નાણાંના અભાવે મોતના ઊંબરે પહોંચેલી ફુલાદેવીની ખબર લેવા ગયેલા વકીલે નિભાવ્યો પાડોશી ધર્મ, 3 દિવસમાં રેશન-મા કાર્ડ બનાવી બાયપાસ કરાવ્યું

સુરતમાં બરોડા પ્રિસ્ટેજ નજીક અનુરાધા સોસાયટી પાસે વર્ષોથી પાથરણું લગાવી શાકભાજી વેચતાં અને એકે રોડના શ્રીનાથજી એપાર્ટમેન્ટ ખાતે રહેતાં ફુલાદેવી રાજેન્દ્ર પ્રસાદ નિ:સંતાન છે. રાજહંસ શોપિંગ સેન્ટરમાં ઓફિસ ધરાવતા વકીલ સમીરભાઇ બોઘરા ઓફિસની નીચે શાકભાજી વેચતાં 50 વર્ષના ફુલાદેવી અને તેમના પતિને જોતા હતા. જોકે અઠવાડિયાથી આ દંપતીનું પાથરણું ગાયબ હોવાથી તેમનાં ચિંતા થઈ હતી.

વકીલ સમીરભાઇ દંપતીની ભાળ લેવા 10મી જાન્યુ.એ તેમના ઘરે પહોંચી ગયા હતા, જ્યાં ફુલાદેવી પથારી ઉપર હાર્ટની બીમારીથી પીડાતાં હોવાની માહિતી મળી હતી. 3 લાખનો ખર્ચો હોય અને પોતાની પાસે નાણાં ન હોય, તેઓ લાચારીમાં હતાં. તેમણે તેમના મેડિકલ રિપોર્ટની ચકાસણી કરતાં ફુલાદેવીને હાર્ટમાં બ્લોકેજ હોવાની સાથે બાયપાસ કરાવવાની સૂચના વાંચી હતી. જોકે શાકભાજી વેચતું નિ:સંતાન દંપતી આશરે 3 લાખ રૂપિયાનું ઓપરેશન ખર્ચ એફોર્ડ કરી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી અઠવાડિયાથી રઝળી રહ્યું હતું..

ફુલાદેવીનું રેશનકાર્ડમાં નામ ન હોવાની સાથે પુરાવાનો અભાવ હતો. આ અંગે બોઘરાએ સરકારની ઝડપી સેવા અંતર્ગત બીજા જ દિવસે 11મી જાન્યુ.એ રેશનકાર્ડમાં નામ ચઢાવી 12મી જાન્યુ.એ વાત્સલ્ય કાર્ડ પણ કઢાવી લીધું હતું. ડિજિટલ ઇન્ડિયાનો લાભ મળતાં તા. 13મીએ ફુલાદેવીને વરાછા રોડની હાર્ટ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. તબીબોએ એન્જિયોગ્રાફી રિપોર્ટના આધારે સફળ બાયપાસ કરતાં ફુલાદેવીને નવજીવન મળ્યું હતું અને રૂપિયાનો પણ ખર્ચ થયો ન હતો. ફુલાદેવીએ કહ્યું હતું કે સરકારની આ ઝડપી સેવાનો લાભ ન મળ્યો હોત તો હાર્ટ-અટેકની રાહમાં જ દિવસો પસાર કરી મોતને વહાલું કરી દીધું હોત.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો