બનાસકાંઠાના દિયોદરમાં સગીર યુવતીનું અપહરણ કરી બળજબરી પૂર્વક આચર્યું દુષ્કર્મ, સમગ્ર પંથકમાં ચકચાર મચી

ઉત્તર પ્રદેશમાં હાથરસમાં દલિત યુવતી સામુહિક બળાત્કાર મુદ્દે સમગ્ર દેશમાં જનઆક્રોશ ફેલાયો છે ત્યારે બનાસકાંઠાના દિયોદરમાં એક સગીર યુવતીનું અપહરણ કરી ધમકી આપી બળજબરી પૂર્વક દુષ્કર્મ આચરતા સમગ્ર પથકમાં ચકચાર મચી જવા પામી છે જે મામલે દિયોદર પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાઈ છે.

પ્રાપ્ત માહિતી મુજબ દિયોદર ખેતરમાંથી શાકભાજી લેવા ગયેલી એક 16 વર્ષની યુવતી મોડા સમય સુધી ઘરે પરત ના ફરતા પરિવારજનો ચિંતામાં મુકાયા હતા. જેમાં પરિવારજનોને ભારે શોધખોળ કર્યા બાદ એકાએક સગીર યુવતી મળતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. પરંતુ યુવતી સાથે દુષ્કર્મ થયું હોવાનું જાણવા મળતા પરિવારજનો ચોકી ઉઠયા હતા. જેમાં સગીર યુવતી શાકભાજી લેવા ગામમાં આવી હતી અને પરત ઘર તરફ જઈ રહી હતી. ત્યારે દિયોદરના ધુણસોલ ગામે રહેતો અલ્પેશ શોભાજી ઠાકોર યુવતીને ખોટી લાલચ આપી બાવળોની જાડીમાં લઇ જઇ સગીરાની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. જેમાં સગીર યુવતીને ધમકી પણ આપી હતી.

જેમાં ઘટના સ્થળ પર સગીરાના પરિવારજનો પણ આવી જતા નારાધમે તમામ લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને ત્યાંથી નરાધમ ઈસમ ફરાર થઈ ગયો હતો. જે બાબતે યુવતીએ દિયોદર પોલીસ મથક ખાતે ફ્રિયાદ આપતા પોલીસે નરાધમ અલ્પેશ ઠાકોર સામે અપહરણ અને દુષ્કર્મની ફ્રિયાદ નોંધી નરાધમ ઈસમને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ત્યારે બનાસકાંઠા દિયોદરમાં આ બનાવે સમગ્ર પથકમાં ચકચાર મચાવી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો