Browsing category

ખેડુ

વડોદરાના અવનીબેને આર્કિટેકનો વ્યવસાય છોડીને શરૂ કરી ઓર્ગેનિક ખેતી, ખેતરમાં તાલીમ કેન્દ્ર પણ ઉભુ કર્યું

વડોદરાની એક મહિલાએ આર્કિટેક્ટનો વ્યવસાય છોડીને શહેરથી 12 કિ.મી. દૂર દુમાડ ગામ પાસે ઓર્ગેનિક શાકભાજીની ખેતી શરૂ કરી છે. આ મહિલાએ ઓર્ગેનિક ખેતી કરવા ઇચ્છતા અને ઓર્ગેનિક શાકભાજી ખાવા માંગતા પરિવારો માટે રેન્ટ પ્લોટ સ્કિમ પણ અમલમાં મૂકી છે. મહિલાના આ નવા આઇડિયામાં જોડાયેલા પરિવારો ઓર્ગેનિક શાકભાજીની ખેતી કરીને પોતે ખેડૂત હોવાનો અનુભવ કરી રહ્યા […]

કોડીનારના ખેડૂતે ઓર્ગેનિક ખેતી અપનાવી અઢી વીઘામાં કેળાની ખેતી કરી, પહેલા વર્ષે જ આવ્યો 25 ટનનો મબલખ ઉતારો

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાના ઉપયોગથી થતી ખેતીથી જમીનમાં રહેલી ફળદ્રુપતા નાશ થવા લાગી છે. પરંતુ ખેડૂતો ઓર્ગેનિક ખેતી તરફ વળે તો તેના પરિણામો કેવા મળી શકે તે કોડીનારના દેવળી ગામના જીતુભાઇ સોલંકી નામના ખેડૂતે સાબિત કરી બતાવ્યું છે. તેઓએ પોતાની અઢી વીઘા જમીનમાં ગૌમુત્ર અને દેશી ખાતરના ઉપયોગથી કેળાની ખેતી રહ્યા છે. તેમની ધારણા […]

ઇડરના કાનપુરના ખેડૂતે પોતાના ખેતરમાં બટાકાના વેલા ઉગાડી નવતર પ્રયોગ કર્યો, જમીન બહાર થતાં હોવાથી સુગરની માત્રા ઓછી હોય છે

ઇડર તાલુકાના કાનપુર ગામમાં રહેતા ખેડૂતે વેલા સ્વરૂપે થતા બટાકાનુ વાવેતર કર્યા બાદ ચીકુડીની ફરતે વેલા ફરી વળ્યા બાદ તેના પર બટાકા ઉતરવાનુ શરૂ થતા બટાકાના વેલા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાનપુર ગામના ખેડૂત દિનેશભાઇ પ્રભુભાઇ પટેલે પોતાના ખેતરમાં બટાકાના વેલા ઉગાડી નવતર પ્રયોગ કર્યો છે. દિનેશભાઇએ જણાવ્યુ કે ભાવનગર જિલ્લામાં રહેતા મારા મિત્રના મિત્રએ […]

આ ખેડૂતે લોન લઈને ડુંગળી વાવી હતી, પછી ભાવ વધવાને કારણે રાતોરાત બની ગયો કરોડપતિ

હાલ દેશમાં ડુંગળીનાં ભાવથી કોણ પરેશાન નથી, પણ કર્ણાટકના 42 વર્ષીય ખેડૂત માટે ડુંગળી લોટરી બનીને આવી છે. મલ્લિકાર્જુન પાસે ડુંગળીનું વાવેતર કરવા માટે રૂપિયા નહોતા, આથી તેણે લોન લઈને ખેતી કરી. ડુંગળીના ભાવ વધી જતા તેને ફાયદો થઈ ગયો. ડુંગળીને કારણે જિંદગી બદલાઈ ગઈ મીડિયા સાથે વાતચીત દરમિયાન તેણે જણાવ્યું કે, મેં લોન લઈને […]

માત્ર 11 પાસ ખેડૂતે બનાવ્યા 5 મશીન, દર વર્ષે કમાય છે આટલા રૂપિયા, જાણો વિગતે

ભણવું જરુરી છે પરંતુ ફક્ત ભણીને જ વ્યક્તિ સફળ થાય તે જરુરી નથી. શોધ-સંશોધન માટે કોઈ ડિગ્રીની જરુરત નથી પરંતુ ધગસ અને કોઠાસુઝની જરરીયાત છે. સફળ થવાની તિવ્ર ઈચ્છા અને પ્રેરણા હશે તો રાજસ્થાનના જોધપુર જિલ્લાના ગામ રામપુરા-મથાનિયાના અરવિંદ સાંખલાની જેમ તમે પણ સફળ થઈ શકો છો. વ્યવસાયે મૂળરુપે ખેડૂત એવા અરવિંદ ફક્ત ધો. 11 […]

માત્ર ધોરણ 10 પાસ ખેડૂત ડ્રીપ ઈરિગેશન પદ્ધતિથી ઓર્ગેનિક બીટ ઉગાડી કરે છે લાખો કમાણી

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકાના નરસંડા ગામના ખેડૂત દ્વારા સજીવ ખેતી દ્વારા આવક બમણી કરવામાં આવી છે. રાસાયણીક ખાતરના ઉપયોગ વગર જ તેમણે બીટ, શાકભાજીનું વધુ ઉત્પાદન મેળવ્યું છે. જેમાં પાકનો ઉતારો સારો રહેવાના પગલે બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો હતો. નડિયાદ નજીકના નરસંડા ગામમાં રહેતા ઉમેશગીરી શૈલેષગીરી ગોસ્વામી છેલ્લાં બે દાયકાથી વારસાઇ […]

સાત ચોપડી ભણેલા ખેડૂત નાગજીભાઈ પટેલે 6 મહિનામાં માત્ર 1.40 લાખમાં બનાવ્યું મિની ટ્રેક્ટર

બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો ખેતી તેમજ અન્ય ક્ષેત્રે પ્રગતિ કરી રહ્યા છે. ત્યારે થરાદ તાલુકાના દાંતીયા ગામના 7 પાસ ખેડૂતએ મજુરોની અછતને લઇ મીની ટ્રેકટર બનાવવાનો વિચાર કર્યો અને 6 માસની અંદર રૂ. 1.40 લાખના ખર્ચે મીની ટ્રેકટર બનાવ્યું હતું. આમ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો એન્જિનિયરો અને મિકેનીકલોને પણ પાછળ પાડી રહ્યા છે. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના […]

ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગના ‘સુભાષ પાલેકર પ્રાકૃતિક કૃષિ’ અભિગમ ઉપર આજે ગાંધીનગરમાં કાર્યશાળા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખેડૂતોની આવક બમણી કરવાના તથા ખેતીમાં રસાયણોના ઓછા ઉપયોગ માટે ખેડૂતોને કરેલા આહવાનને ફળીભૂત કરવાના પ્રયાસના ભાગરૂપે સુભાષ પાલેકરના અભિગમ ઉપર એક કાર્યશાળાનું 4 સપ્ટેમ્બરના રોજ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યશાળામાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહેશે. આ પદ્ધતિના […]

શિનોર તાલુકાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે અઢી વર્ષમાં મલાબાર લીમડાના 2 હજાર વૃક્ષ ઉછેર્યા, હવે સર્જાયું મધુવન

ઈમારતી લાકડા માટે નીલગિરિની ખેતી થતી હોય છે પણ વડોદરા જિલ્લાના એક ખેડૂતે પ્રયોગરૂપે લીમડાના વૃક્ષો ઉછેર્યા છે. શિનોર તાલુકાના મોટા ફોફળિયાના ખેડૂત ભૂપેન્દ્ર પટેલે મલાબાર લીમડાના 2000 વૃક્ષ ઉછેર્યા છે જે અત્યારે અઢી વર્ષના છે. પાંચ વર્ષે પુખ્ત થયા બાદ આ વૃક્ષો ઈમારતી લાકડું ખરીદતા વેપારીઓને વેચીને સારું વળતર મળશે એવી ભૂપેન્દ્રભાઈને આશા છે. […]

નવસારીના અશોકભાઇ પટેલે મધમાખીના ઉછેર થકી 25 લોકોને રોજગારી આપી તેમના જીવનમાં મધ જેવી મીઠાશ પુરી પાડી છે

નવસારી જિલ્લાના ચીખલીથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ સોલધરા ગામ આજે મધઉછેર પ્રવૃતિના કારણે જાણીતું બન્યું છે. અશોકભાઇ ભગુભાઇ પટેલ મધમાખી ઉછેર પ્રવૃતિ થકી આજે લાખોપતિ બન્યા છે. દર વર્ષે લાખો રૂપિયાની આવક મધમાખીની પ્રવૃતિ કરીને, મધના વેચાણ દ્વારા મેળવી છે. તેઓ હાલમાં હળવદ તાલુકામાં તલના ફુલો પર, માંગરોળ તાલુકામાં નાળીયેરી અને કચ્છ ખાતે જંગલી બોરડી, […]