સંતરામપુરમાં એક સાથે 4 યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખુ નગર હિબકે ચઢ્યું, મેલડી માતાના દર્શને જતા થયો હતો અકસ્માત
સંતરામપુરના ચાર યુવાનો આણંદના મલાતજ ગામે મેલડી માતાજીના મંદિર દર્શન કરવા ઇક્કો કારમાં જતાં હતા. તે દરમિયાન મહુધા પંથકના મંગળપુર પાટીયા પાસે અજાણ્યા ટ્રેલર ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરપાટ હકારીને ઇક્કો ગાડીને ટક્કર મારતા ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મંગળવારે રાત્રે સંતરામપુરમાં એક સાથે […]