Browsing category

સમાચાર

સુરેન્દ્રનગરમાં માથાભારે વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવકે એસિડ પીધું, વગદાર નરસી પટેલ સહિત 14 સામે ફરિયાદ

વ્યાજખોરોનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. વ્યાજખોરોના ત્રાસના કારણે લોકો આત્મહત્યા (suicide) કરી પોતાનું જીવન ટૂંકાવતા હોય છે. આવા અનેક કિસ્સાઓ સમાજમાં બનતા રહે છે ત્યારે સુરેન્દ્રનગરમાં (surendranagar) માથાભારે વ્યાજખોરોના કારણે યુવકે એસિડ (drink acid) ગટગટાવીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, યુવકની હાલત ગંભીર હોવાથી સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ (Ahmedabad civil hospital) ખાતે […]

કળિયુગમાં માનવતા મરી પરવારી! બીમાર માતાની સારવાર કરાવવાને બદલે પુત્ર અને વહુ રસ્તા પર મુકીને જતા રહ્યા

ધાર્મિક નગરી વારાણસીમાં કલયુગની પુત્રવધુ અને પુત્રની એક તસવીર સામે આવી છે, જે માણસાઈ પર લાંછન લગાડી રહી છે. કુદ દીકરાએ પોતાની બીમાર માતાને રસ્તા પર છોડી દીધી છે. હવે મજબૂર મહિલા પેટ ભરવા માટે લોકો પાસે રોટલી માંગી રહી છે. તો બીજી બાજુ, લોકો તેને જોઈ વિવિધ ચર્ચા કરી રહ્યા છે. આ મામલો વારાણસીના […]

લવ મેરેજનો આવ્યો કરુણ અંજામ: પતિએ રાત્રે લાકડા લેવા જવાના બહાને પત્નીને જંગલમાં લઈ જઈ હાથ કાપી નાખ્યા, મરી ગયેલી સમજી છોડી આવ્યો

મધ્યપ્રદેશમાં ચરિત્ર પર આશંકાને લીધે પતિ હેવાન બની ગયાની એક ઘટના સામે આવી છે. તેણે કુહાડીથી પત્નીના હાથ કાપી નાખ્યા. મંગળવારે મહિલા તેના સસરા સાથે સાગરમાં ભોપાલની હમીદિયા હોસ્પિટલ પહોંચી. અહીં ડોક્ટરની ટીમે 9 કલાક સુધી ઓપરેશન કર્યા બાદ બન્ને હાથ જોડી દીધા હતા. ડોક્ટરનું કહેવું છે કે હાથમાં મૂવમેન્ટ થઈ રહી છે. જોકે 3થી […]

રાજસ્થાનના બાંદીકૂઈની SDM પિંકીની લાંચખોરી: હાઈવેના 1KMની જમીનના બદલે 1 લાખ રૂ. માંગ્યા, કંપની પર દબાણ મૂકવા 6 મહિના ખેડૂતોનું વળતર અટકાવ્યું

રાજસ્થાનના બાંદિકુઇના તત્કાલીન SDM પિંકી મીણાએ હાઇવે બનાવતી કંપની પાસેથી પ્રત્યેક કિલોમીટર માટે એક લાખ રૂપિયાની લાંચ માંગી હતી. પહેલા હપ્તામાં તેણે 6 લાખ રૂપિયા માંગ્યા હતા. ત્યારપછી તેણીએ લાંચની રકમ વધારીને 10 લાખ રૂપિયા કરી દીધી હતી. અન્ય વિભાગમાં કાર્ય કરતા દૌસાના SDMના પુષ્કર મિત્તલે લાંચની રકમ વધારીને 10 લાખ કરી હતી, જે વાતની […]

સુરતમાં કર્ફ્યૂને કારણે વાહન ન મળતાં માતા પાંચ વર્ષની બાળકી ઊંચકીને હોસ્પિટલ તરફ દોડી, સારવાર મળે એ પહેલાં રસ્તામાં જ થયું મોત

પાંડેસરાના વાલકનગરમાં રહેતી અર્ચના નામની પાંચ વર્ષીય દીકરીએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ગઈકાલે રાત્રે એકાએક બાળકીને ઝાડા-ઊલટી થતાં તેની તબિયત લથડી હતી. માતાએ પોતાની વહાલસોયી દીકરીને હોસ્પિટલ લઈ જવા માટે દોડ લગાવી હતી. કર્ફ્યૂનો સમય હોવાથી બહાર કોઈ વાહન મળ્યું ન હતું. પોતાની બાળકીની એકાએક તબિયત લથડતાં માતાએ પોતે જ તેને ઊંચકીને રીતસરની સિવિલ હોસ્પિટલ […]

જમાઈ બન્યો જમ: ફિશની વાનગીમાં થેલિયમ નામનો ઝેરી પદાર્થ ભેળવીને પત્ની-સાળી-સાસુ-સસરાને ખવડાવી; સાસુ-સાળીનું મોત, પત્ની કોમામાં

ઇરાકના તાનાશાહ સદ્દામ હુસૈન (Iraqi dictator Saddam Hussein) અંગે ઇન્ટરનેટ ઉપર વાંચીને એક વ્યક્તિએ પોતાના સાસુ-સસરા, પત્ની અને સાળીને (In laws family) ખતમ કરવાનું ખતરનાક ષડયંત્ર રચ્યું હતું. સદ્દામ હુસૈન થેલિયમ (Thallium Poison) નામનો એક ઝેરી પદાર્થ પોતાના દુશ્મનો માટે વાપરતો હતો. આ આઇડિયાનો (murder plan) ઉપયોગ કરીને દિલ્હીના (delhi) વેપારી (Business man) વરુણે પણ […]

દોસ્ત દોસ્ત ના રહા! પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પતિ, પ્રેમીએ છરી વડે પતિની હત્યા કરી નાખી

પતિ પત્ની ઔર વોના કિસ્સાઓ છાસવારે સામે આવતા હોય છે. અને આવા કિસ્સાઓનો કરુણ અંજામ પણ આવતો હોય છે ત્યારે તિરુવંનતપુરમમાં સામે આવ્યો છે. અહીં પોતાના પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ જનાર પતિને પ્રેમી સાથે મળી પત્નીએ મોતને ઘાટ ઉતાર્યો હતો. જોકે, પોલીસે હત્યાના આરોપી પત્ની અને પ્રેમીની ધરપકડ કરી હતી. પોલીસે પત્ની અંજુ અને […]

સુરતમાં ફરી જાહેરમાં ખેલાયો ખૂની ખેલ, આણંદના માથાભારે યુવકની સરથાણામાં હત્યા, CCTV માં ખૂની ખેલના દૃશ્યો થયા કેદ

સુરતમાં સતત (Surat) હત્યાની (Murder) ઘટના સામે આવી રહી છે. ત્યારે સુરતના સરથાણા (એોીૂપોલો) વિસ્તારમાં આજે એક ગાડીમાં પસાર થઇ રહેલા અને આણંગના (Anand) માથા ભારે ઈસાની છાપ ધરાવતા યુવાનની જાહેરમાં પાંચ કરતા વધુ ઇસમો ઘાતકી હથિયારો સાથે ઘસી આવીને તેની ગાડીમાં ઘાતકી હત્યા (Murder) કરી ફરાર થઇ ગયા હતા. જોકે, આ ઘટનાને પાગલ સમગ્ર […]

નવસારી: પોલીસ જવાનને સલામ! રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

આપણે ત્યાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ કહેવતને સાચી સાબિત કરતો એક બનાવ ભીલાડના એક પરિવારની બે વર્ષની દીકરી સાથે બન્યો છે. હકીકતમાં પરિવાર મુંબઈ (Mumbai)થી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ (Avantika Express)માં મધ્ય પ્રદેશ જવા માટે બેઠો હતો. પરિવાર સાથે બે વર્ષની દીકરી હતી. રાત્રે ટ્રેન દોડી રહી […]

450 ગેસ- સિલિન્ડર્સ ભરેલી ટ્રક પર વીજળી પડતા અઢી કલાક સુધી વિસ્ફોટો થયા, 15 કલાક સુધી હાઇવે બંધ રહ્યો ; 1 KM દૂર સુધી સિલિન્ડર્સના ટુકડા ઊડ્યા

ભીલવાડાથી પસાર થતા જયપુર-કોટા હાઇવે પર હનુમાનનગરમાં મંગળવારે રાતે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ટીકડ ગામે વીજળી પડતાં હાઈવે ઉપરથી પસાર થતી ટ્રક પલટી ગઈ હતી. ટ્રકમાં 450 ઘરેલું ગેસ- સિલિન્ડર્સનો જથ્થો ભર્યો હતો. વીજળી પડતાં ટ્રક પલટી ગઈ હતી અને જેને કારણે તેમાં આગ લાગી હતી. આગ લાગવાને પરિણામે ટ્રકમાં રહેલાં સિલિન્ડર્સ એક પછી એક […]