Browsing category

સમાચાર

‘હું ઘરે નહીં આવું, હું મરવાનો છું, દીકરાને સાચવજે’, પત્નીને અંતિમ ફોન કરી સુરતમાં યુવાનનો આપઘાત

સુરત શહેરમાં આપઘાત (Suicide)નો સીલસીલો યથાવત છે. કોરોના વાયરસ (Coronavirus)બાદ આપવામાં આવેલા લોકડાઉનના પગલે અનેક લોકો આર્થિક મુશ્કેલીમાં આવી ગયા હતા. મહત્વની વાત એ છે છે લોકડાઉન (Lockdown) બાદ આપઘાતની ઘટનાઓમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. કોઈ આર્થિક મુશ્કેલીથી પરેશાન થઈ તો કોઈ માનસીક પરેશાનીના કારણે આપઘાત કરી રહ્યા હોવાનું સામે આવી રહ્યું […]

અમદાવાદમાં જજની પત્નીએ નોંધાવી શારીરિક ત્રાસની ફરિયાદ, ‘પોર્ન મુવી જોઈને કરતો અમાનવીય કૃત્ય, ના પાડુ તો ખુબ ગુસ્સે થતો’!

અમદાવાદ શહેરના મહિલા પોલીસ (Woman Police) સ્ટેશનમાં એક 35 વર્ષીય યુવતીએ તેના પતિ સહિત સાસરિયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ (Mental physical torture)ની ફરિયાદ નોંધાવી છે. આ યુવતીનો પતિ જજ છે. આ યુવતીએ તેના પતિ ઉપર આક્ષેપ કર્યા છે કે, ‘તેનો પતિ સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય કરાવતો હતો. જ્યારે તેઓ હનીમૂન માટે ગયા ત્યારે તે યુવતી માસિકમાં હોવા […]

ગુજરાતની સૌપ્રથમ અનોખી સર્જરી: સુરતમાં જન્મથી જ યુરિન લીકેજની સમસ્યાથી પીડાતા કિશોરને 18 વર્ષ પછી ‘ડાયપર ફ્રી’ જિંદગી મળી

સુરતના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત યુરોલોજિસ્ટ ડો.સુબોધ કાંબલેએ કરોડરજ્જુની જન્મજાત ખામીથી પીડાતા 18 વર્ષીય કિશોરની પેશાબના લિકેજ એટલે કે ‘ન્યુરોજેનિક બ્લેડર’ની અતિ કઠિન અને રાજ્યમાં સૌપ્રથમ સફળ સર્જરી કરીને તેને 18 વર્ષ પછી નવી ‘ડાયપર ફ્રી’ જિંદગીની ભેટ આપી છે. યુરિન લીકેજની સમસ્યાથી કંટાળી કિશોર એન્જિનિયરિંગનો અભ્યાસ છોડી દેવા માંગતો હતો. જોકે, અમદાવાદમાં રહેતાં એન્જિનિયરિંગના વિદ્યાર્થી એવા […]

RBIનો ખુલાસો: 100, 10 અને 5 રુપિયાની જૂની નોટો પરત નહીં ખેચવામાં આવે

માર્ચ મહિના પછી પાંચ, 10 અને 100 રૂપિયાની અમુક ચલણી નોટો માર્ચ મહિના પછી નહીં ચાલે (Demonetization of old banknotes) તેવા અહેવાલ પર રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા (Reserve Bank of India) તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. આરબીઆઈએ આજે (સોમવારે) પોતાના અધિકૃત ટ્વીટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને સ્પષ્ટતા કરી છે કે આ અંગેના જે અહેવાલ ફરતા […]

કોઈ ગુનો કર્યાં વગર પોલીસના પાપે પતિ-પત્ની પાંચ વર્ષ જેલમાં રહ્યા, બહાર આવ્યા તો હવે બાળકો નથી મળતા!

ઉત્તર પ્રદેશના આગ્રા (Agra) જિલ્લાના બાહ શહેર (Bah City)ના એક દંપતીએ એક ગુના બદલ પાંચ વર્ષ સુધી જેલ (Jail)માં રહેવું પડ્યું હતું, જે ગુનો તેમણે ક્યારેય કર્યો જ ન હતો! આટલું ઓછું હોય તેમ હવે તેઓ જેલમાંથી બહાર તો નીકળ્યા છે પરંતુ તેમને તેમના બંને સંતાનો નથી મળી રહ્યા. બંને જેલ (Jail)માં ગયા ત્યારે તેમના […]

માતાપિતા માટે ચેતવણીરૂપ કિસ્સો આવ્યો સામે, સુરતમાં 3 વર્ષનું બાળક કારમાં લૉક થઈ ગયું, PIએ દુર્ઘટના ટાળી

નાના બાળકોને થોડા (children) સમય માટે પણ છુટ્ટા મૂકવાનુ શું પરિણામ આવી શકે તેનું તાજું અને ચેતવણીરૂપ ઉદાહરણ સુરત શહેરના ઉઘના (Surat) વિસ્તારમાંથી સામે આવ્યું છે. અહીંયા એક માતાપિતાનું 3 વર્ષનું ટેણિયું ( 3 years old Child Locked in car) રમતા રમતા વેગનઆર કારમાં (Wagnor) દરવાજો ખોલીને બેસી ગયું હતું. જોકે, બાળકે દરવાજો બંધ કરી […]

રાજકોટમાં લાફાવાળી થતા હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો, સીટબેલ્ટના દંડના મામલે મહિલા PSI અને અધ્યાપિકા વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં સીટબેલ્ટના દંડના મામલે મહિલા પોલીસ સ્ટેશનના પીએસઆઈ અને ધર્મેન્દ્રસિંહજી કોલેજના અધ્યાપિકા વચ્ચે હાથોહાથની જામી પડી હતી. જેમા ઝપાઝપીથી લાફાવાળી થતા સરાજાહેર હંગામો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ કિસ્સામા લેડી પીએસઆઈ અને અધ્યાપિકા બંન્નેએ એકબીજા ઉપર ગેરવર્તણૂકના આક્ષેપો કર્યા છે. ત્યારે આ કિસ્સામા ઉચ્ચ પોલીસ અમલદારોએ તટસ્થતાથી ઘટનાના મૂળ સુધી જવાની માંગણી થઈ […]

નાણાંના અભાવે મોતના ઊંબરે પહોંચેલી ફુલાદેવીની ખબર લેવા ગયેલા વકીલે નિભાવ્યો પાડોશી ધર્મ, 3 દિવસમાં રેશન-મા કાર્ડ બનાવી બાયપાસ કરાવ્યું

સુરતમાં બરોડા પ્રિસ્ટેજ નજીક અનુરાધા સોસાયટી પાસે વર્ષોથી પાથરણું લગાવી શાકભાજી વેચતાં અને એકે રોડના શ્રીનાથજી એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ફુલાદેવી રાજેન્દ્ર પ્રસાદ નિ:સંતાન છે. રાજહંસ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા વકીલ સમીરભાઇ બોઘરા ઓફિસની નીચે શાકભાજી વેચતાં 50 વર્ષના ફુલાદેવી અને તેમના પતિને જોતા હતા. જોકે અઠવાડિયાથી આ દંપતીનું પાથરણું ગાયબ હોવાથી તેમનાં ચિંતા થઈ હતી. […]

SDMના લગ્નમાં વિધ્ન: લાંચ લેતા રંગેહાથ પકડાયેલા મહિલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને લગ્ન માટે પણ ન મળ્યા જામીન

રાજસ્થાનના બહુચર્ચિત લાંચ કાંડ મામલામાં ગુરુવારે લાંચ લેનારા મહિલા સબ-ડિવિઝનલ મિજિસ્ટ્રેટ (SDM) પિંકી મીણાની જામીન અરજી પર કોર્ટમાં સુનાણી થઈ. RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) પિંકી મીણાએ લગ્નનું કારણ ધરીને કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, જો પિંકી મીણાને જામીન મળશે તો તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેના આધારે […]

રાજકોટમાં સામે આવ્યો વધુ એક ચોંકાવનારો કિસ્સો, છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલ 181 કિલો વજન ધરાવતી મહિલા અને તેના પુત્રને મુક્ત કરાયા

રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રને મુક્ત કરવામાં આવ્યા છે. સામાજિક સંસ્થા,181 અભયમ દ્વારા કાર્યવાહી કરીને મુક્ત કરાયા છે. છેલ્લા 2 વર્ષથી ઘરમાં પુરાયેલા માતા-પુત્રની માનસિક સ્થિતિ ખરાબ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. હાલ બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડાયા છે. આ ઘટના વિશે મળતી માહિતી […]