ફી ઘટડાવવાની માંગ સાથે વાલીઓ દ્વારા ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એઓસિયેશન સંગઠનની રચના નવા નરોડા ખાતે મીટીંગ મળી હતી. જેમાં 75 ટકા ફી સરકાર માફ કરે તેવી માંગ વાલીઓએ માંગ કરી છે.
ફી મામલે વાલીઓ અને સરકાર વચ્ચે ગર્જગ્રહ ચાલી રહ્યો છે. કોરોના કાળમાં લોકડાઉનમાં સ્કૂલો ફી માફ કરે તેને લઈને કેટલાય સમયથી વાલીઓ વિરોધ કરી રહ્યા છે. જોકે વાલી મંડળના નરેશ શાહની મિલીભાગતના કારણે અને ફી મામલે અને વિદ્યાર્થીઓના પ્રશ્નને લડત આપવા માટે ફેડરેશન ઓફ પેરેન્ટ્સ એઓસિયેશન સંગઠન બનાવમાં આવ્યું છે. અને સંગઠનમાં અલગ શહેરના વાલી મંડળને સ્થાન આપવામાં આવ્યું છે. નરોડા ખાતે વાલીઓની આજે મળેલી પહેલી બેઠકમાં 75 ટકા ફી ઘટડાવવા માટે સરકાર સામે લડત આપવાનું નક્કી કરાયું હતું.
સરકાર દ્વારા વાલીઓનો આક્રોશ જોઈને 25 ટકા ફી માફીની જાહેરાત કરી હતી. પણ વાલી મંડળના નરેશ શાહ સિવાય અન્ય વાલીઓનો અભિપ્રાય ના લેવામાં આવ્યો હોવાનું કહીને અઠવાડિયામાં 75 ટાકા ફી ઘટાડવા તેમજ શિક્ષકોને નિયમિત પગાર સ્કૂલો આપે તે માટે પગલાં લેવા વાલીઓ ઓ કહ્યું છે. અને ચીમકી ઉચ્ચારી છે કે એક અઠવાડિયામાં મુદાનું સમાધાન સરકાર નહીં આવે તો ગલી-ગલીએ વાલીઓ વિરોધ કરશે. ચૂંટણીમાં સરકારને જાકારો આપશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..