નવસારી: પોલીસ જવાનને સલામ! રાત્રે ચાલુ ટ્રેનમાંથી બે વર્ષની બાળકી નીચે પડી, RPF જવાને પાટા પર ચાલીને શોધી કાઢી

આપણે ત્યાં એક ખૂબ જ પ્રચલિત કહેવત છે કે ‘રામ રાખે તેને કોણ ચાખે’. આ કહેવતને સાચી સાબિત કરતો એક બનાવ ભીલાડના એક પરિવારની બે વર્ષની દીકરી સાથે બન્યો છે. હકીકતમાં પરિવાર મુંબઈ (Mumbai)થી ઉપડતી અવંતિકા એક્સપ્રેસ (Avantika Express)માં મધ્ય પ્રદેશ જવા માટે બેઠો હતો. પરિવાર સાથે બે વર્ષની દીકરી હતી. રાત્રે ટ્રેન દોડી રહી હતી ત્યારે બે વર્ષની રુહી (Ruhi) ટ્રેનની ઇમરજન્સી બારીમાંથી નીચે પટકાઈ હતી. આ બાળકીને એક આરપીએફ (RPF)ના જવાને ટ્રેક (Railway track) પરથી શોધી કાઢી હતી. ટ્રેનમાંથી નીચે પડતા બાળકીને ઈજા પહોંચી હતી પરંતુ તેણીની જીવ બચી ગયો હતો. આરપીએફના જવાને પગપાળા ટ્રેનના પાટા પરથી બાળકીને શોધી કાઢી હતી.

મળતી માહિતી પ્રમાણે મહેશ હેંચા નામનો વ્યક્તિ તેની બે વર્ષની દીકરી રુહી સાથે વલસાડના ભીલાડથી મધ્ય પ્રદેશના દેવાસ જવા માટે નીકળ્યો હતો. મહેશ સાથે તેની બે વર્ષની દીકરી રુહી પણ હતી. આ દરમિયાન રુહી ઇમરજન્સી બારીમાંથી નીચે પડી ગઈ હતી. પરિવારને રુહી ગાયબ થયાની જાણ થતાં જ ચેન પુલિંગ કરવામાં આવ્યું હતું. જે બાદમાં ટ્રેન અમલસાડ સ્ટેશન ખાતે ઊભી રહી હતી. જે બાદમાં બનાવ અંગેની જાણ અમલસાડ સ્ટેશન માસ્તરને કરવામાં આવી હતી.

બાળકી પડી જવાની ઘટના બાદ અમલસાડ સ્ટેશન માસ્તરે તાત્કાલિક બાળકીને શોધવા માટે બીલીમોરા રેલવે પોલીસને જાણ કરી હતી. જે બાદમાં વલસાડ પોલીસના ડી સ્ટાફ અને બીલીમોરા આરપીએફના જવાન શૈલેષ પટેલે બાળકીની શોધખોળ આદરી હતી. બાળકી ટાલુ ટ્રેનમાંથી નીચે પડી હોવાથી તમામ લોકોએ ટ્રેનના પાટા પર ચાલીને શોધખોળ શરૂ કરી હતી. મોડીરાત્રે 12 વાગ્યાથી બે વાગ્યા સુધી બાળકીની શોધખોળ કરવામાં આવી હતી.

બાળકીનો રડવાનો અવાજ સંભળાયો: શેલૈષ પરમાર અને અન્ય ટીમ જ્યારે બાળકીની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે બીલીમોરા નજીક તલોધ ગરનાળા પાસે બાળકી રડી રહી હોવાનો અવાજ સંભળાયો હતો. જે બાદમાં પોલીસનો સ્ટાફ અવાજ તરફ દોડી ગયો હતો. તપાસ કરતા બાળકી ઈજાગ્રસ્ત હાલતમાં પડી હતી. જે બાદમાં તેણીને તાત્કાલિક સારવાર માટે બીલીમોરા ખસેડવામાં આવી હતી.

હૉસ્પિટલ ખાતે સારવાર બાદ ડૉક્ટરોએ બાળકીને ભયમુક્ત જાહેર કરી છે. રેલવે પોલીસના જવાન શેલૈષ પટેલની કાબિલે દાદ ત્વરિત કામગીરીને પગલે બાળકી હેમખેમ મળી આવી હતી. જો, બાળકીને શોધવામાં મોડું થયું હોત તો ઈજાને કારણે તેની હાલત ગંબીર બની જાત અથવા શ્વાન કે અન્ય કોઈ પ્રાણીઓ તેણીને નુકસાન પહોંચાડી શકતા હતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો