અમદાવાદ RTOમાં બોગસ રસીદ (duplicate receipt) આપી વાહન છોડાવવાનું ફરી એકવાર કૌભાંડ (Scam) ઝડપાયું છે. અગાઉ પકડાયેલા RTO એજન્ટ (RTO agent) બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવી આ સમગ્ર કૌભાંડ ચલાવી રહ્યા છે. અમદાવાદમાં પોલીસે ડિટેઇન કરેલા વાહનોને છોડાવવા માટે RTOની બોગસ રસીદ આપી છેતરપિંડીનું કૌભાંડ સામે આવ્યું છે.
બાપુનગર પોલીસને RTOની ડુપ્લીકેટ રસીદ બનાવી કૌભાંડ ચાલતું હોવાની માહિતી મળતા પોલીસે ગુજરાત હાઉસિંગ બોર્ડ સુન્દરમનગરમાં ગુલઝાર અંસારી નામના RTO એજન્ટના ઘરે રેડ કરતા ડુપ્લીકેટ રસીદ બનાવવા કોમ્યુટર, પ્રિંટીંગ મશીન,અશોકસ્થભ અને RTO ના સિક્કાઓ મળી આવ્યા.
આરોપી એજન્ટ લોકોને દંડ ઓછો કરી આપવાની લાલચ આપી જે દંડ હોય તેની અડધા પૈસા મેળવી લઈ ડુપ્લીકેટ રસીદ આપતો હતો. આરોપી ગુલઝાર અંસારી દંડ વસૂલી અને ખોટી રસીદ વાહન ચાલકને આપીને પોલીસ સ્ટેશન વાહન છોડાવી લેતા હતા.
ઝડપાયેલ આરોપી ગુલઝાર અંસારીને ગોમતીપુર પોલીસે ઓગસ્ટ મહિના 2019માં RTOની ડુપ્લીકેટ રસીદ કેસમાં ધરપકડ કરી હતી. એક અઠવાડિયામાં જેલમાંથી બહાર આવી ગયા બાદ આરોપી ગુલઝાર અંસારી બિન્દાસ ડુપ્લીકેટ રસીદ બનાવવાનું શરૂ કરી દીધું હતું. આરોપી ગુલઝાર ઉર્ફે સમીર અંસારી અને નફીસ અજગરઅલી શેખ બને ભેગા મળી ડુપ્લીકેટ રસીદ બનવાનું કૌભાંડ ચલાવી રહ્યા છે.
જેમાં આરોપી નફીસ શેખ વસ્ત્રાલ RTOની બહાર ઉભા રહીને પોલીસે ડિટેઇન થયેલ લોકો ને વિશ્વાસ માં લઇ તેને ઓછા પૈસા ભરાવનું કહીને ડુપ્લીકેટ રસીદ બનાવતા હતા. જે RTO રસીદ આરોપી ગુલઝાર અંસારી પોતાના ઘરે બનાવતો હતો. RTO રસીદ ઓરીજનલ અને ડુપ્લીકેટ માં કોઈ પ્રકાર ફેરફાર ન હોવાથી ખ્યાલ પડતો નથી.
પણ RTO રસીદ આવેલ ક્યુઆર કોડ સ્કેન કરવાથી વાહન ચાલક પૈસા ભર્યાની વિગત જોવા મળે છે પરંતુ પોલીસે સ્ટેશન માં RTO રસીદ બારકોર્ડ ચેક કરવામાં આવતો નથી જેનાથી પોલીસ સ્ટેશન ડુપ્લીકેટ રસીદ જમા કરી વાહન આપી દેતા હોય છે. બાપુનગર પોલીસે બે RTO એજન્ટની ધરપકડ કરી છે. સાથે જ પોલીસ ડિટેઇન કરેલ વાહન ચાલક અલ્તાફ શેખએ આરોપી ગુલઝાર સાથે ડુપ્લીકેટ RTO રસીદ બનાવી હોવાથી અલ્તાફની ધરપકડ કરી છે.
ઉલ્લેખનીય છે કે શહેર તમામ પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરેલા વાહનો ની RTO રસીદ ને બારકોર્ડથી ચેક કરવામાં આવી રહ્યું છે ત્યાર બાદ ડુપ્લીકેટ રસીદ આપી હશે તે વાહન ચાલક સામે કાર્યવાહી કરવામાં આવશે. જો કે પકડાયેલ આરોપી અનેક ડુપ્લીકેટ રસીદ બનાવી છે અને અનેક ગુના પણ નોંધાઈ ચુક્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..