સંતરામપુરમાં એક સાથે 4 યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખુ નગર હિબકે ચઢ્યું, મેલડી માતાના દર્શને જતા થયો હતો અકસ્માત

સંતરામપુરના ચાર યુવાનો આણંદના મલાતજ ગામે મેલડી માતાજીના મંદિર દર્શન કરવા ઇક્કો કારમાં જતાં હતા. તે દરમિયાન મહુધા પંથકના મંગળપુર પાટીયા પાસે અજાણ્યા ટ્રેલર ચાલકે પોતાના કબજાનું ટ્રેલર પુરપાટ હકારીને ઇક્કો ગાડીને ટક્કર મારતા ઈકો કાર રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા. મંગળવારે રાત્રે સંતરામપુરમાં એક સાથે 4 યુવાનોની અંતિમયાત્રા નીકળતા આખુ નગર હિબકે ચઢ્યું હતું અને એક પરિવારના 3 યુવાનોના મોત થતાં ભોઇ સમાજમાં શોક ફેલાઇ ગયો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અકસ્માતમાં ભોઇ સમાજના અને એક જ પરિવારના 3 યુવાનો મોત થતાં ભોઈ પરિવાર પર વિટંબણાઓનો પહાડ તૂટી પડ્યો છે. તેમનાં પરિવારજનો નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પહોંચતાં વાતાવરણ રોકકડથી દ્રવી ઊઠ્યું હતું. આ કાળનો કેવો સંયોગ કહેવાય કે, મંગળવારના દિવસે મેલડી માતાજીના મંદિરે મંગળવાર ભરવા જતાં 4 મૃતક યુવાનોની કારને મંગળપુર પાટિયા પાસે જ અકસ્માત સર્જાયો હતો. જ્યારે મોડી સાંજે મૃતક ચાર યુવકોના મૃતદેહ લવાતા વાતાવરણમાં ગમગીની છવાઇ હતી. એક સાથે 4 યુવકોની અંતિમયાત્રા નીકળતા ગામ હિબકે ચઢ્યુ હતુ. તથા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા.

સંતરામપુરના રાજુભાઈ સનાભાઇ ભોઇ મંગળવારે મેલડી માતાના દર્શન જતાં હતા. ત્યાર છેલ્લા 6 મહિનાથી સુરેશભાઈ અંબાલાલ ભોઈ અને સંજયભાઈ દીપાભાઇ ભાઇ પણ દર મંગળવારે મેલડી માતાના દર્શન માટે મહિનામાં ચારથી પાંચ વાર દર્શન કરવા જતા હતા. ઇક્કો કારમાં રાજુભાઇ, સંજયભાઇ તથા સુરેશભાઇ મંગળવારે દર્શન કરવા જતાં હતા. તેમની સાથે પ્રથમવાર તેમનો મિત્ર સંજયભાઈ બારીયા ગયો હતો. આમ પ્રથમવાર ગયેલા સંજય બારીયા સહિત એક જ પરીવારના 3 ભોઇ સમાજના સભ્યોના અકસ્માતમાં મોતથી સંતરામપુરમાં માતમ છવાઇ ગયો હતો.

અકસ્માતમાં કારચાલક અને અન્ય એક ઇજાગ્રસ્ત આકાશ અશોકભાઇ દેવડા નડિયાદ સિવિલમાં સારવાર હેઠળ છે. મહુધા પોલીસે ઈજાગ્રસ્ત કારચાલક જીતુભાઇ ભૂલાભાઇ ભોઈની ફરિયાદને આધારે અકસ્માતનો ગુનો નોંધ્યો હતો.

સીસીટીવી ફૂટેજના આધારે ફરાર ટ્રકચાલકની શોધખોળ
મૃતક સુરેશભાઈ અને સંજયભાઈ પર કુટુંબ પરિવારની જવાબદારી હતી. તથા રાજુભાઈ સનાભાઇ ભોઈ ઘરના મુખ્ય વ્યક્તિ તરીકે ઘણી જવાબદારી નિભાવતા હતા. હાલ, સમગ્ર ઘટનાની પ્રાથમિક તપાસ ચાલી રહી છે. ટ્રકચાલક ફરાર છે. જેની શોધખોળ CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરાઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો