ભરૂચના ખેડૂતની ગાંધીગીરી: સુરતની જમીનના ખોટા દસ્તાવેજો ઉભા કરી ટ્રસ્ટે બારોબાર વેચી મારતા તંત્રને જગાડવા ખેડૂતે જાહેરમાં ભીખ માંગી વિરોધ નોંધાવ્યો
દેશમાં એક તરફ કૃષિ બિલને લઈ ઠેર ઠેર પ્રચંડ વિરોધ થઈ રહ્યો છે. જ્યારે બીજી તરફ ભરૂચના પોતાની જમીન ગુમાવનાર ખેડૂતે ન્યાય મેળવવા પંચાયતથી લઈ વડાપ્રધાન કાર્યાલય સુધી ગુહાર લગાવવા છતાં ન્યાય ન મળતા આખરે નાસીપાસ થઈ કિસાને ન્યાય મેળવવા જાહેરમાં ભીખ માંગવી પડી હોવાનો કિસ્સો બહાર આવતા લોકો સરકાર સામે ફિટકાર વરસાવી રહ્યા છે. […]