 કે 14404 પર પણ કરી શકે છે. બસ, ટ્રેન કે દુકાનદાર છુ્ટ્ટા પૈસા નથી આપતા તો કરો ફરિયાદ છુટ્ટા પૈસાને બદલે ચોકલેટ […]

અમરેલીનો બનાવ: બોરમાંથી ‘ગગનચૂંબી’ ફૂવારો છૂટ્યો, પાણીનું પ્રેશર એટલું હતું કે બોરમાંથી મોટર પાઇપ સાથે બહાર ફેંકાઈ ગઈ હતી.

આ વર્ષે સૌરાષ્ટ્ર પર મેઘરાજા (Saurashtra Road)એ વિશેષ હેત વરસાવ્યું છે. ભારે વરસાદ બાદ અને કૂતુહલ જગાવતા બનાવો બનતા રહે છે. થોડા દિવસો પહેલા પંચમહાલના કાલોલમાં એક બંધ ડંકીમાંથી રહસ્યમય અવાજ બાદ પાણી નીકળ્યું હતું. તો કેશોદમાં એક ખેતરમાંથી 50 ફૂટ જેટલો ફૂવારો ઉડ્યો હતો. હવે અમરેલીના લાઠી ખાતે એક બોરમાં ‘ગગનચૂંબી’ ફૂવારો છૂટ્યો છે. […]

વડોદરા કોર્પોરેશનું પતરા કૌભાંડ, રાતોરાત પાડી દીધો કરોડોનો ખેલ, દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદ્યા બાદ એજ કોન્ટ્રાક્ટરને અડધી કિંમતે પતરા વેચવાનો કારસો ઘડયો

વડોદરા કોર્પોરેશન અને ભ્રષ્ટાચાર એકબીજાના પર્યાય બની ગયા હોય તેમ એક બાદ એક ભ્રષ્ટાચારના મામલા સામે આવી રહ્યા છે. કોરોના મહામારીની આફતને પાલિકાના સત્તાધીશો અને અધિકારીઓએ ભ્રષ્ટાચાર કરવા અવસરમાં ફેરવી નાખી હોય તેમ દોઢ કરોડના પતરા અઢી કરોડમાં ખરીદતા મોટો વિવાદ સામે આવ્યો છે. વડોદરા પાલિકાએ કોરોના મહામારીની શરૂઆતમાં કન્ટેનમેન્ટ ઝોનને સીલ કરવા પતરાની ખરીદી […]

અમદાવાદનો જવાન મેરઠમાં શહીદ : પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ

અમદાવાદના વીર સપૂત મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું છે. તેઓ શહીદ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છે. જોકે, વીર […]

સુરત: મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકના ગળામાં બકરાનું હાડકું ફસાઈ જતા થયું મોત

મહારાષ્ટ્રના ધુલિયાના શિક્ષકને બકરીનું મટન ખાવાનું ભારે પડી ગયું હતું. જમતા સમયે બકરાનું હાડકું ગાળામાં ફસાય ગયા બાદ તેની સારવાર કરાવી હતી. જોકે તેની તબિયત બગડતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ આ શિક્ષકનું કરુણ મોત થયું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, મહારાષ્ટ્રના ધુલિયા ખાતે આવેલી રાજેશ્વર […]

સુરતમાં નેશનલ હાઈવેના હાલ બેહાલ થતા યુવાનોએ ખાડાઓનું પૂજન કરીને અનોખો વિરોધ કર્યો

ગુજરાત જન અધિકાર મંચના યુવાનો દ્વારા નેશનલ હાઇવે પર નવતર પ્રયાસ સાથે વિરોધ કરાયો હતો. નેશનલ હાઇવે પર ખાડા પૂજન કરી વિરોધ દર્શાવ્યો હતો. સુરત જિલ્લામાં વરસાદને લઈને અનેક જગ્યા ખાડા પડ્યા છે, ત્યારે આ ખાડામાં અનેક અકસ્માત થતા હોય છે, ત્યારે રસ્તા પડેલા મસ મોટા ખાડાને લઈને અનેક અકસ્માત થયા હતા જોકે તંત્ર દ્વારા […]

જુનાગઢની હૃદયદ્રાવક ઘટના: કોરોનાથી કંટાળી પતિએ આત્મહત્યા કરતા પત્નીએ પણ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવી કર્યો આપઘાત

સામાન્ય રીતે આત્મહત્યાની ઘટનાઓ ગુજરાત સહિત દેશમાં છાસવારે બનતી રહે છે. આવી જ એક ઘટના જૂનાગઢના (Junagadh) કેશોદમાં (keshod) બની છે. જ્યાં એક માતાએ પોતાના પુત્ર સાથે (Mother-Son) કૂવામાં કૂદીને આત્મહત્યા (suicide) કરી લીધી હતી. આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સુત્રોના જણાવ્યા પ્રમાણે મહિલાએ પોતાના પતિની આત્મહત્યા (husband suicide) બાદ આઘાત […]

ભાવનગરના ભાજપના સાંસદ ભારતીબેન શિયાળ પર કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારનો ઉમેશ મકવાણાએ લગાવ્યો આરોપ

ભારતીય જનતા પાર્ટી સાથે (Bharatiya Janata party) ઘણા સમયથી જોડાયેલા અને હાલમાં વેસ્ટર્ન રેલવેમાં ઝેડ આર યુ સીસી (ZRUCC) મેમ્બર તથા બોટાદ લોકસભાના સાંસદના પ્રતિનિધિ તરીકે ફરજ બજાવી રહેલા ઉમેશભાઈ મકવાણાએ (Umesh Makawana) તમામ પદ પરથી થઇ રહેલા ભ્રષ્ટાચાર બાબતે રાજીનામું આપ્યા હોવાનું પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું. ઉમેશભાઈ મકવાણાએ સાંસદ (MP) ભારતીબેન શિયાળ (Bharatiben […]

અમદાવાદ RTOમાં ડુપ્લીકેટ રસીદ કૌભાંડ ઝડપાયું, એજન્ટો ડિટેઈન વાહનોને છોડાવવા માટે કરતા હતા ઉપયોગ

અમદાવાદ RTOમાં બોગસ રસીદ (duplicate receipt) આપી વાહન છોડાવવાનું ફરી એકવાર કૌભાંડ (Scam) ઝડપાયું છે. અગાઉ પકડાયેલા RTO એજન્ટ (RTO agent) બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવી આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ રસીદ આપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે. બાપુનગર પોલીસને RTOની ડુપ્લીકેટ રસીદ બનાવી કૌભાંડ ચાલતું […]

લ્યો બોલો! રાજકોટના સાતડા ગામે લોકોએ જાતે રસ્તાનું રિપેરીંગ કામ ચાલુ કરતા PSIએ 40 હજારની લાંચ માગી, ગ્રામજનો વિરોધે ચઢ્યા

રાજકોટ જિલ્લાના સાતડા ગામમાં રસ્તાનું સમારકામ કરવા મુદ્દે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIએ ગામના આગેવાન પાસેથી 40 હજાર રૂપિયા માંગ્યા હોવાનો આક્ષેપ સ્થાનિકોએ કર્યો છે. જેથી ગામ લોકોએ વિરોધ કરી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. લોકોની માંગ છે કે કુવાડવા પોલીસ સ્ટેશનના PSIને સસ્પેન્ડ કરવામાં આવે. ગામ લોકોએ મળીને રસ્તાનું સમારકામ ચાલુ કર્યું હતું રાજકોટના સાતડા ગામમાં […]