SDMના લગ્નમાં વિધ્ન: લાંચ લેતા રંગેહાથ પકડાયેલા મહિલા સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને લગ્ન માટે પણ ન મળ્યા જામીન

રાજસ્થાનના બહુચર્ચિત લાંચ કાંડ મામલામાં ગુરુવારે લાંચ લેનારા મહિલા સબ-ડિવિઝનલ મિજિસ્ટ્રેટ (SDM) પિંકી મીણાની જામીન અરજી પર કોર્ટમાં સુનાણી થઈ. RAS (રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) પિંકી મીણાએ લગ્નનું કારણ ધરીને કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી, પરંતુ સરકારી વકીલે દલીલ આપતા કહ્યું કે, જો પિંકી મીણાને જામીન મળશે તો તપાસ પ્રભાવિત થઈ શકે છે. તેના આધારે જ કોર્ટે RAS પિંકી મીણાની જામીન અરજીને નકારી કાઢી.

RAS પિંકી મીણાએ લગ્નનું કારણ આપીને જામીન અરજી દાખલ કરી હતી અને કહ્યું હતું કે તેમને કારણ વિના આ કેસમાં ફસાવાઈ રહી છે. એસીબીને ન તો તેમની પાસેથી લાંચની રકમ મળી છે અને ના તેમણે લાંચ માગી હતી.

લાંચ કેચમાં ફસાયેલા SDM પિંકી મીણાના ફેબ્રુઆરીમાં લગ્ન નક્કી થયા છે અને તેમના ભાવી પતિ પણ ન્યાયાધિકારી છે. પરંતુ હવે જામીન અરજી રદ થઈ જવાથી નિયત તારીખે લગ્ન થવા પર હવે શંકા છે. બીજી તરફ એસીબીની કાર્યવાહી પહેલા પિંકી મીણાના પરિજનો અને તે પોતાના લગ્નની તૈયારીઓમાં વ્યસ્ત હતા. આ માટે દૌસા નજીક જટવાડામાં એક આલીશાન હોટલ પણ બૂક કરી રખાઈ હતી.

લાંચ કેસનો આ મામલો રાજસ્થાનના દૌસા જિલ્લાનો છે, જ્યાં હાઈવે નિર્માણ કરનારી કંપનીના માલિકે ફરિયાદ કરી હતી કે ખેડૂતોની જમીનના અધિગ્રહણ અને વળતર આપીને રોડનું નિર્માણ કાર્ય અપાવવાના બદલામાં લાંચ માગવામાં આવી રહી છે. લાંચ માગવાનો સીધો આરોપ દૌસા અને બાંદીકુઈના SDM પર લગાવાયો હતો, જે લાંચ ન આપવાના કારણે પરેશાન કરી રહ્યા હતા. આ ફરિયાદ બાદ ACBના ડીજીએ તેની તપાસ કરાવી તો મામલો સાચો નીકળ્યો. ACBની જયપુરની ટીમે તપાસ કરતા SDM પિંકી મીણા 10 લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા રંગેહાથ પકડાઈ ગયા હતા.

પિંકી મીણા કોણ છે ?

સરકારી સ્કૂલથી અભ્યાસ કરનારા પિંકી મીણા ખૂબ જ હોશિંયાર વિદ્યાર્થિની રહ્યા છે. તેમણે પહેલા જ પ્રયાસમાં રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસની પરીક્ષા પાસ કરી લીધી હતી. પરંતુ આ દરમિયાન તેઓ 21 વર્ષના ન હોવાથી ઈન્ટરવ્યૂ આપી શક્યા નહોતા. પરંતુ 2016માં તેમણે ફરીથી મેરિટ સાથે પરીક્ષા પાસ કરી લીધી. આ બાદ તેમને પહેલું પોસ્ટિંગ ટોંકમાં મળ્યું હતું. પિંકીના તમામ ભાઈ પણ સરકારી વિભાગોમાં નિયુક્ત છે.

SDMના આવાસનું વીજ કનેક્શન પણ કપાયું.

લાંચના આરોપી પિંકી મીણાના સરકારી આવાસ પર ગુરુવારે વીજળી નિગમની ટીમ પહોંચી અને SDMના ઘરનું વીજ કનેક્શન કાપી નાખ્યું હતું. SDM દ્વારા વીજ બિલ ભરવામાં નહોતું આવ્યું અને તેમનું 125154 રૂપિયા બિલ ભરવાનું બાકી હતું. SDMના જેલમાં જતા જ વીજળી વિભાગની ટીમ તેમના ઘરે પહોંચી અને લાઈટનું કનેક્શન કાપી નાખ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો