અમદાવાદના વીર સપૂત મેરઠની આર્મી છાવણીમાં ફરજ દરમિયાન શહીદ થતાં અમદાવાદ ખાતે પરિવારજનો અને સંબંધીઓમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ જાણવા મળ્યું છે કે, અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના રજનીશ પટણી મેરઠની આર્મી છાવણીમાં ફરજ બજાવતા હતા. ફરજ દરમિયાન તેમનું આકસ્મિક નિધન થયું છે. તેઓ શહીદ થતાં તેમના પરિવારમાં શોકનો માહોલ છે. જોકે, વીર રજનીશ પટેલનો પાર્થિવ દેહ આજે અમદાવાદ ખાતે લાવવામાં આવશે.
અગાઉ મૂળ પાલનપર અને અમદાવાદમાં રહેતો જવાન બંગાળમાં ફરજ દરમિયાન શહીદ થયો હતો. મીડિયા રિપોર્ટ મુજબ અમદાવાદના રહેવાસી અને પાલનપુર ખોડલા ગામના સરદારભાઈ બોકા ફરજ દરમિયાન શહીદ થતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. બીજા દિવસે શહીદનો પાર્થિવદેહ અમદાવાદ એરપોર્ટ ખાતે લવાયો હતો. ત્યારબાદ દાંતીવાડા ખાતે સરદારભાઈ બોકાને દાંતીવાડા ખાતે બીએસએફ બટાલિયન દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને અંતિમવિધિ કરવામાં આવી હતી. આ દરમિયાન પરિવારજનો તેમજ હાજર દરેક વ્યક્તિની આંખ ભીની થઈ ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..