Browsing category

સમાચાર

સુરતમાં સ્પાની સાથે કપલ બોક્સનું નવુ દૂષણ ખુલ્યું, કેફેમાં ટેબલ-ખુરશીને બદલે હવે ખાટલા ગોઠવાયા, ગર્લ ફ્રેન્ડને લઈ એક કલાકના આટલા રૂપિયામાં અપાય છે એકાંત!

બે અઠવાડિયા પહેલા કતારગામની કિશોરીને સિંગણપોરમાં આવેલા કપલ બોક્સમાં લઈ જઈ બોય ફ્રેન્ડે અંગત પળનો વિડિયો ઉતારી લીધા બાદ તરૂણીને કહ્યું કે, ‘જો તારા ઘરમાં ચોરી કરી મને રૂપિયા નહી આપે તો આ વિડિયો સોશિયલ મિડિયા પર વાયરલ કરી દઈશ.’ આ અંગે પોલીસમાં એફઆરઆઈ પણ થઈ છે. શહેરમાં માત્ર કતારગામ, સિંગણપોર જ નહીં પણ વરાછા, […]

કચ્છ પોલીસની બર્બરતાઃ યુવકના ગુપ્ત ભાગમાં પેટ્રોલનાં પોતા નાખ્યા, વીજ શોક આપ્યો, મોત થતાં ખળભળાટ

કચ્છ જિલ્લાના મુંદ્રા પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથનો મામલો સામે આવ્યો છે. અહીં એક યુવકને પોલીસે ચોરીની શંકાના આધારે ગેરકાયદે રીતે પૂરી રાખ્યો હતો. આ દરમિયાન ઢોર માર મારતા તેનું મોત થઈ ગયું હતું. મોતના બનાવ બાદ યુવકને ગોંધી રાખનાર ત્રણેય ખાખાધારી ગુંડાઓ ફરાર થઈ ગયા છે. મળતી માહિતી પ્રમાણે યુવકને એટલી હદે ત્રાસ આપવામાં આવ્યો […]

રાજકોટમાં તૈયાર થઇ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ હોસ્પિટલ, CMના હસ્તે થયું ઉદઘાટન, 10 રૂપિયામાં બ્લડ, 20 રૂપિયામાં યુરિન અને 800 રૂપિયામાં ફુલ બોડી ચેક-અપ થશે

કોઈપણ મધ્યમ વર્ગની વ્યક્તિને બીમારી લાગુ પડે ત્યારે સૌથી મોટી ચિંતા હોસ્પિટલના બિલની હોય છે. ત્યારે રાજકોટમાં એક એવી હોસ્પિટલ તૈયાર થઇ છે જે ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશીર્વાદરૂપ છે. રાજકોટમાં 146 વર્ષ જૂના પંચનાથ મંદિરમાં રાહત દરે હોસ્પિટલનું ઉદઘાટન CM રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું હતું. હોસ્પિટલમાં ટોકન દરે લેબોરેટરીથી લઇને અતિ આધુનિક સર્જરી […]

અમદાવાદમાં મહિલાએ પતિ વિરુદ્ધ ફરિયાદ આપી, પતિ કૌટુંબિક ભાણી સાથે કરતો હતો પ્રેમભરી વાતો, પત્નીએ રંગેહાથ પકડ્યો

અમદાવાદ શહેરના મહિલા પોલીસ સ્ટેશન (Mahila police station)માં એક યુવતીએ તેના પતિ સહિતના સાસરિયાઓ (In laws) સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે લૉકડાઉન (Lockdown)માં તેનો પતિ ધાબે જઈને કૌટુંબિક ભાણી સાથે પ્રેમભરી વાતો કરતો હતો. આટલું જ નહીં તેના અન્ય બે સ્ત્રી સાથે પણ સંબંધ (Extramarital affairs) હતા. મહિલાને જ્યારે તલાટી […]

અમદાવાદમાં 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયો ‘સુલતાન’, ATSને જણાવ્યું ક્યાંથી લાવ્યો હતો માલ

અમદાવાદ શહેરમાથી વધુ એક વખત માદક પ્રદાર્થના જથ્થા (MD Drugs) સાથે એક આરોપીની ધરપકડ થઈ છે. આ આરોપી 1 કિલો એમડી ડ્રગ્સ લઈને અમદાવાદ આવી રહ્યો હતો પરંતુ સપ્લાયર સુધી ડ્રગ્સ પહોંચે તે પહેલા પેડલરની ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ ધરપકડ કરી છે.આ આરોપી પાસેથી 1 કરોડનું ડ્રગ્સ કબ્જે કરવામા આવ્યુ છે. ગુજરાત એટીએસની કસ્ટડીમાં […]

ગુજરાત ACBને મોટી સફળતા: કલોલના નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી મળી રૂ. 30 કરોડની અપ્રમાણસર મિલકત, 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા અને 11 દુકાનો સહિતનું રોકાણ

ગુજરાતમાં સૌથી વધુ રૂ. 30 કરોડ કરોડની અપ્રમાણસર મિલકત એન્ટિ કરપ્શન બ્યૂરો (ACB)એ ઝડપી પાડી છે. કલોલના નિવૃત્ત નાયબ મામલતદારે 11 લક્ઝુરિયસ કાર, 2 બંગલા, 3 ફ્લેટ અને 11 દુકાનો તેમજ રિયલ એસ્ટેટ સહિતનું રોકાણ કર્યું હતું. ACBએ તપાસ કરતાં નિવૃત્ત નાયબ મામલતદારની હોદ્દાની રૂએ મેળવેલી આવક રૂ. 24.97 કરોડ થતી હતી. પરંતુ તેની સામે […]

સુરતમાં ત્રણ હત્યા અને ઘાડ કરીને ફરાર થઈ ગયો હતો ‘કાળિયો,’ પોલીસથી બચવા શાકભાજી વેચતો હતો, 25 જણાની ગેંગ ચલાવતો હોવાની માહિતીના પગલે ખળભળાટ

સુરતની કતારગામ પોલીસે હત્યાના ગુનામાં છેલ્લા દોઢ વર્ષની નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો હતો. જોકે આરોપીની પૂછપરછમાં આરોપીએ 25 કરતા વધુ લોકોની ગૅંગ બનાવી ભરુચ જિલ્લામાં એકે કંપનીમાં ધાડ પાડી હતી તે સમયે ત્યાં હાજર 3 સિક્યુરિટી ગાર્ડની હત્યા કરી નાખી બે જવાની હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે ઘાતક હથિયાર સાથે આ ગુનાને અંજામ આપ્યો […]

ACBનો સપાટો: ધોળકામાં જમીનમાં નામ દાખલ કરાવવા 25 લાખની લાંચ લેતા મામલતદાર સહિત પૂર્વ પ્રમુખને ACBએ રંગેહાથ ઝડપી લીધા

ધોળકામાં મામલતદાર 25 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાઇ ગયાં છે. જમીનમાં નામ ચડાવવા માટે મામલતદારે 25 લાખ રુપિયાની લાંચ માંગી હતી. જોકે, એસીબીની ટીમે મામલતદાર પાસેથી 20 લાખ અને વચેટિયા પાસેથી 5 લાખની લાંચની રકમ કબજે લીધી હતી. જો કે ACB દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં મામલતદારને લાંચની રકમ લેતા ઝડપી લીધા હતા. […]

પોલીસ જ બની બુટલેગર: રાજકોટના બે પોલીસ કર્મીની સ્કોર્પિયો મોરબી નજીક પલ્ટી મારી જતાં કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી

મોરબીના જાંબુડિયા ગામ પાસેના ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે એક દારૂ ભરેલી સ્કોર્પિયો કાર પલ્ટી મારી ગઈ હતી. બનાવને પગલે કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ બચેલા દારૂને બીજી ગાડીમાં સગેવગે કરવા અને સમગ્ર ઘટના પર પડદો પાડવા કાર ચાલકે સ્થળ પર એકઠા થયેલા લોકો અને પોલીસ પર પણ રોફ […]

‘બગીચા પાસે તારી લક્ઝરી બસો પાર્ક કરીશ તો સળગાવી દઈશ,’ અમદાવાદમાં એક લાખ રૂપિયાની માંગણી કરી બસોમાં તોડફોડ કરી

‘તારે લક્ઝરી બસ (luxury bus) રોડ પર ઊભી રાખવી હશે તો રૂપિયા એક લાખ આપવા પડશે. હવે ત્યાં બસો પાર્ક (Park) કરીશ તો સળગાવી નાખીશ.’ અમદાવાદમાં લક્ઝરી બસોમાં તોડફોડ કરવાની ફરિયાદ પોલીસ (Police) ચોપડે નોંધાઈ છે. ફરિયાદ પ્રમાણે ફરિયાદીએ બસ ઊભી રાખવાના રૂપિયા ન આપી પોલીસ ફરિયાદ કરતા રાજુ ભદોરીયા નામના વ્યક્તિએ તેની બસોમાં તોડફોડ […]