Browsing category

સમાચાર

દિલ્હીમાં સતત છઠ્ઠા વર્ષે પણ વીજળીના દરમાં વધારો નહીં, મળતી રહેશે 24 કલાક લાઇટ, 201-400 યૂનિટની ખતત પર 50 ટકા સબ્સિડી ચાલુ રહેશે

દિલ્હી (Delhi)ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના નેતૃત્વમાં AAP સરકારે રાજ્યમાં સતત છઠ્ઠા વર્ષે વીજળી દરોમાં વૃદ્ધિ નહીં કરવાનો નિર્ણય લીધો છે. દિલ્હી વિદ્યુત નિયામક આયોગ એ 28 ઓગસ્ટે કોરોના વાયરસ (Coronavirus) મહામારીને ધ્યાને લઈ શહેરમાં વીજળી દરોમાં 2020-21 સુધી કોઈ વધારો નહીં કરવાની જાહેરાત કરી હતી. दिल्ली की जनता को बधाई। एक तरफ़ […]

સુરતમાં પાક વીમા અને દેવા માફી મુદ્દે ખેડૂતોએ સરકાર સામે કર્યું લડતનું એલાન

કોરોનાની મહામારી વચ્ચે હવે ખેડૂતોએ રાજ્ય સરકાર સામે રણશિંગુ ફુક્યું છે. પાક વીમા ઉપરાંત દેવા માફીને લઇને ખેડૂતોએ સરકાર સામે લડતનું એલાન કર્યું છે. ગુજરાતમાં પહેલીવાર ખેડૂતો ડીજિટલ આંદોલન કર્યું છે. સોશિયલ મિડિયાના માધ્યમથી રાજ્યના ખેડૂતો આંદોલન કરીને પોતાની વાત સરકાર સુધી પહોંચાડવાની કોશિષ કરશે. ખેડૂતો ખેતર-ઘરમાં રહીને એક દિવસીય ઉપવાસ કરી વિરોધ પ્રદર્શિત કરશે. […]

ભ્રષ્ટ અને કામાકઢા કર્મચારીઓને ઘર ભેગા કરવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, કર્મચારીઓનું લિસ્ટ બનાવવાનો આપ્યો આદેશ

ભ્રષ્ટ અને અયોગ્ય સરકારી કર્મચારીઓ વિરૂદ્ધ સરકાર એકશનમાં આવી છે. ભ્રષ્ટ અધિકારીઓને ઓળખવા સરકારે આદેશ આપ્યા છે. ભ્રષ્ટ અધિકારીઓને નિવૃત સરકાર કરશે. સરકારી કર્મચારીઓના રેકોર્ડ તપાસ સરકાર કરશે. અક્ષમતા અને ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરશે. સરકારે એક રજિસ્ટર તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. સરકારી સેવામાં 30 વર્ષ પૂર્ણ કરી ચુક્યા હોય તેનો રેકોર્ડ ચેક કરાશે. 50-55 […]

1500 કરોડનું વિશ્વનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ ગુજરાતમાં બનશે જેમાં 11 લાખ રમકડાં હશે, ગાંધીનગરના ગિફ્ટ સિટી નજીક 30 એકર જમીનની ફાળવણી

ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટું બાલભવન નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકારે હાલ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને ગાંધીનગર ગિફ્ટ સિટી નજીક શાહપુર ગામ અને રતનપુર ગામ વચ્ચે 30 એકર જમીન ફાળવી છે. આશરે 1500 કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પાંચ વર્ષના અંતે તૈયાર થશે. ‘ટોયઝ મ્યુઝિયમ’ બાલભવનનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે કારણ કે, અહીં દેશના […]

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા રાજૌરી સેક્ટરમાં થયેલા ગોળીબારમાં નાયબ સૂબેદાર શહીદ થયા

LoC ઉપર પાકિસ્તાન દ્વારા કરાયેલ ગોળીબારમાં સેનાના નાયબ સૂબેદાર શહીદ થયા છે. પાકિસ્તાને જમ્મુ-કાશ્મીરમાં રાજૌરીના નૌશેરામાં LoC પર સીઝફાયર કર્યું છે. ભારતીય સેનાના પીઆરઓ (ડિફેન્સ) લેફ્ટનન્ટ કર્નલ દેવેન્દ્ર આનંદે જણાવ્યું હતું કે પાકિસ્તાનના ગોળીબારમાં નાયબ સૂબેદાર રાજવિંદરસિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાદમાં તેમનું મોત થયું હતું. રાજૌરી સેક્ટરમાં LoC પર ગત મહિને પાકિસ્તાન દ્વારા […]

પાટીલની રેલીનો રેલોઃ રેલીમાં હાજર રહેનાર રાજકોટના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોના પોઝિટિવ ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. ત્યારે રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત 21 અને 22 ઓગસ્ટે પાટીલ રાજકોટ પ્રવાસે આવ્યા […]

અમદાવાદના યુવકને 20 રૂપિયાની સિગારેટ પાંચ લાખ રૂપિયામાં પડી! સીસીટીવી ફૂટેજ જોતા ગઠિયા એક્ટિવાની ડેકીનું લોક તોડી રૂપિયા લઇ જતા નજરે પડ્યા

શહેરના એલિસબ્રિજ વિસ્તાર (Ellisbridge Area)માં અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવક આંગડિયા પેઢી (Angadia Firm)માંથી પાંચ લાખ રૂપિયા લઈને નીકળ્યો હતો. રસ્તામાં એક પાનના ગલ્લે વીસ રૂપિયાની સિગારેટ પીવા ઊભો રહ્યો હતો. આ દરમિયાન તેની નજર ચૂકવીને ગઠિયા એક્ટિવાનું લોક તોડીને તેમાંથી પાંચ લાખ રૂપિયા લઇ રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર બાબતને લઈને […]

લ્યો બોલોઃ ગરીબોના મુખે કોળિયો પહોંચે તે પહેલાં સરકારી અનાજને બારોબાર વેચવાનું કોભાંડ ઝડપાયું

સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ કૌભાંડ ઝડપાતા હાહાકાર મચી ગયો છે. અનેક વાહનોમાં અનેક મણ સરકારી અનાજ ખાનગી ગોડાઉનમાં પહોંચે તે પહેલાં એસઓજી પોલીસે આ કૌભાંડ ઝડપી પાડ્યું છે. આશરે 14 જેટલા વાહનોમાં અનાજ બરોબાર જઈ રહ્યાની બાતમી મળતા પોલીસે રસ્તામાં જ વાહનોને પકડી પાડ્યા હતા અને સાથે અનાજ જપ્ત કરીને તપાસ હાથ ધરી છે. આ અનાજ […]

રાજકોટમાં ખાનગી કોવિડ હોસ્પિટલની ઉઘાડી લૂંટ: નિલકંઠ હોસ્પિટલે માત્ર ટેસ્ટના 1 લાખ રૂપિયા લઈ 4 લાખનું બિલ ફટકાર્યું

રાજકોટમાં બેડની સંખ્યા વધે અને દર્દીઓને હાલાકી ન થાય તે માટે ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવાર માટે મંજૂરી આપી દેવાઈ છે આ ઉપરાંત મનપાએ સારવારની ફિક્સ ચાર્જ પણ નક્કી કર્યા છે આમ છતાં ઘણી હોસ્પિટલ લૂંટ ચલાવવા માટે નવા નવા તિકડમ શોધી રહી છે. એવા જ એક તિકડમમાં હોસ્પિટલે માત્ર લેબ ટેસ્ટનું જ બિલ રૂપિયા 1 […]

અનલૉક 4ની ગાઈડલાઈન્સ જાહેર : શાળા કોલેજો હજુ બંધ રહેશે, 21 સપ્ટે.થી જાહેર કાર્યક્રમમાં 100 લોકોને સામેલ થવાની મંજૂરી

કોરોના સંકટ વચ્ચે દેશમાં અનલોક તબક્કા વાર લાગૂ કરાઇ રહ્યું છે. જેમાં આજે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અનલોક 4 ની ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી હતી અનલોક 4 ના નવા તબક્કાની માર્ગદર્શિકા ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરાઇ છે. શિક્ષણ સંસ્થાનો માટે હજુ પણ ખોલવાની સરકાર દ્વારા મનાઈ ફરમાવાઈ છે. શાળા કોલેજો ખોળવાને લઈને હજુ પણ પ્રતિબંધ […]